________________
શારદા શિખર
૮૨૫ બંધુઓ! તમારા દાગીનાની સંધી તૂટી જશે તે તેને સાંધનાર સોની મળી જશે પણ આયુષ્યની સંધી તૂટશે ત્યારે તેને સાંધનાર કેઈ ની નહિ મળે. તમે અમેરિકા, જાપાન, જર્મન કે લંડન ગમે ત્યાંથી ડબલ ડીગ્રી સજન બનેલાં ડોકટરને લાવે. લાખ રૂપિયા ખર્ચ પણ આયુષ્યની સંધી તુટી જતાં તેને સાંધવા કેઈ સમર્થ નથી. આવી ક્ષણિક જિંદગીમાં બને તેટલી ધર્મની આરાધના કરી લે, સાથે કેઈ આવવાનું નથી છતાં કેટલી મમતા છે ! આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે
"जे ममाइयमई जहाइ से चयइ मयाझ्यं से हु दिट्ठपहे मुणी जस्स नत्थि ममाइयं।" જે મમત્વ બુદ્ધિને ત્યાગ કરી શકે છે તે મમત્વને છોડી શકે છે. જેને મમત્વ નથી તે મિક્ષમાર્ગને જાણનાર સાચે મુનિ છે.
આ સૂત્રમાં મમતાને ત્યાગ કરવા માટે ભગવંતે કેવી સુંદર વાત કરી છે ! મમતાને જન્મ મમત્વ બુધિથી થાય છે. જ્યાં સુધી મમત્વ બુધ્ધિ હોય છે ત્યાં સુધી પદાર્થોને ભલે ત્યાગ કર્યો પણ તે ત્યાગને વાસ્તવિક ઉદેશ્ય પૂરો થતું નથી. કારણ કે ઘણી વખત એવું બને છે કે પાસે પૈસા કે પદાર્થ ન હોય પણ તેના પ્રત્યે મમતા હોય છે. તેને મેળવવા માટે માનવ તલસતે હોય છે. તે પદાર્થના અભાવમાં પણ તેને મમતાનો દેષ લાગે છે. અને ઘણી વખત બાહ્ય દષ્ટિથી માણસ પાસે ગમે તેટલે પરિગ્રહ હય, દેમ દેમ સાહ્યબી હોય પણ તેને મમત્વ નથી હોતે તે તે અપરિગ્રહી ત્યાગી કહેવાય છે. દાખલા તરીકે કઈ એક ભિખારી હોય તેની પાસે પૈસા, ઘર, ખાવા રેટી અને પહેરવા ક૫ડા નથી છતાં એને અપરિગ્રહી કે ત્યાગી કહી શકાશે નહિ, કારણ કે તેની પાસે ભલે નથી પણ તેના પ્રત્યેથી તેની મમત્વ બુદ્ધિ નષ્ટ થઈ નથી. એ ભૌતિક પદાર્થોના અભાવમાં પણ તેના મનમાં તરંગો ઉઠતાં હોય છે કે મને આ બંગલે, લાડી-વાડી ને ગાડી બધું ક્યારે મળશે? મને મળી જાય તો હું પણ આવો શ્રીમંત સુખી બનું. આવી મમત્વ ભાવનાના કારણે એને ત્યાગી માનવામાં આવતું નથી. તેનાથી વિપરીત દૃષ્ટિથી વિચાર કરીએ તે ભરત ચક્રવતી પાસે કેટલો પરિગ્રહ હતા ! છ છ ખંડનું વિશાળ રાજય હતું. વૈભવ વિલાસને પાર ન હતા. છતાં તેમને તેના પ્રત્યે મમત્વ ન હતું. અનાસક્ત ભાવથી, તે સંસારમાં રહેતાં હતાં. તેના કારણે તેમને દ્રવ્યલિંગના (સાધુવેશના) અભાવમાં પણ ચારિત્ર આવતાં અરિસા ભવનમાં કેવળજ્ઞાન પ્રગટ થયું. તેમ સંસારમાં રહ્યા છે પણ ભરતચકવતની માફક અનાસક્ત ભાવથી રહે અને મમત્વ બુધિને ત્યાગ કરે. મમત્વ બુધિને ત્યાગ મમતાના ત્યાગ માટે આવશ્યક છે. મમત્વ મોક્ષમાર્ગે જવામાં અંતરાય રૂપ છે અને સંસાર પરિભ્રમણનું કારણ છે. એમ સમજીને જે તેને ત્યાગ કરે છે તે મોક્ષને અધિકારી બની શકે છે.
મલીકુમારીનાં દિવ્ય કુંડળની સાંધ તૂટી ગઈ. આ વાતની કુંભક રાજાને ૧૧૪