________________
૮૨
દારા શિખર ઘણાં મોટા રાજાઓ છે ને મારી પુત્રી કરતાં ઘણી સુંદર કન્યાઓ હશે. માટે એવું બની શકે. બહુરત્ના વસુંધરા છે. હું મારા રાજ્યમાં બેસી રહું એટલે મને કયાંથી ખબર પડે !
મલ્લીકુમારીનું નામ સાંભળીને રૂકિમ રાજાને ચંદ્રછાય રાજાની માફક તેના પ્રત્યે પ્રેમ જાગે. એટલે તેણે વર્ષધરને પૂછયું કે જેના સ્નાન મહત્સવની તું આટલી બધી પ્રશંસા કરે છે તે મલ્લીકુમારી કેવી છે? જવાબમાં વર્ષધરે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તેના રૂપની તે હું શી વાત કરું ? તે કન્યા જેવી તે આ જગતમાં કેઈ કન્યા નથી, એના જેવી તે કેઈ નાગકન્યા, દેવકન્યા, અસુરકન્યા, યક્ષકન્યા કે ગંધર્વકન્યા પણ રૂપાળી નથી. એવી સૌંદર્યવાન તે મલલીકુમારી છે. આ સાંભળીને રૂકિમ રાજાએ વર્ષધરને કહ્યું કે તારે જેટલું દ્રવ્ય, સૈન્ય, જોઈએ તેટલું તું ભંડારમાંથી લઈને મિથિલા નગરીમાં જા. અને કુંભરાજાને કહે કે કુણલાધિપતિ રૂકિમ રાજા મલ્લીકુમારીને પરણવા ઈચ્છે છે. હવે વર્ષધર નામને દૂત મલ્લીકુમારી માટે કહેણ મૂકવા મિથિલા નગરીમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : પ્રદ્યુમ્નકુમાર ભીલનું રૂપ લઈને કૌરની સેના રેકીને ઉભે રહ્યો ને કહ્યું મને ટેકસ આપે. ત્યારે કૌરએ કહ્યું. તને મેં માંગ્યો ટેકસ આપી દઈએ. પણ તું અમને એ તે કહે કે તને ટેકસ લેવા કોણે ઉભે રાખે છે? ત્યારે ભલે કહ્યું શું તમને ખબર નથી? હું તે કૃષ્ણને સેવક છું. મને કૃષ્ણ મહારાજાએ કુલ આજ્ઞા આપી છે કે મારા દેશમાં તારે રહેવાનું અને જે કોઈ નીકળે તેમની પાસેથી તારે ટેકસમાં એની પાસે જે સારામાં સારી ચીજે હોય તે લઈ લેવી. હું તે તેમને સેવક પણ છું ને તેમને કુંવર પણ છું. તમને શું ખબર પડે? ત્યારે કોરએ તેની મજાક ઉડાવતાં કહ્યું- હા, તું જ કૃષ્ણને કુંવર છું ને ? તે તું અમને બતાવ કે તારા જેવા કૃષ્ણને કેટલા દીકરા છે? ત્યારે તેણે કહ્યું, કૃષ્ણને ઘણ કુંવર છે પણ ચંદ્ર જે તેજસ્વી તે હું એક જ કુંવર છું. બાકી તે બધા તારા જેવા નિસ્તેજ છે. એહે. તું જ ચંદ્ર જે તેજસ્વી હેય ને! તારા જેવો રન જે દીકરે કૃષ્ણને ક્યાંથી મળે ! અરે ! રત્નમાં પણ ચિંતામણું રત્ન શ્રેષ્ઠ છે. તે તું ચિંતામણી રન જે તેજસ્વી છે. કેમ બરાબર છે ને ? એમ કહીને તેની ખૂબ મજાક ઉડાવી, ને બધા હસ્યા. પ્રધુને કહ્યું સાવ સાચી વાત. (હસાહસ) ભલે, તું કૃષ્ણને કુંવર હોય. અમે પણ કૃષ્ણને ત્યાં દીકરી આપવા જઈએ છીએ. માટે અમને જલદી જવા દે. ભીલ કહે નહિ જવા દઉં.
- કૌરવોએ કહ્યું હે નાદાન ભીલડા ! જરા તે વિચાર કર કે તું તેને હેરાન કરે છે? અમને તે ઓળખ્યાં નથી. અમે વિફરીશું ત્યારે તેને જીવતે રહેવા નહિ