________________
૮૧૭
શારદા શિખર વહેપારીમાં કોયડો ઉભું થાય, કેઈના કુટુંબમાં કઈ કેયડો ઉભો થાય અગર ભાઈ-ભાઈના મઝીયારા વહેંચતી વખતે કઈ કેયડે ઉભું થાય ત્યારે કહે છે ને આ કેયડો ઉકેલ મુશ્કેલ છે. છતાં માની લે કે આ બધા સંસારના કેયડા તે મહેનતથી પણ ઉકલી જશે પણ કર્મને કેયડા ઉકેલવે બહુ મુશ્કેલ છે.
સુબાહકુમારી ખૂબ પુણ્યવાન હતી. એટલે તેના નાન મહોત્સવમાં તેના પિતા રૂકિમ રાજાએ કુલને માટે મંડપ બંધાવ્યું, તેમાં અંદર બંધાવ્યું ને તેની વચમાં સુગંધથી મઘમઘતે દામકાંડ લટકાવ્યું. તેમજ વિવિધ પ્રકારની રચના કરાવીને કાઠમાઠથી વાજતે ગાજતે રૂકિમ રાજા હાથી ઉપર બેસીને સુબાહુકુમારીને સૌથી આગળ કરીને મંડપમાં આવ્યા. તે વખતે જેની મહત્તા હોય તેને આગળ કરો છો ને ? દીકરાને પરણાવવા જાઓ ત્યારે વરરાજાને આગળ રાખે છે ને? કારણ કે લગ્નમાં વરરાજાની વિશેષતા હેય છે. તેમ અહીં સુબાહુકુમારીને સન્માન મહોત્સવ ઉજવાય છે એટલે તેને આગળ કરવામાં આવી છે. પુત્રીના ચાતુર્માસિક સ્નાન મહોત્સવમાં રૂઝિમરાજાએ લાખો રૂપિયાનો ધુમાડો કર્યો. આ સ્નાન મહોત્સવ છે. દુનિયામાં ઘણાં પ્રકારના મહોત્સવ ઉજવવામાં આવે છે. ઘણીવાર દીકરાના જન્મદિનની ખુશાલીમાં પારકા ૫૦૦ માણસ જામી જાય છે ને ઘરની માતા ભૂખી રહે છે. ઘરની માતાને ભાવ પૂછતાં નથી ને પારકાને જમાડે છે. (પૂ. મહાસતીજીએ અહીંયા એક બનેલી કહાની કહી હતી. જે સાંભળતાં શ્રોતાઓમાં એક પણ શ્રોતા એ નહીં હોય કે જેની આંખે આંસુથી છલકાણી ન હોય. તેને સાર નીચે પ્રમાણે છે.)
દીકરે પિતાની લાડીલી દીકરીને જન્મદિન ઉજવે છે કે લગભગ એક હજાર માણસને જમાડે છે. જ્યારે પિતાની માતાને ત્રણ ત્રણ દિવસથી ખાવાનું મળ્યું નથી. પણ જમણવારનું નામ સાંભળતાં માતાનું હૈયું હરખાવા માંડયું. જ્યારે એક હજાર માણસો જમે છે તે મને તો જરૂર જમવાનું મળશે એ તેને આનંદ છે. માજી લાકડા ભરવાની વખારના ખૂણામાં પડયા રહ્યા છે. સંસાર આખો સ્વાર્થને ભરેલો છે. વહુને મન સાસુની કિંમત એક માટીના વાસણ જેટલી પણ નથી. છેવટે હજારો માણસ જમ્યા. આનંદ કર્યો પણ માજીને જમણની પ્રસાદી પણ ન મળી. માજી કાળા પાણીએ રડે છે. પેટમાં ખૂબ બળતરા થાય છે. છેવટે રાતના બાર વાગે સૌ સૂઈ ગયા પછી પડેલે એંઠવાડ માજી વીણી ખાય છે.
આ પ્રસંગે જેને જન્મદિન ઉજવાય છે તે સાત વર્ષની બેબી જાગી જાય છે. આ દશ્ય જોતાં એકદમ રડી પડે છે. અને પરિણામમાં માજીને કેમ સુખ થાય તે માટે માતાપિતા સામે પડકાર કરે છે. આજે તમે મારા જન્મ મહોત્સવ નથી ઉજ પણ મરણ મહોત્સવ ઉજવ્યું છે. કારણ કે તમે હજારેને જમાડયા છે પણ ૧૦૩