________________
શારદા શિખર
૮૧૫ મટી જટા જેવા માથે વાળ બનાવ્યાં હતાં. તેના ઉપર ફેટે બાંધે અને લીમડાની ડાળીની કલગી બનાવી. ખંભે તીરકામઠાં નાખ્યાં અને જાણે ભલેને રાજા ન હોય! તેમ અભિમાન ધરતે દુર્યોધનની સેના પાસે આવીને માર્ગમાં ઉભો રહ્યો. એનું બિહામણું રૂપ જોઈને કેટલાંક સૈનિકે “ભૂત આવ્યું” એમ કહીને ભાગવા લાગ્યા. કૌરની સેનામાં ભારે કેલાહલ મચી ગયે. દુર્યોધને પૂછયું–આટલે બધે શેરબકેર કેમ થઈ રહ્યો છે ત્યારે સૈનિકેએ કહ્યું–કાઈ ભૂત જે માણસ આવીને માર્ગ રોકીને ઉભો છે. તે કેઈને આગળ જવા દેતા નથી. એટલે કૌરવ સેનાને ચાલતી અટકાવીને આગળ આવ્યા.
કર્યો રોકા બોલે મારગ વહ બેલા, સને બાત સબ ભાઈ, દાણુ લગે મમ બિના ચૂકાયે, જાના દૂગા નાઈ છે.શ્રોતા તુમ...
દુર્યોધન આદિ કૌરએ આગળ આવીને કહ્યું-કેમ ભાઈ! તું શા માટે અમારી સેનાને હેરાન કરે છે? અમારે માર્ગ રોકીને શા માટે ઉભો રહ્યો છે? ત્યારે ભલે કરડી આંખ કરીને કહ્યું કે હું તે આગળથી મારા સ્થાન પર બેઠો છું. તેમાં તમારા બાપનું શું જાય છે? ત્યારે કૌરવોએ કહ્યું-તું અમને આગળ જવા દે ને ! ત્યારે ભીલે કહ્યું–તમારે આગળ જવું હોય તે હું માંગુ તે કર આપીને આગળ જાએ. કર આપ્યા વિના આગળ નહિ જવા દઉં. કોર કહે–અરે ભીલડા ! જરા વિચારીને બેલ. અમે કંઈ જેવા તેવા નથી. ક્ષત્રિયના બચ્ચા છીએ, ક્ષત્રિયના બચ્ચા એમ ડરે નહિ. અમે ઢીલી દાળ ખાનારા વાણીયા નથી કે તારાથી ડરી જઈએ. તને મેં મા ટેકસ વાણીઓ આપી દે. એ ડરી જાય. હાય-હાય-આ મને મારી નાંખશે. એ ડરને માર્યો પાસે હોય તેટલી મત્તા દઈ દે. તું અમને એવા કાચાપોચા ન સમજીશ. આ પ્રમાણે ભીલને કૌરે કહી રહ્યા છે. હવે આગળ શું બનશે તેનાં ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૮ આસો સુદ ૧૨ ને સેમવાર
તા. ૪-૧૦–૭૬ આત્મતત્વના છેત્તા, કર્મગ્રંથીના વેત્તા, અને મોક્ષમાર્ગનાં નેતા એવા આગમકાર સર્વજ્ઞ ભગવંતે ભવ્ય પ્રાણીઓનાં હિત માટે ઉપદેશ આપતાં કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ! તમે જાગૃત બને. નચિંતામણી જે આ માનવ જન્મ મળે છે. તે તેને સદુપયોગ કરે. તમે પ્રમાદમાં પડીને લાભ કેમ જતો કરે છે? દુર્ભાગ્ય વશ બનીને અમૂલ્ય ચિંતામણી રતનને માટીમાં રગદળી રહ્યાં છે. જેમ રત્ન