________________
શારદા વિખર જાય છે ને મને શા માટે હેરાન કરે છે? તું જલદી મારા માથેથી જટા ઉપાડી લે. મારાથી સહન થતું નથી. હું હમણાં મરી જઈશ. મારી ખોપરી તૂટી જાય છે. (હસાહસ) પણ પ્રદ્યુમ્નકુમાર જટા ઉપાડતા નથી. ત્યારે વધુ ગુસ્સે થઈને નારદજીએ કહ્યું. નાદાન છે કરા! મારે તને વધુ શું કહેવું? પણ સાંભળ, તારી માતા રૂક્ષમણી મને પિતા સમાન માને છે. તારા પિતા મારે આદર સત્કાર કરે છે. બધા યાદ સેવકની માફક મારી સેવા કરે છે. તેમાં દેવતાની માફક મારી પૂજા થાય છે. અને તું નિર્દય બનીને મને શા માટે આકુળ-વ્યાકુળ કરી રહ્યો છે?
પ્રદ્યુમ્નકુમારની આવી મશ્કરીથી નારદજીને ગુસ્સો આવ્યો પણ અંદરથી હર્ષ થાય છે કે મારી રૂક્ષમણીને નંદ કે હોંશિયાર છે. કેઈથી દબાય તેમ નથી. કારણ કે તેમને રાગ છે ને? જેના પ્રત્યે રાગ હોય છે તેની ગાળ પણ ગેળ જેવી ગાળી લાગે છે ને મશ્કરી મીઠી લાગે છે. જે આ જગ્યાએ બીજા કેઈએ આવું કર્યું હોત તે નારદજી તેને બતાવી દેત. હવે નારદજી અકળાઈ ગયા છે. પ્રદ્યુમ્નકુમાર શું કરશે તેના ભાવ અવસરે.
- વ્યાખ્યાન નં. ૮૭ આસે સુદ ૧૧ ને રવિવાર
તા. ૩–૧૦–૭૬ ત્રણે લોકમાં પ્રકાશ કરનારા, વિશ્વ વત્સલ, વિશ્વવિજેતા, કરૂણાસાગર ભગવતે જગતના જીવે ઉપર અપાર કરૂણાને ધોધ વહાવી સિધાંતની વાણી પ્રરૂપી, સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિધ્ધ થયેલી વાણી તેનું નામ સિધ્ધાંત. જેમ રેગથી કંટાળેલે માણસ વૈદને શોધે છે, તરસથી આકુળ વ્યાકુળ થયેલે માનવી પાણીને શોધે છે, અને ભૂખથી પીડાતે માનવી ભેજનને શોધે છે તેમ જન્મ-જરા અને મરણના દુખથી ત્રાસ પામેલે જિજ્ઞાસુ જીવ દુઃખને મટાડનાર સદૂગુરૂને શેાધે છે. કારણ કે સદૂગુરૂઓ વીતરાગ વાણીનું મંથન કરી તેમાંથી તત્વ તારવીને જિજ્ઞાસુ જેને જ્ઞાનામૃતનું પાન કરાવે છે. સંસારની અસારતાનું ભાન કરાવે છે. તેનાથી ભવ્ય જીવે બાધ પામીને જન્મ-મરણનાં દુખ ટાળી શાશ્વત સુખના સ્વામી બને છે.
મહાન પુણ્યોદયે આપણને જિનશાસન મળ્યું છે. અને જિનેશ્વર ભગવંતની વાણી સાંભળવા મળી છે. પણ જીવને હજુ તેની કિંમત સમજાણી નથી. આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે કેઈ પણ ચીજ કેઈને આપવી હોય તે તેની કિંમત સમજાવીને આપવી. જ્યાં સુધી વસ્તુની કિંમત સમજાતી નથી ત્યાં સુધી તેને સદુપયોગ થતું નથી. તમને એક ન્યાય આપીને સમજાવું. કેઈ ફરપતિ પિતા