________________
શા શિખર સરવર શોભતું નથી. ભાવ વિનાનું દાન નકામું છે. અને જ્ઞાન વિનાના માનવીનું જીવતર નકામું છે. તેમ છે પુત્ર! તારા વિના અમારા ભવ્ય રાજમહેલ અને આ નગરી સૂની પડશે. તારા વિનાનું અમારું જીવતર ધૂળ છે. તારા વિના અમે કેવી રીતે જીવી શકીશું? આમ કહીને કાળા પાણીએ રડે છે. નગરજનોને ખબર પડી કે પ્રધુમ્નકુમાર જાય છે તે લેકે પણ દેડીને આવ્યા. સૌની આંખમાં આંસુ ઉભરાયા. માતા, પિતા અને ભાઈઓ રહે છે. પ્રદ્યુમ્નકુમાર સૌને સમજાવે છે. પણ હજુ એકબીજાને છૂટા પડવાનું મન થતું નથી. સનેહ ભૂલાતો નથી. પણ નારદજીને હવે જલ્દી જવાની ચટપટી લાગી છે એટલે કહે છે તે પ્રદ્યુમ્નકુમાર ! હવે જલ્દી કરે. સમય થઈ ગયો છે. પ્રદ્યુમ્નકુમારે બધાને સંતોષ આપી શાંત કરીને કહ્યું હવે હું ફરીને આવીશ. એમ કહીને નેહનાં બંધન તેડી સૌની વિદાય લઈને પિતાની બે પત્નીઓને લઈને ત્યાંથી નીકળી ગયા ને નારદજી પાસે આવીને તેમને પ્રણામ કરીને પૂછયું-ષિશ્વર ! અહીંથી દ્વારકા નગરી કેટલી દૂર છે ? ત્યારે નારદજીએ કહ્યું–બેટા ! દ્વારિકા નગરી નજીક નથી. આ તે વૈતાઢય પર્વત છે. અહીં તે બધા બેચર-વિદ્યાધરો વસે છે. માનવીનું તે નામનિશાન નથી. અહીંથી પગપાળા તે કેઈથી જઈ શકાતું નથી. પણ તેથી તારે ચિંતા કરવાની જરૂર નથી. હું વિમાનની રચના કરું છું તેમાં બેસીને આપણે દ્વારિકા પહોંચી જઈશું. નારદજીના મનમાં ફાંકો હતો કે મારા જેવી કેઈની પાસે શક્તિ નથી, પણ એને ખબર નથી કે આ રૂકમણીને જાયે કે શક્તિશાળી છે !
“પ્રધન કમારે નારદજીની કરેલી મીઠી મજાક –પ્રદ્યુમ્નકુમારને કૌતુક કરવું, કેઈની મજાક ઉડાવવી બહુ ગમતી હતી એટલે તેણે નારદજીને હસતાં હસતાં કહ્યું કે આપ જલ્દી વિમાન બનાવે. હું જોઉં તે ખરે કે તમે કેવું વિમાન બનાવ છે ? નારદજીએ અનેક ઘૂઘરીઓથી શોભતું સુંદર વિમાન રચ્યું. તે જોઈને પ્રદ્યુમ્નકુમારે પૂછયું કે આ વિમાન આપણે બધાને ભાર ઉપાડી શકશે ? નારદજીના મનમાં થયું કે આ નાનકડો છોકરો શું સમજે ? એને ક્યાંથી ખ્યાલ આવે કે આ વિમાન કેટલું મજબૂત છે ! નારદજીએ હસતાં હસતાં કહ્યું તને આ વિમાનના સ્વરૂપની ખબર નથી. આપણાં બંનેને ભાર આ વિમાન માટે આ આકડાના ફુલ જેટલું છે. આ વિમાનમાં હજારો શું લાખ મણ ભાર મૂકવામાં આવે તે પણ તૂટી શકતું નથી. ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું કે જે એમ છે તે હું એ વિમાનમાં બેસું છું. એમ કહીને પ્રદ્યુમ્નકુમારે જે તેના ઉપર પગ મૂકો કે તે વિમાન તડ તડ કરતું તૂટી ગયું. એટલે હસતો હસતો નારદજીને કહે છે જુએ, મુનિશ્વર! મેં તો ફક્ત એક પગ મૂકો ત્યાં આપનું વિમાન તૂટી ગયું તો એમાં બેસીને આપણે દ્વારિકા નગરી કેવી રીતે પહોંચશું? હું એમ માનતો હતો કે આપ ખૂબ જ્ઞાની છે. આપના જ્ઞાન