________________
વારા લિબર નારદજી કહે છે બેટા ! જલદી કર. ત્યારે ફરી ફરીને માતા પિતાના સામું જેતે તેમને વંદન કરીને જવા માટે પગલું ભરે છે. ત્યાં કનકમાલા કહે છે બેટા ! તું અમને મૂકીને ક્યાં જાય છે?
પ્રધુમ્ન જતાં માતાપિતાને કલ્પાંત” :- પ્રદ્યુમ્નકુમારને તે જોઈને કનકમાલા પિતાની ભૂલને પશ્ચાતાપ કરતી છાતી ફાટ રૂદન કરવા લાગી અને કાલસંવર રાજા તે બેભાન થઈને પડી ગયા. આ દશ્ય જોઈ પ્રદ્યુમ્નકુમાર કહે છે કે મારા માતા-પિતા ! તમે શા માટે રડે છે ? ઝૂરે છે? હું સદાને માટે તમારે દીકરો છું. હું ભલે દ્વારિકા જાઉં છું ત્યાં મને મારા માતા-પિતા મળશે પણ હું તમને કદી ભૂલવાને નથી, ત્યારે રડતા હૃદયે રાજા કહે છે દીકરા ! અમે તે મહાન પાપી છીએ. મેં બાપ થઈને તારી સામે લડાઈ કરી. સારી નગરીએ જાણ્યું કે બાપ બેટા યુધે ચઢયા, હવે હું ક્યા મોઢે તને કહું કે તને નહિ જવા દઉં. તારી માયા મૂકાતી નથી અને તને જવા દેવાનું મન થતું નથી, પણ અમારી સ્થિતિ એવી થઈ છે કે તને ભૂલ કેવી રીતે? ન છૂટકે તને વસમી વિદાય આપવી પડે છે. તને વિદાય આપતાં અમારું મન માનતું નથી. અમે તેને રોકવા ગમે તેટલું કરીએ છતાં તું રહેવાનું નથી. બંને જણ અશ્રુભરી આંખે કહે છે બેટા ! તું સુખી થા. અને દીર્ધાયુષ બન. તારા માતા-પિતાની ખૂબ સેવા કરજે ને અમને યાદ કરજે. એવા અમે અંતરના તને આશીષ આપીએ છીએ. માતા-પિતાએ આશીર્વાદ આપ્યા. ત્યાં તેના બધા ભાઈઓ આવ્યા.
વજ મુખ આદિ ભાઈઓને ખબર પડી કે પ્રદ્યુમ્નકુમાર જાય છે. એટલે ત્યાં આવીને કહે છે એ અમારા લાડીલા વીરા મદનકુમાર! તું અમને છેડીને ક્યાં ચાલ્યો ? આટલું બોલતાં તેમની આંખમાં આંસુ આવી ગયા ને કહેવા લાગ્યા. તારા વિના અમને ગમશે નહિ. તારા વિના અમે કોની સાથે ફરવા જઈશું ? જે ભાઈઓ તેને મારવા ઉઠયાં હતાં તે રડી પડયા. આ કુમાર પ્રદ્યુમ્નકુમાર જાય છે તેથી અંદરથી ખુશ હતાં કે એ જશે એટલે અમે સુખેથી રાજ્ય કરીશું. પણ ઉપરથી મીઠાં શબ્દ બેલતાં પ્રદ્યુમ્નકુમારને ભેટી પડયા ને વિદાય આપી. ભાઈઓને પ્રેમ નકલી હતો પણ માતા-પિતાને પ્રેમ શુધ હતા. તેઓ બેલે છે બેટા ! તું કે પરાક્રમી છે! તારામાં ગુણે કેટલા છે ! તું ક્ષણવાર અમને ભૂલાશે નહિ. તારા વિના અમને સૂનું લાગશે.
હે પ્રદ્યુમ્નકુમાર ! તેં તે તારા ગુણે અને પરાક્રમથી અમારું અને આખા નગરીના લોકોનું મન હરી લીધું છે. તારા વિનાનું અમારું જીવન કેવું છે? જેમ મસ્તક વિનાનું શરીર, નાક વિનાનું મુખ, પાંદડા વિનાની વેલ અને પાણી વિનાનું