SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ શારદા શિખર સ્વસ્થ અને લાંબુ આયુષ્ય મળ્યું તેમજ પુદયથી જ્ઞાન-દર્શનની પણ પ્રાપ્ત થઈ તે ચારિત્ર્ય પાળવું કઠીન લાગ્યું. હવે સમજાય છે કે કેટલા કષ્ટ વેઠયાં ત્યારે આત્મકલ્યાણ કરવા માટે માનવભવને મોકે મળે છે તેને વિષય વાસનાના ગુલામ બની વ્યર્થ ગુમાવો નહિ. : જેમને માનવભવની મહત્તા સમજાઈ ગઈ છે તેવા અરહનક પ્રમુખ વહેપારીઓએ મલ્લીકુમારીના આશ્ચર્યકારી રૂપની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે રૂપ તે ઘણાંનું હોય છે પણ આનું રૂપ તે અલૌકિક છે. તેના રૂપનું તેજ વીજળીના ઝબકારાની જેિમ અમારી નજર સમક્ષ તરવરે છે. રૂપ ઘણાંના હોય પણ નમણાશ નથી હોતી. રૂપ અને નમણુશ હોય તો તેવા ગુણે નથી હોતા. ગુણ વિનાનું રૂપ ફિકકું લાગે છે. પણ આ મલીકુમારીમાં તે રૂપ, નમણાશ અને ગુણને ત્રિવેણી સંગમ છે. તેમાં અમે અર્પણ કરેલાં કુંડલ તેના કાનમાં એવા શોભી ઉઠયા કે ન પૂછો વાત. આ પ્રમાણે કહેતાં અરહ-નક પ્રમુખ વહેપારીઓનાં મુખ ઉપર હર્ષ સમાતું ન હતું. ચંદ્રછાય રાજા અને મલીકુમારીને પૂર્વ ત્રીજા ભવને સ્નેહ છે. મહાબલ રાજાના ભાવમાં સાત મિત્રેએ સાથે સંયમ લીધે, સાથે સાધના કરી અને કાળધર્મ પામીને બધા જયંત વિમાનમાં ઉત્પન્ન થયાં હતાં. ત્યાંથી આવીને સૌ અલગ અલગ દેશમાં જનમ્યા. અને અરહનક આદિ વહેપારીઓનાં મુખેથી મલ્લીકુમારીના રૂપની પ્રશંસા સાંભળીને તેના દિલમાં ઝણઝણાટી પેદા થવા લાગી કે અહે! તેનું નામ સાંભળી રહ્યો છું ! એ મલીકુમારી કેવી હશે ? જેમ યુધ્ધનાં રણશીંગાનો નાદ સાંભળીને હાથી પિતાનું બળ એકત્ર કરી યુધમાં વિજય મેળવવા માટે સવાર થઈ જાય છે તેમ મલ્લીકુમારીનું નામ સાંભળીને ચંદ્રછાય રાજાના હૃદયમાં તેના પ્રત્યે પ્રેમ ઉભરાય. પૂર્વને સનેહ જાગૃત થયે એટલે તેણે પિતાના ખાસ દૂતને બેલા ને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમારે ધન, સૈન્ય વિગેરે જે વસ્તુઓની જરૂર હોય તે બધી ચીજો લઈને તમે મિથિલા નગરીમાં જાઓ ને ત્યાં જઈને કુંભક રાજાની પાસે મારી સાથે મલીકુમારીને પરણાવવાની માંગણી કરે. ત્યાં રાજા એમ કહે કે મારી પુત્રીને પરણવું હોય તે આખું રાજ્ય મલીકુમારીને અર્પણ કરવું પડશે તે તેમ કહેજે કે મલ્લીકુમારી માટે ચંદ્રછાય રાજા રાજ્ય આપવું પડશે તે આપવા તૈયાર છે. પણ મલ્લીકુમારી મને મળે તેમ કરજે. આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી દૂત હર્ષિત થશે. અને સૈન્યને લઈ ત્યાંથી રથમાં બેસીને મિથિલા નગરી તરફ જવા રવાના થયે. જેમ રાજાને મલ્લીકુમારીની લગની લાગી તેમ જે આ જીવને એવી લગની લાગે કે હવે મારે ભવમાં ભમવું નથી. જલદી મેક્ષમાં જવું છે. મોક્ષ મેળવવા માટે જે કરવું પડે તે કરવા તૈયાર છું તે તાકાત છે કે તે સંસારમાં ઉભો રહે ! ૧૦૧
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy