________________
૭૯૬
શિર ઉપર છે. તે એને તારે બનાવવા લાલચથી વિદ્યા આપી દીધી છે, તું જ કુલટા છે ને તે જ આ ધાંધલ મચાવ્યું છે. એમ રાણીને ઠપકે આપી નિરાશ થઈને રાજા પાછા યુધ્ધ કરવા આવ્યા. ફરીને રાજા તેની સામે લડવા લાગ્યા. ત્યારે પ્રધુમ્નકુમારે તેને નાગપાશથી બાંધી દીધે.
નારદઋષિનું આગમન” – પિતા અને પુત્ર બંને યુધ્ધ કરતાં હતાં તે સમયે નારદજી ત્યાં આવી પહોંચ્યા, ને તેમણે કહ્યું કે હે પ્રધુમ્નકુમાર ! તું તેની સાથે યુદ્ધ કરે છે? આ તારા ઉપકારી પિતા છે. તેમની સામે તારાથી યુધ્ધ કરાય નહિ. આ તારી બાળક બુદ્ધિ છેડી દે ને તારા પિતાને તું નાગપાશના બંધનથી મુક્ત કરી દે. પ્રદ્યુમ્નકુમાર ખૂબ સમજુ હતું, તેને આમ પિતા સાથે લડવું ગમતું ન હતું. તે સમજતા હતા કે વૃક્ષ ગમે તેટલું ઉંચું હોય પણ કંઈ આકાશને ભેદી શકતું નથી, તેમ હું ગમે તેટલે બળવાન અને બુદ્ધિશાળી હેઉ પણ કપાળથી નાક નીચું તે નીચું છે તેમ હું પિતાજી પાસે સદા નાને છું, પણ પ્રસંગ એ. બન્યું એટલે લડવું પડયું.
જેમ આંબા ઉપર કેરી આવે છે ત્યારે આંબે કેરીના ભારથી નમી પડે છે, દ્રાક્ષ, આંબલી, સંતરા વિગેરે ફળ આવતાં તેનાં વૃક્ષે ભારથી નીચા નમી જાય છે. અને કુળવાન હાથી અને ઘડો પણ તેને માલિકના ચરણમાં નમી પડે છે તેમ પરાક્રમી, હોંશિયાર, વિનયવંત મદનકુમાર કાલસંવર રાજાના ચરણમાં નમી પડે. અને તરત રાજાને નાગપાશના બંધનથી મુક્ત કર્યા. અને યુદ્ધ બંધ કરી રાજા પિતાના મહેલમાં તેમનાં પુત્ર-પરિવાર અને સૈન્યની સાથે ચાલ્યા ગયા.
પ્રધુમ્નકુમારનું પરાક્રમ, વિનય, નમ્રતા, બુદ્ધિ આ બધાં ગુણે જોઈને નારદજીની છાતી ગજગજ ફુલવા લાગી. તરત તેની પાસે આવીને તેને ભેટી પડયાં ને કહ્યું- બેટા ! ધન્ય છે તારી જનનીને! ત્યારે પ્રધુમ્નકુમારે તેમના ચરણમાં પડી નમન કર્યું ને ગળગળા થઈને કહેવા લાગ્યું. હે મુનિરાજ! તમે આવીને યુધ્ધ બંધ કરાવ્યું. મારા પિતાજી તે ચાલ્યા ગયા. હવે આ જગતમાં મારું કેણ છે? જેમને મેં મારા સર્વસ્વ માન્યા હતા તે મારા-પિતા તે મારા શત્રુ બની ગયા છે. હવે હું ક્યાં જાઉં ને શું કરું? ત્યારે નારદજીએ કહ્યું- બેટા! તું શા માટે ગભરાય છે? તારે તે ઘણું બધાં છે. તારા જેવું તે જગતમાં કઈ ભાગ્યશાળી નથી. પણ તે જન્મ ધરીને કાલસંવર રાજા પિતા અને કનકમાલા માતાને જોયાં છે એટલે એમ થાય છે કે મારું કઈ નથી પણ સાંભળ.
તુમસા સભાગી નહિ જગત મેં શ્રીકૃષ્ણ સા તાત, : રૂકમણી સી ગુણવાન માતા તુમ, યદુવંશ વિખ્યાત-, શ્રોતા,