________________
દ્વારા શિખર
હે મહારાજા ! અમે મલીકુમારીના રૂપની શું વાત કરીએ ? એના જેવું અલૌકિક રૂપ અમે આજ સુધીમાં કયાંય જોયું નથી, અમારી સામે એના જેવી બીજી કે ઈ દેવકન્યા, અસુરકન્યા, નાગકન્યા યક્ષકન્યા, ગંધર્વકન્યા અથવા રાજકન્યાને જોઈ નથી કે એવી વિદેહ રાજવરકન્યા મલીકુમારી જેવી આશ્ચર્ય રૂપ હોય!
આ રીતે અરહના પ્રમુખ સાંયાત્રિકના મુખેથી મલ્લીકુમારીના રૂપનું આશ્ચર્ય સાંભળીને ચંદ્રછાય રાજાએ અરહના પ્રમુખ તિવણિકના વસ્ત્ર વિગેરે આપીને સત્કાર કર્યો. તેમજ મધુર વચનો વડે તેમનાં ખૂબ વખાણ કર્યા. ત્યાર બાદ રાજકીય કર માફ કરીને તેમને વિદાય કરતી વખતે કહ્યું કે “મારા તમામ રાજકર્મચારીઓએ અરહનક વિગેરે વહેપારીઓ પાસેથી કાવિયના વ્યવહારમાં રાજકીય કર લે નહિ.” આવું આજ્ઞાપત્ર લખી આપ્યું. ત્યારપછી અરહનક પ્રમુખ વણિક જનનાં મુખેથી સાંભળેલા વચનેથી મલ્લીકુમારી ઉપર ચંદ્રછાય રાજાને પ્રેમ ઉત્પન્ન થયા. અને તેમણે તરત દૂતને બેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે મિથિલા નગરીમાં જઈને કુંભક રાજાને કહો કે તમારી પુત્રી મલ્લીકુમારીને ચંદ્રછાય રાજા ચાહે છે. જે તમારી પુત્રી મારું આખું રાજ્ય માંગશે તે હું તેને આખું રાજ્ય સમર્પણ કરવા તૈયાર છું.
ચંદ્રગ્ઝાય રાજાને મલ્લીકુમારી સાથે પૂર્વને નેહ છે એટલે તેનું નામ સાંભળતાં તેના પ્રત્યે અનુરાગ જાગે. તેને નજરે જોઈ પણ નથી, વહેપારીઓના મુખેથી તેનાં રૂપ અને ગુણની પ્રશંસા સાંભળીને તેને પરણવાની ઈચ્છા થઈ. મલીકુમારીને મળવા માટે તલસાટ જાગે. ચંદ્રછાય રાજાએ મલ્લીકુમારીને મળવા માટે એકેક ક્ષણ વસમી લાગી. તેથી ચંદ્રછાય રાજાને દૂત મિથિલા રાજધાનીમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર :- પ્રદ્યુમ્નકુમાર સાથે યુદ્ધ કરતાં કાલસંવર રાજાનું સૈન્ય વેરણ છેરણ થઈ ગયું. એટલે તેમણે વિચાર્યું કે રાણી પાસે રહીશું અને પ્રજ્ઞપ્તિ એ બે વિદ્યાઓ છે તે લઈ આવું. આ વિચાર કરીને તે પ્રધાનને લશ્કર સોંપી કનકમાલા રાણી પાસે આવ્યા અને કહ્યું–મારે પ્રદ્યુમ્ન સામે યુદ્ધ કરવા માટે વિદ્યાની જરૂર પડી છે માટે મને જહદી વિદ્યા આપ. ત્યારે રાણીએ ધીમા અવાજે કહ્યું કે મારી પાસે વિદ્યા નથી. મને પ્રધુમ્ન ખૂબ વહાલે હતો તેથી નેહવશાત તેની રક્ષા ખાતર મેં તેને વિદ્યા આપી દીધી છે. મને ખબર ન હતી કે તે આવું કરશે. નાથ! હવે શું કરું? એમ કહીને રડવા લાગી. રાણીની વાત સાંભળીને રાજાએ કહ્યું કે તને પ્રદ્યુમ્નકુમાર ગમે તેટલે વહાલ હ પણ તેને તું વિદ્યા આપી દે તેવી નથી, પણ તે જે તેને વિદ્યા આપી છે તે તેમાં નકકી ભેદ છે. નક્કી તું બગડી