________________
શારદા શિખર
૭૮૮ બીજા કુમારોએ કહ્યું કે આપણાં પ્રધુમ્નકુમાર ભાઈ ખૂબ શુરવીર છે. તે પહેલ કરે. પ્રદ્યુમ્નકુમાર કહે કઈ વાંધો નહિ. હું તૈયાર છું. પ્રદ્યુમ્નકુમાર વૃક્ષ ઉપર ચઢીને વાવમાં પડવા તૈયાર થયે એટલે તેની પાસે રહેલી વિદ્યાઓએ કહ્યું કે આ લેકે તમને વાવમાં ડૂબાડીને મારી નાંખવા માટે આ માયા રચી છે. માટે તમે તમારું અસલ રૂપ ગુપ્ત કરીને બીજું રૂપ બનાવી વાવમાં પડે. એટલે પ્રદ્યુમ્નકુમારે વિદ્યાના બળથી પિતાના જેવું રૂપ બનાવીને વૃક્ષ ઉપરથી વાવમાં પડ. પછી પિતે વાવમાં નાન કરીને બહાર નીકળે હોય તે રીતે પિતાનું અસલ રૂપે પ્રગટ કર્યું ને કહ્યું ભાઈએ હું સ્નાન કરીને આવ્યા. હવે તમે પણ સ્નાન કરવા વાવમાં પડે. એટલે કાલસંવર રાજાના વા મુખ આદિ પુત્રો વાવમાં કૂદી પડ્યા. ત્યારે મદનકુમારે વિદ્યાના બળથી એક વિદ્યાધર પુત્રને રાખીને બીજા બધાને વાવમાં નીચે માથું ને ઉપર પગ તે રીતે ઉલટાવીને સ્વૈભિત કરી દીધા. આ બધું જોઈને જે કુમાર બાકી હતું તે ગભરાઈ ગયો ને દેડતા જઈ કાલસંવર રાજાને સમાચાર આપ્યા.
આ વાત સાંભળી રાજાને ખૂબ ગુસસે આવ્યો. એને મારવા માટે રાજા પિતે ચતુરંગીણી સેના લઈને ધમધમ કરતું આવ્યું. ત્યારે પ્રધુમ્નકુમારે પણ વિદ્યાના બળથી સિન્ય વિક્રોવ્યું. આ જોઈ રાજાને થયું આની પાસે સૈન્ય તે છે નહિ ને આટલું સૈન્ય કયાંથી લાવે ? હિંમત કરી રાજા એની સાથે લડવા લાગે તે થડીવારમાં રાજાનું સૈન્ય છિન ભિન કરી નાંખ્યું. ૦ ભાગનું સૈન્ય રહ્યું નહિ. એટલે રાજા ગભરાયે, રાજાએ પ્રધાનને કહ્યું કે હવે આપણું બળ કામ નહિ આવે. માટે તમે હમણાં આ સૈન્યને સંભાળે. હું રાણી પાસે બે વિદ્યાઓ છે તે લઈને જલદી પાછી આવું છું. વિદ્યાના બળથી આપણે તેને જીતી શકીશું. એટલે રાજા પ્રધાનને સૈન્ય સોંપીને વિદ્યા લેવા માટે કનકમાલા રાણી પાસે જશે.
આજે આયંબીલની ઓળીને બીજો દિવસ છે. આજે આપણે સિધ ભગવંતેના ગુણેનું સ્મરણ કરીને સિધ્ધપદની પ્રાપ્તિ કરવા માટેની આરાધના કરવાની છે. આજે જેટલો સમય મળે તેટલું સિદધ ભગવંતના ગુણનું, તેમના સ્વરૂપનું ચિંતન -મનન કરવું. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૮૫ આસો સુદ ૯ ને શુક્રવાર
તા. ૧-૧૦-૭૬ રાગ-દ્વેષના વિજેતા, મેક્ષ માર્ગના પ્રણેતા અને આગમના આખ્યાતા એવા સર્વજ્ઞ ભગવંતોએ વિશ્વના ખૂણે ખૂણે વિચરી, જગતનાં અનેક ભવ્ય જીને પ્રેરણાનાં