SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર શ્રાવક તેમજ બીજા બધાં વહેપારીએ રાજાને ભેટ આપવા માટે મૂલ્યવાન રત્ન, આભૂષણે લઈને મિથિલા રાજધાનીમાં આવ્યા. "अणुपविसित्ता जेणेव कुंभए तेणेव उवागच्छन्ति, उवागच्छित्ता करवल है મા ફુડ ” ત્યાં જઈને તેઓ કુંભક રાજા હતા ત્યાં પહોંચ્યાં ત્યાં પહોંચીને તે બધા વહેપારીએાએ રાજાને બંને હાથની અંજલિ બનાવીને તેને મસ્તકે મૂકીને નમન કર્યા. પછી સાથે લાવેલાં રત્ન વગેરે ઉપહાર તેમજ કુંડળે તેમણે રાજાને ભેટ ધર્યા. પરદેશી વહેપારીઓએ જે અમૂલ્ય રત્ન તથા દિવ્ય કુંડળ ભેટ આપ્યા તેને કુંભક રાજાએ સહર્ષ સ્વીકાર કર્યો. ઘણાં મૂલ્યવાન રને આપ્યાં પણ આ બધામાં કુંડળની જોડી રાજાને ખૂબ પસંદ પડી. અહે! આજ સુધી ઘણું મંડળ જોયા પણ આવા કુંડળ મેં જોયા નથી. શું તેનું તેજ છે ! શું તેને ઘાટ છેઆ કુંડળ મારી લાડીલી પુત્રી મલ્લીકુમારીને પહેરાવું. તેના કાનમાં શોભી ઉઠશે એમ વિચાર, કરી કુંભક રાજાએ પિતાની પુત્રી મલ્લીકુમારીને તે જ વખતે ત્યાં લાવી. બેલાવીને ફિર છું ગુયરું મgીપ વિઠ્ઠ જાનવર કાના વિધા તે દિવ્ય કુંડળે વિદેહ રાજવર કન્યા મલીકુમારીને પહેરાવ્યા. પહેરાવીને તેને તેની સાથે ત્યાંથી કન્યાને અંતઃપુરમાં પહોંચાડી. કુંભકરાજાની સભામાં મલ્લીકુમારી આવીને ચાલી ગઈ. ત્યારે જાણે વીજળીને ઝબકારે ન થયે હેય ! તે ઝબકારે થયે. મલલીકુમારીને જોઈને અરહનક આદિ પરદેશી વહેપારીઓ થંભી ગયા. અહ ! આપણે આ શું જોયું? શું મલલીકુમારીનું તેજ છે! શું તેનું રૂપ છે. આ કિન્નરી છે? વિદ્યાધરી છે! ઉવશી કે અપ્સરા ! આનું રૂપ જ કઈ અલૌકિક છે. આવું દિવ્યરૂપ આ પૃથ્વી ઉપર અત્યાર સુધી કેઈનું આપણે જોયું નથી. મલ્લીકુમારીનું રૂપ જોઈ સૌ સભાજને આશ્ચર્યમાં પડી ગયા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર –કનકમાલા રાણીએ બરાબર સ્ત્રી ચરિત્ર ભજવ્યું. એણે શું શું કરું તે વાત ગઈ કાલે કહેવાઈ ગઈ છે. એણે બરાબર ભવાઈ ભજવી અને બૂમ પાડી દેઓદેડો.ઠગ મને ઠગીને ભાગી ગયો છે. આમ બોલીને રાણી જોરજોરથી રડવા લાગી. એટલે તરત કાલસંવર રાજા, પ્રધાન વિગેરે બધા દેડીને આવ્યા ને પૂછયું. રાણીજી ! તમારી આવી દશા કેણે કરી ? ત્યારે કનકમાલાએ કહ્યું-સ્વામીનાથ! જેને પુત્ર સમાન ગણીને મેં પાલન કર્યું, લાડ લડાવ્યા ને જેનું પાલનપોષણ કર્યું તે નીચ છોકરે મારા ઉપર કુદૃષ્ટિ કરવા ઉઠશે. સપને દૂધ પીવડાવ્યું પણ બધું ઝેર રૂપે પરિણમ્યું. નાથ ! આપ આ મારા અંગોપાંગ જોઈને સમજી શકો છે કે તે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy