________________
શારદા શિખર
૭૮૦ નથી. કે તર્કવિતર્ક કરવાની શક્તિ પ્રાપ્ત કરવાની જરૂર નથી. એને માટે તે વીતરાગ વચન ઉપર શ્રદ્ધા કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે હિંસા-જૂઠ-ચેરી–અબ્રહ્મચર્યપરિગ્રહ તેમજ રાગ-દ્વેષાદિ કષાયોને ત્યાગ કરી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, કરૂણા, પ્રેમ, ધ્યાન, ચિંતન, મનન અને યથાશક્તિ વ્રત નિયમનું પાલન કરવાની જરૂર છે.
જેમણે આત્મિક ગુણોરૂપી ઝવેરાતને પારખી લીધું છે તેવા આત્માના સાચા ઝવેરી અરહનક શ્રાવક જારદરિયામાં કપરી કસોટીમાંથી પસાર થઈ ગયા. એ સાચા આત્માનાં ઝવેરી બનીને વહેપાર કરવા જઈ રહ્યા છે. દેવે માફી માંગી અને બે જોડી દિવ્ય કુંડળ તેમને ભેટ આપીને દેવ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં ચાલે ગયે. આ અરહનક શ્રાવક મૃત્યુલોકને માનવી હતા ને? અને તમારા જે વહેપારી હતું ને તમે પણ વહેપારી છે છતાં તમારામાં એના જેવી શક્તિ છે? તમે આવી શક્તિ મેળવવા માટે પ્રયત્ન કરો. દેવના ગયા પછી અરહ-નક પ્રમુખ વણિકેએ વહાણનાં લંગર છેડી નાંખ્યા. અને દક્ષિણ દિશામાં અનુકૂળ પવનની સહાયથી તેમનાં વહાણ ચાલ્યા. સમુદ્રની સહેલ કરતાં કરતાં મિથિલા નગરીની બહાર દરિયા કિનારે જ્યાં ગંભીરક નામે વહાણને લાંગરવાનું બંદર હતું ત્યાં બધા વહેપારીઓ આવી પહોંચ્યા.
વહેપારી કેને કહેવાય? જે કય-વિજ્ય કરે એટલે કે પિતાની પાસે રહેલે માલ વેચે ને ન માલ ખરીદે તે વહેપારી કહેવાય. અરહનક પ્રમુખ બધાં વહેપારીઓએ વહાણને દરિયા કિનારે ઉભા રાખીને લંગર નાંખ્યા. એટલે કે દેરીઓથી સારી રીતે બાંધી દીધા. ત્યાર પછી નાની ગાડીઓ તથા મોટાં ગાડાઓને દેરીઓ વિગેરે સાધનોથી સજજ કર્યા. પછી તેમણે ગણિમ, ધરિમ, મેય, અને પરિચ્છેદ્ય રૂપ ચાર પ્રકારની વેચાણની વસ્તુઓને વહાણમાંથી ઉતારીને ગાડીઓમાં સામાન ભર્યા પછી તેમણે ગાડીઓ અને ગાડાઓ જોતર્યા. જોતરીને જ્યાં મિથિલા નગરી હતી
ત્યાં ગયા. ત્યાં પહોંચીને તેમણે મિથિલા રાજધાનીમાં જવા માટે તે મહાપ્રજનની સિદ્ધિ માટે મહાન પુરૂષોને યોગ્ય મૂલ્યવાન રત્ન વિગેરેની ભેટ તથા દેવે આપેલાં બંને કુંડળે જે રાજાને ગ્યા હતાં તે સાથે લીધા. લઈને તેઓ બધા મિથિલા રાજધાનીમાં ગયા.
મિથિલા નગરીના કુંભક રાજા ખૂબ ન્યાય નીતિવાન છે. વહેપારીઓ જે નગરમાં વહેપાર કરવા માટે જાય તે નગરના રાજા ન્યાયપ્રિય અને ઉદાર હોય તે પરદેશી વહેપારીઓને વહેપાર કરવામાં સુગમતા રહે છે. અને જે નગરમાં બીજા નગરના વહેપારીએ વહેપાર કરવા જાય તે રાજાને પરવાનો મેળવે જોઈએ. એ