SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ શારે ધખર તપ જપ મોતી ધ્યાન પન્ના નય લસનીયા, અભયદાન પુખરાજ હી નિરખીલે, પૂરણ ભરીહેજિન ધરમ મંજૂસ યહ, એ રેજીવ જોહરી જવાહર પારખી લે. આ પદમાં કેટલા સુંદર ભાવ ભર્યા છે. કવિ કહે છે કે હે જીવ રૂપી ઝવેરી ! તારી અંદર જૈન ધર્મરૂપી દુર્લભ રત્નથી ભરેલી પિટી રહેલી છે. તેને લાભ લેવાનું છેડીને તું બહાર કાચના ટુકડા શા માટે શેતે ફરે છે? તારા અંદરમાં રહેલાં રત્નની પારખ કરીને તેમાંથી ઈચ્છિત લાભ લઈ લે. આ ધર્મરૂપી પેટીમાં કયા ક્યા રત્ન રહેલાં છે? સંયમરૂપી હીરા છે નિયમ રૂપી નીલરત્ન છે, વ્રત રૂપી વિદ્યુમન છે, વૈરાગ્યરૂપી ગોમેદ રત્ન છે, જ્ઞાન રૂપી માણેક છે, ત૫-જપ રૂપ સાચા મિતી છે, ધ્યાન રૂપ પન્ના છે અને નય રૂપી લસનિયા રતન છે અને અભયદાન રૂપી પિખરાજ છે.. - જ્ઞાનીઓ કહે છે કે હે જીવ રૂપી ઝવેરી! તું મનુષ્ય છે, પશુ નથી. પશુ ગમે તેટલે બળવાન હોવા છતાં કદી રત્નની પરીક્ષા કરી શકતા નથી. પણ તું તે ઝવેરાતની પારખ કરી શકે છે. છતાં તારા પિતાનામાં ધર્મરૂપી પેટીમાં રહેલા સંયમ, નિયમ, વ્રત, વૈરાગ્ય, તપ, જપ, ધ્યાન, અને દાનાદિ રૂપી આ દુર્લભ રને લાભ કેમ ઉઠાવતાં નથી? પશુની માફક બાહ્ય પદાર્થોમાં દષ્ટિ કરી ક્ષણિક સુખ આપનારાં નકલી સાધને ભેગાં કરે છે પણ આધ્યાત્મિક દૃષ્ટિથી શાંતિપૂર્વક વિચાર કરીશ તે તને સમજાશે કે એ બધાં નકલી-ભૌતિક સુખનાં સાધને કાચના ટુકડાં જેવાં છે. તેની તને કાંઈ કિંમત ઉપજવાની નથી. પણ જે તારા અંતરાત્મામાં વિવેકને દિપક પ્રગટાવી સુમિ દષ્ટિથી આત્મામાં રહેલા ગુણરૂપી અમૂલ્ય રતનેને તું પારખી લઈશ તે તેમાંથી મોક્ષમાર્ગની સંપૂર્ણ યાત્રાનું બધું ખર્ચ સહજ રીતે તેમાંથી નીકળી જશે. આવા અમૂલ્ય રત્નની પીછાણ કરનાર ઝવેરી ફક્ત માનવ બની શકે છે. પશુ નહિ. જે મનુષ્ય ઝવેરી બનીને આત્મગુણ રૂપી રની પીછાણ કરી શકતા નથી તે તેને ઝવેરી કહે વ્યર્થ છે. કારણ કે મનુષ્ય ગમે તેટલો અજ્ઞાન અને મૂર્ખ કેમ ન હોય ! છતાં પશુ નથી કહેવાત. કઈ જ્ઞાની વિચાર કરે કે મારે આ પશુને મનુષ્ય બનાવે છે તે તેને માટે જીવનભર ગમે તેટલા પ્રયત્ન કેમ ન કરે છતાં તેને આત્મિક ગુણેની પારખા કરનાર મનુષ્ય-ઝવેરી બનાવી શકતા નથી. જયારે મનુષ્ય પ્રયત્ન કરવાથી આત્મિક ગુણને પારખનારે સાચે ઝવેરી (જ્ઞાની) બની શકે છે. પણ તેને માટે મનુષ્યને લગની અને જિજ્ઞાસા જાગવી જોઈએ. બંધુઓ ! આત્મિક ગુણની પીછાણ કરવા માટે દુનિયાભરનાં પુસ્તક વાંચી જવા કે તેને કંઠસ્થ કરવાની જરૂર નથી. મોટી મોટી ડીગ્રી મેળવવાની પણ જરૂર
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy