________________
શારદા શિખર
999 રેગ હશે તે મટી જશે. પણ મારી એટલી શરત છે કે છ મહિના પહેલાં એ ભેરી વગાડશે નહિ.
દેવે લેરી આપતી વખતે કુણુજીને કહ્યું કે આ ભેરીમાં કઈ વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય લગાડેલું છે. તેને પ્રભાવ એ છે કે તેનાથી રેગ નષ્ટ થઈ જાય છે. અંદર લગાડેલા દ્રવ્યને કારણે આ ભેરીની વિશેષતા છે. બાકી તે સામાન્ય ભેરી જેવી આ ભેરી છે. આ રીતે ભલામણ કરીને દેવ ચાલ્યો ગયો. ત્યારબાદ કૃષ્ણ-વાસુદેવે તે ભેરી પોતાના એક વિશ્વાસપાત્ર સેવકને આપીને દેવનાં કહ્યા પ્રમાણે બધી ભલામણ કરી. તે સમયમાં દ્વારિકા નગરીમાં એક ભંયકર રોગ ફેલાયો. હજારે લેકે રોગથી પીડાવા લાગ્યા. મેરી આપ્યાં છ મહિના થયા એટલે કૃષ્ણજીની આજ્ઞાથી ભેરી વગાડી. એને અવાજ જ્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધીનાં દરેક પ્રકારનાં રોગીઓના રોગ મટી ગયા. રાગીઓ નિરોગી બની ગયા. પણ દૂર દૂર સુધી આજુબાજુના ગામમાં વસનારાને કયાંથી સંભળાય? એ લોકોને ખબર પડી કે ભેરીને નાદ સાંભળે તેને રોગ મટી જાય છે. એટલે દૂરથી રેગીઓ સેવક પાસે આવીને કહેવા લાગ્યા કે અમારા ઉપર દયા કરીને એક વખત ભેરી વગાડે. ત્યારે ભેરી વગાડનાર સેવકે કહ્યું કે છ મહિના પહેલાં ભેરી વગાડવાની રાજાની મનાઈ છે. પણ લોકોએ ખૂબ આગ્રહ કરી તેને લાંચ આપીને ભેરી વગાડવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે જે ભેરી બજાવું તે તેને નાદ મહારાજા સાંભળી જાય અને મારા ઉપર કે પાયમાન થઈને મને શિક્ષા કરે. માટે હું તમારે રાગ શાંત કરવા માટે અંદર લગાડેલું દ્રવ્ય આપું છું. એમ કહીને ભેરીમાં લગાડેલું દિવ્ય દ્રવ્ય આપ્યું. તેનો પ્રયોગ કરવાથી કંઈક રોગીઓના રોગ શાંત થઈ ગયા. આ વાત જાણીને બીજાં ઘણું રેગીઓ તેની પાસે આવવા લાગ્યા. એટલે ભેરીવાદક તેમાંથી મસાલો દ્રવ્ય ઉખાડી ઉખાડીને લાંચ લઈને આપવા લાગ્યો. આ પ્રમાણે આપવાથી ભેરીમાં રહેલું દિવ્ય દ્રવ્ય ખલાસ થઈ ગયું. છ મહિના પછી ફરીને ભેરી વગડાવી. પણ તેનાથી કઈ રોગીનો રોગ નાબૂદ થયો નહિ. ત્યારે કૃષ્ણ મહારાજાને ભેરીવાદકે જે કર્યું તે વાતની ખબર પડી. એટલે તેને યોગ્ય શિક્ષા કરીને દેશનિકાલ કર્યો.
પરોપકાર માટે કૃષ્ણ વાસુદેવે ફરીથી અઠ્ઠમ તપની આરાધના કરી અને દેવે પ્રસન્ન થઈને ભેરીને પહેલાના જેવી બનાવી આપી. ફરીને કૃષ્ણજીએ તેને એક વિશ્વાસુ સેવકને આપી. તે સેવક કૃષ્ણ મહારાજાની આજ્ઞા પ્રમાણે બરાબર છ મહિને ભેરી વગાડતે હતો. તેની પાસે પહેલાની જેમ ઘણું રેગીઓ આવી તેને લાંચ આપીને અંદરનું દ્રવ્ય આપવા માટે સમજાવતાં હતાં. પણ તેણે કૃષ્ણ મહારાજાની આજ્ઞાનું બરાબર પાલન કર્યું. તેથી તેમણે સેવક ઉપર પ્રસન્ન થઈને તેને સારું ઈનામ આપ્યું ને તેની ખૂબ પ્રશંસા કરી.
૯૮