________________
૭૬૨
શારદા શિખર
વિચાર કરે છે કે વર્ષોથી ધર્મનું આચરણ કરું છું, છતાં મને કંઈ ફળ તો મળ્યું નહિ, મેં ધર્મક્રિયાઓમાં વ્યર્થ સમય ગુમાવ્યું. શ્રધ્ધામાં ડગમગ હેવાથી તે આ વિચાર કરે છે.
नत्थि नूणं परेलाए, इड्ढी वावि तबस्सियो ।
अदुवा वंचिओ मित्ति, इंइ भिक्खू न चिंतए ॥ ભગવંત કહે છે કે મારો સાધક કદી એ વિચાર ન કરે કે નિશ્ચયથી પરલોક તે છે જ નહિ. અને તપસ્વીને પણ કઈ પ્રકારની વ્યાધિ પ્રાપ્ત થતી નથી. એટલે હું છેતરાઈ ગયે. આ મનથી પણ વિચાર ન કરે. જે સાધક આ વિચાર કરે છે તેને આ લેક તે બગડે છે ને પરલોક પણ બગડે છે. ટૂંકમાં શ્રધ્ધાના અભાવમાં સાધક તેની સાધનામાં આગળ વધીને પ્રગતિ કરી શક્તો નથી. જ્યારે ધર્મ ઉપર દઢ શ્રધ્ધા રાખનાર સાધક પ્રગતિ સાધી શકે છે. અને તેને સંસારની કઈ પણ શક્તિ હરાવી શકતી નથી.
દઢવમી અરહનક શ્રવકની સામે કઈ શક્તિ ઉભી છે તે ખબર છે ને? આ દૈવિક શક્તિ છે. દેવની શક્તિ જેવી તેવી નથી. એક ભુજાબળથી દશ લાખ સુભટને જીતનાર સૈનિક આપણી દષ્ટિએ ગમે તેટલે બળવાન હોય પણ દેવની શક્તિ આગળ તેની શક્તિ કંઈ વિસાતમાં નથી. દેવે અરહનક શ્રાવકને એક-બે ને ત્રણ વખત કહ્યું કે તું તારા નિયમોને ત્યાગ કર તે પણ અર હનકે ત્યાગ ન કર્યો એટલે દેવ તેના ઉપર કોધે ભરાયે. તમે તમારા દીકરાને એમ કહે કે ભાઈ ! આ કાર્ય તું ન કરીશ. એક, બે કે ત્રણ વખત કહે છતાં ન માને તે તમે કહે છે ને કે તેને કેટલી વખત કહું? પછી ગુસ્સો આવે ને ? તે રીતે આ દેવને પણ અરહનક ઉપર ગુસ્સો આવ્યો. ક્રોધથી ધમધમતા લાલપીળા થઈ ગયે અને તેણે વહાણને પિતાની મધ્યમા અને તેના બે આંગળીઓ વડે પકડી લીધું. “ffઇત્તા સત્તા કાવ કરFRા ઘર્ષ વાલી ” પકડીને તે વહાણને સાત આઠ તાલ એટલે તાડનાં વૃક્ષે પ્રમાણ ઊંચે આકાશમાં લઈ ગયા. તાડનાં વૃક્ષો ઘણાં ઊંચા હોય છે. એક વૃક્ષ ઉપર બીજું વૃક્ષ એમ સાત-આઠ તાડનાં વૃક્ષો એકએકની ઉપર રાખવામાં આવે તે કેટલું ઉંચું થઈ જાય ? તેટલે ઉંચે તે દેવ અપહનકનું વહાણ લઈ ગયે. ઉચે લઈ જઈને અરહનકને આ પ્રમાણે દહ્યું
"है भो अरहन्नगा? अपत्थिय पत्थिया! णो खलु कप्पइ तव सीलव्वय तहवे પન્નાવ વિદત્તા” હે અરહનક! અપ્રાર્થિત પ્રાર્થિત એટલે મરણનાં ઈચ્છક ! હું તમને શીલવત વિગેરેથી વિચલિત કરું તે મને એગ્ય ન ગણાય. તેથી તમે તમારી ઈચ્છાથી ત્યાગ કરે. નહિ તો તમારા વહાણને હું અહીંથી પટકીને