________________
શારદા શિખર
૭૧ શ્રદ્ધા રાખનાર એક સજ્જન માણસ વસતે હતે. જ્યાં સજ્જન હોય ત્યાં દુર્જન હોય છે ને ધમની સામે અધમી પણ હોય છે. તે રીતે સ્ટિવનની ધર્મશ્રદ્ધા સામે ઈર્ષા કરનારા ઘણુ નાસ્તિકે ત્યાં હતાં. એ સ્ટિવનનાં શત્રુ બની ગયા હતા. એક વખત તેનાં મિત્રોએ કહ્યું ભાઈ! તું ખૂબ ધર્મપારાયણ બન્યું છે તેથી અનેક ધર્મદ્રોહી મનુષ્ય તારા ઉપર ઈર્ષા કરે છે ને તે તારા શત્રુ બની ગયાં છે. કદાચ તે શત્રુઓ કયારેક તારા ઉપર આક્રમણ કરશે ને તને મારી નાંખશે. તેના કરતાં તું ધર્મને છેડી દે. ત્યારે સ્ટિવને ખૂબ શાંતિપૂર્વક તેને જવાબ આપ્યો કે મિત્ર ! તમારે તેને માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં એક લેખંડી કિલ્લે તૈયાર કરી રાખે છે તેમાં પેસી જઈશ. ત્યાં મને કઈ મારી શકે તેમ નથી. આ સાંભળી તેના મિત્ર સમજ્યા કે આપણે તેના ઉપર દયા લાવી તેના હિત માટે કહેવા આવ્યા ત્યારે તેને તે અભિમાનને પાર નથી મિત્રે પણ એના દ્વેષી બની ગયા. અને તેમણે સ્ટિવનનું અભિમાન ઉતારવાનો નિશ્ચય કર્યો. જે ધર્મમાં દઢ બને છે તેને કસેટી આવે છે પણ દઢ રહે છે તે કસોટીમાંથી પાર થઈ જવાય છે. - એક વખત સ્ટિવન કોઈ કાર્ય માટે એકલે બહાર જઈ રહ્યો હતો. માર્ગમાં ધર્મદ્રોહી દ્વેષી મિત્રએ તેને ચારે તરફથી ઘેરી લીધે ને તેને મારવા માટે તૈયાર થયા. પણ સ્ટિવન ડર્યો નહિ. ત્યારે દ્વેષીઓ કહે છે સ્ટિવન! હવે તું શું કરીશ?
ક્યાં જઈશ? તું કહે છે ને કે મેં કિલો તૈયાર કર્યો છે તે તે તારો મજબૂત લોખંડી કિલ્લે ક્યાં છે? ત્યારે સ્ટિવને નિડરતાપૂર્વક શાંતિથી જવાબ આપ્યો કે ભાઈઓ ! મારે કિલે મારા હૃદયમાં છે. બહાર નથી. તેનું નામ છે ધર્મ પ્રત્યે અતૂટ શ્રધ્ધા. જ્યાં સુધી હું આત્મ શ્રધ્ધા રૂપી કિલ્લામાં રહેલે હું ત્યાં સુધી તમે મારું સહેજ પણ અનિષ્ટ કરવા શક્તિમાન નથી. કદાચ તમે મને મારી નાંખશે તે આ દેહને મારી શકશે પણ મારા આત્માને મારી શકવાના નથી. શરીરનું મરણ છે આત્માનું નહિ. શરીર તે વહેલું કે મેડું એક દિવસ છૂટવાનું છે. તો આજે છૂટી જશે તો શું વાંધો ? આમ કહીને હસતા મુખે ઉભા રહ્યા. સ્ટિવનને ઉત્તર સાંભળી ધર્મદ્રોહીઓ ઠંડાગાર બની ગયા. અને તેના ચરણમાં પડી ગયા ને તે બધા ધર્મમાં શ્રદ્ધાવાન બન્યા.
દેવાનુપ્રિયે ! ધર્મશ્રદ્ધાનું કેવું સુંદર ફળ મળ્યું? હું શરૂઆતમાં કહી ગઈ કે જેના અંતરમાં શ્રદ્ધાને દિપક પ્રગટે છે તે જીવ-અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, બંધનિજર અને મોક્ષનાં સ્વરૂપને સમજે છે. સમજીને પાપ, આશ્રવ, અને બંધને ત્યાગ કરે છે. પણ જે છે અશ્રદ્ધાવાન છે તે છે આત્મા–પરમાત્મા, પુણ્યપાપ, બંધન અને મુક્તિ એટલે કે પરલેકના વિષયમાં સંશય કરે છે ને