________________
શારા શિખર પ્રાપ્તિ થવાથી જીવ પરિત સંસારી બની જાય છે. પછી તેને સંસારના પાપમય કાર્યોમાં રસ કે આનંદ આવતો નથી. પણ દુઃખની વાત એ છે કે આજે મોટાં મોટાં શાસ્ત્રના જાણકાર અને પિતાને આસ્તિક માનનાર લેકે પણ નાસ્તિક જેવાં વિચાર અને આચરણ કરે છે. એટલે એ લેકે પોતે પિતાનાં સ્વરૂપને સમજી શકતાં નથી, અને જગતનાં સ્વરૂપને પણ સમજી શક્તાં નથી. શ્રદ્ધાના અભાવને કારણે પોતે પિતાના જીવનને અશાંતિ, ભય અને સંકુચિતતાથી ભરી દે છે. જ્ઞાનની સંપૂર્ણ શક્તિ શ્રધ્ધામાં સમાયેલી છે. તેથી શ્રદ્ધાવાન મનુષ્યમાં ભલે જ્ઞાન ઓછું હોય તે પણ તે શ્રધ્ધાથી સંસાર સાગર પાર ઉતરી જાય છે. જ્ઞાની મનુષ્યમાં જ્ઞાન હોય પણ જે તેનામાં શ્રધ્ધા ન હોય તે તે પોતાની પીઠ ઉપર જ્ઞાનને બે ઉપાડીને ભમ્યા કરે છે.
બંધુઓ ! ઘણું અણસમજુ માણસ એમ બેલે છે કે શ્રધ્ધા આંધળી હોય છે. જેમ આંધળે માણસ પગલે પગલે ઠોકરે ખાતે પડી જાય છે તેવી રીતે શ્રધ્ધાથી અંધ બનેલે માનવી પણ આ સંસારમાં ઠોકરે ખાય છે. પણ આ વાત મિથ્યા છે. કારણ કે શ્રદ્ધાવાન મનુષ્યના જીવનમાં વિવેકરૂપી દિપક પ્રગટે છે અને તે વિવેક દ્વારા તે પુણ્ય–પાપ, આશ્રવ–સંવર, નિજેરા, બંધ વિગેરેના સ્વરૂપને જાણે છે. જાણ્યા પછી પાપ, આશ્રવ અને બંધના માર્ગને ત્યાગ કરી દે છે ને શ્રધ્ધાવાન બનીને સંવર અને નિર્જરાના માર્ગ ઉપર દઢ બનીને આગળ વધે છે. એટલે વિવેક યુક્ત શ્રધ્ધાવાન મનુષ્ય જ્યારે પણ ઠેકરે ખાતા નથી. તે ધર્મમાં ક્યારે પણ શંકા કે અવિશ્વાસ કરતા નથી. ધર્મમાં વધુ દઢ બનીને પિતાના માનવ જીવનને ઉન્નત બનાવે છે.
શ્રધ્ધામાં કેટલું સત્વ રહેલું છે. આટલા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે તમે મનુષ્ય ભવ પામીને સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરે. “દર્શન” શબ્દના બે અર્થ થાય છે. દર્શન એટલે દેખાવું ને બીજું શ્રદ્ધા કરવી. આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચાર કરો કે તમારા સંસારની દૃષ્ટિથી વિચાર કરે દરેક જગ્યાએ શ્રધ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિના કાર્યમાં સફળતા મળતી નથી. શ્રધ્ધા વિના ધર્મક્રિયામાં જોઈએ તેટલે લાભ થતું નથી અને સંસારના કાર્યમાં પણ સફળતા મળતી નથી. સંસારમાં પણ શ્રદ્ધાની કેટલી જરૂર છે તે સમજાવું.
ખેતરમાં ખેડૂત શ્રધ્ધા-વિશ્વાસથી હજાર ટન મણ માટીમાં મધું બીજ લાવીને વાવે છે. તેમાં તેને શ્રધ્ધા હોય છે કે એક કણમાંથી હજારે કણ મળશે. અમારી બહેને દૂધના તપેલામાં છાશનું મેળવણ નાંખે છે. એને શ્રદ્ધા છે કે દૂધમાં મેળવણ નાંખવાથી દહીં બની જાય છે. પણ બી વાવ્યું, વરસાદ પડે. બે ત્રણ