________________
(૭૫૭
શારા શિખર વાત કરવી ઈટ લાગે છે ? આવા ખૂબ કડક શબ્દ પ્રદ્યુમ્નકુમારે કનકમાલાને કહ્યા ત્યારે તેણે કહ્યું
હે પ્રદ્યુમ્ન ! તું મને માતા માતા કરે છે પણ હું તારી માતા નથી, ને તું મારે પુત્ર નથી. તું પહાડ ઉપર શીલા નીચે દટાયેલો પડ હતા. અમારું વિમાન ત્યાં અટકયું. અમે નીચે ઉતર્યા. શીલાને ઉછળતી જોઈને ખસેડી તે નીચેથી તું નીકળે. મારે સંતાન ન હતું તેથી તને અમે લાવ્યા ને તને ઉછેરીને માટે કર્યો છે. એણે બધી વાત કરીને કહ્યું–વિચાર કરે. આપણે બંનેનો કુદરતે કે વેગ મળે છે! તું મારી વાતનો સ્વીકાર કરી લે. હજુ કનકમાલા પ્રદ્યુમ્નકુમારને કહેશે ને પ્રદ્યુમ્નકુમાર તેની સામે કે પડકાર કરશે તેને ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૧ આસો સુદ ૮ ને સોમવાર
તા. ૨૭–૯-૭૬ અનંત કરૂણાસાગર સર્વજ્ઞ ભગવંતના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. મલ્લીનાથ ભગવાનનો અધિકાર ચાલે છે. તેમાં અરહનક શ્રાવકની શ્રધ્ધા ઉપર આપણે વાત ચાલે છે. અરહ-નક શ્રાવકને પિશાચનું રૂપ લઈ દેવ કેવાં ઉપસર્ગ આપે છે. ભરદરિયામાં એને સતાવે છે કે તારા શીલાદિવસેને તું ત્યાગ કર. જે નહિ કરે તે તારું મોત નજીક આવ્યું છે તેમ સમજી લે. છતાં ધર્મની શ્રધ્ધાથી ચલિત થયા નહિ, જે શ્રધ્ધાથી ચલિત થાય છે તે ધર્મના સાચા સ્વરૂપને સમયે નથી. એક સંસ્કૃત લેકમાં કહ્યું છે કેअश्रध्या परमं पापं, श्रध्धा पाप प्रमोचिनी। जहाति पापं श्रध्धावान, सर्पो जीर्णमिवत्वयम् ।
અશ્રધ્ધા તે પરમ પાપ છે ને શ્રધ્ધા પાપ નાશક છે. એટલા માટે વિવેકી અને શ્રદ્ધાવાન મનુષ્ય જેવી રીતે સર્ષ જીર્ણ થયેલી કાંચળીનો ત્યાગ કરી તેની સામે દષ્ટિ કરતું નથી તેવી રીતે પાપનો ત્યાગ કરી દે છે. ફરીને પાપ કાર્યમાં રસ લેતે નથી. આ કેણ કરી શકે? જેને ધર્મમાં દઢ શ્રધા હોય છે. આ કલેકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે અશ્રધા એ ઘોર પાપ છે. અશ્રધ્ધાને કારણે અજ્ઞાની છે અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે, અને વિવિધ પ્રકારનાં દુઃખે ભગવે છે. તેનું મૂળ કારણ ધર્મમાં અશ્રદ્ધા છે. જૈન શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે એક વખત જે જીવ સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરી લે તે તે પાપકર્મોથી બચી જાય છે ને તેનું ભવભ્રમણ ઓછું થાય છે. સમ્યગ્ગદર્શનની