________________
શાસ્તા શિખર
૭૧૫
યાદ પણ કરતા નથી. હરવાવામાં ને માજ મઝામાં પડી ગયા છે. તું જો તા ખરા. તારી માતાની કેવી સ્થિતિ છે! ત્યારે પ્રદ્યુમ્નકુમારે કહ્યું. પિતાજી એવું નથી. મારી માતા બિમાર છે તે વાતની મને ખખર નથી. આ દુનિયામાં મને માતાથી ખીજું કાઇ વહાલું નથી. મારા તી સમાન પવિત્ર માતાને હું કેમ ભૂલ` ? ચાલેા, હું અત્યારે જ માતાજી પાસે જાઉં છું.
પ્રદ્યુમ્નકુમાર દોડતા માતાના મહેલે આવ્યા. અરેરે....મારી માતાને આ શુ થઈ ગયું? માતા સૂતેલી હતી ત્યાં આવ્યે ને માતાની સ્થિતિ જોઈ આંખમાં દડદડ આંસુ આવી ગયા. પ્રદ્યુમ્ને નિર્દોષ ભાવે કહ્યું- માતાજી ! આપની તબિયત આટલી બધી અસ્વસ્થ બની ગઈ છતાં મને કંઈ સમાચાર પણ ન આપ્યા ? તને શુ થયું છે ? આટલી બધી દુ:ખી શા માટે થાય છે ? જલ્દી વંદી અને ડૉકટરો ખેલાવી રાગનું નિદાન કરાવી લઉં. તારેા મારા ઉપર મહાન ઉપકાર છે. તારા માટે જેટલુ કરુ. તેટલું ઓછું છે. પ્રદ્યુમ્નકુમારનાં શબ્દો સાંભળીને કનકમાલા એકીટશે તેના સામું જોઈ રહી. પ્રદ્યુમ્નકુમારની તેના પર દૃષ્ટિ પડી એટલે મનમાં ખખડી કે મને કંઇ રોગ નથી. મારા રેગને મટાડનાર તું છે ને વધારનાર પણ તું છે. પ્રનઘુકુમાર એની ગૂઢ વાત સમ નહિ કનકમાલાનું મુખ ખૂબ કરમાઈ ગયું હતું. શરીર શાષાઈ ગયું હતું. આ જોઈને તેની પાસે જઈ ને બેઠો ને પૂછ્યું માતા ! તને શુ રાગ છે ? તને શું થાય છે? મને કહે. ત્યારે કનકમાલાએ કહ્યું- તું આ બધાને બહાર માકલી દે. પછી મારા રાગ કેવી રીતે મટે તે હું તને કહું છું. દાસ-દાસી નાકર-ચાકરાનાં મનમાં એમ કે આપણાં મહારાણીને એમના પુત્ર સાથે કાંઈ ખાનગી વાતચીત કરવી છે. માટે આપણે નીચે જઈ એ. તેથી બધાં ચાલ્યા ગયા.
કનકમાલાની નિલજ માંગણી : ખધાં માણસા ચાલ્યા ગયાં. પાસે કાઈ ન રહ્યું. પ્રદ્યુમ્નકુમાર અને કનકમાલારાણી અને એકલા રહ્યા. તેણે ચારે તરફ દૃષ્ટિ કરી લીધી. જોયું કે હવે એ સિવાય ત્રીજું કાઈ માણસ નથી.
એટલે તેનું હૈયું હરખાઈ ગયું'. જેમ સૂર્યને જોઈ ને સૂર્ય મુખી કમળ ખીલી ઉઠે છે તેમ પ્રદ્યુમ્સનમારને જોઈને કનકમાલાનું હૃદયકમળ ખીલી ઉઠયું. હવે મારી મનોકામના પૂરી થશે. જાણે કોઈ રાગ ન હોય તેમ હભેર બેઠી થઈને લાજ શરમ છેડીને અંતરમાં જે વિષાનું વિષ ભયું હતું તે બહાર કાઢતાં કહે છે, હવે મારે વૈદો કે ડૉકટરો ખોલાવવાની જરૂર નથી. હજી પણ પ્રદ્યુમ્નકુમારને એની દુષ્ટ ભાવનાનો ખ્યાલ નથી આવતા. એણે સરળતાપૂર્વક નમ્રભાવે કહ્યું હું માતા ! તારા રાગ મટાડવા હું શું કરુ? જે, તારું મુખ કેટલું સૂકાઈ ગયું છે! ત્યારે કામાતુર ખનેલી કનકમાલાએ કહ્યું–હે મદન! મારે રોગ મટાડનાર તું જ છે. હવે તું