SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ our શારદા ચિર માત્ર ધનને રીતે ખિલાડી મહામહેનતે કમાયેલાં પાંચ હજાર વાપરવાં પણ ન રહ્યો. લેાભી મનુષ્ય દેખે છે. પણ તેનાથી ઉત્પન્ન થનારી આપત્તિને જોતો નથી. જેવી દૂધને દેખી દૂધ પીવા માટે લલચાય પણ દૂધ પીવા જતાં લાઠીનો પ્રહાર પડશે તે જોતી નથી. તેમ ધનનો લેાભી પાપ કરીને ધન મેળવવાં જતાં કેવા કાં ખંધાશે ? એ કમાં ઉદયમાં આવશે ત્યારે કેવા દુઃખા સહન કરવા પડશે તે ભૂલી જાય છે. અરહનક શ્રાવક કટોકટીના પ્રસંગે વિચાર કરે છે કે આ દેહના ટુકડા થઈ જશે, દરિયામાં ડૂમી જવું પડશે તો પડવા તૈયાર છું પણ મારા ધમ છોડવા તૈયાર નથી. હવે દેવ કેવા ઉપદ્રવ કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર :–પ્રદ્યુમ્નકુમરની યુવાની ખીલી ઉઠી છે. એની માતા કનકમાલા એના સાસુ ધારી ધારીને જોવા લાગી. શું એનું ચદ્ર જેવુ' મુખ છે! શું તેના પરવાળા જેવા હોઠ ! દાડમની કળી જેવા દાંત અને કેવી સુંદર તેની આંખ છે ! એના હાથપગ કેવા સુંદર છે! એના શરીરનું તેજ પણ અલૌકિક છે. આવું તો કોઈનુ રૂપ નથી. આમ તેના અંગેાપાંગ ધારી ધારીને જોતાં તેના અંતરમાં કામનાના કીડા સળવળ્યે. તેથી માતા કાંઈ એટલી નહિ. મદનકુમાર આના ઉડા ભેદ સમજી શકા નહિ. એના મનમાં થયું કે હું બધેથી વિજય મેળવીને પરણીને આવ્યો છું તેથી મારી માતાનું હૈયુ મને જોઈને ભરાઈ ગયું છે. આમ સમજી પ્રધુમ્નકુમાર ત્યાંથી ઉઠીને પોતાના મહેલમાં ગયો. પણ કનકમાલાની શું સ્થિતિ થઈ. ખંધુએ ! કામવાસનાનુ` કેટલું પ્રમળ જોર છે! જે પુત્રને પોતાનાં હાથે ઉછેર્યાં, રમાડચા, ખેલાવ્યે તેને જોઈએ માતાની કુદૃષ્ટિ થઈ કે હું આની સાથે કામક્ષેાગ લેગવુ તેા મારેા જન્મારા સફળ થાય. મદનના ગયા પછી કનકમાલાને કાંય ચેન પડતું નથી. ખાતી-પીતી નથી. ઉંઘતી નથી, વારવાર આળસ મરડવા લાગી. અગાસા ખાવા લાગી. તેના વિરહમાં અત્યંત આકુળ-વ્યાકુળ થઈ ને કોઈ વાર રડવા લાગી તા કેાઈવાર હસવા લાગી, ને વારવાર નિસાસા નાંખવા લાગી. તેથી કાલસંવર રાજા ગભરાઈ ગયા. અને તે માટે રાજવૈદો અને મોટા ડોકટરા તેડાવ્યા. વૈદો અને ડોકટરાએ રાણીની નાડી તપાસી ઘણી ચિકિત્સા કરી પણ રાણીના રાગ પરખાયે નહિ, ઑકટરા અને વેદો કહે છે સાહેબ! રાણીને કાઈ જાતના રોગ નથી. રાગ પરખાય તે દવા આપીએ. રાગ વિના શું દવા દેવી? એમ કહીને વૈદ વિદાય થયા. રાણીના રાગ વધવા લાગ્યા એટલે રાજાને ખૂબ ચિંતા વધવા લાગી. મદનકુમારને ફરવા જતા જોઈને તેના પિતાએ કહ્યું- બેટા ! તું ખૂબ હાંશિયાર બન્યા, દિવ્ય વસ્તુઓ લાવ્ચેા ને પરણ્યા એટલે હવે હરવાફરવામાં પડી ગયેા છે. તારી માતા તે મરવા પડી છે, તને વારંવાર યાદ કરે છે પણ તું તારી માતાને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy