________________
૭૩
શારદા શિખર અરહનક શ્રાવકને આવી શ્રદ્ધા હતી. એટલે કહે છે આ દુઃખ મને કાંટા જેવું નથી લાગતું. હું તે એને કુલને હાર માનીને વધાવી લઉં છું. અને આ આફતના સમયે મારાં કઈ સ્વજને, પત્ની, પુત્રો વિગેરે મારી પાસે નથી તેને મને બિલકુલ અફસોસ નથી. આ સંસારમાં કે ઈ મેઈનું નથી. “ના રે તા તાળાપ
ઘા સાળા વા, તુર્મપિ સેલિ નારું તાળા વા નાળા વાતા” તારા દુઃખના સમયે એ તને ત્રાણુ શરણ થવાનાં નથી ને હું તેમના દુઃખમાં ત્રાણુ શરણ થવાને નથી. પિતાના બાંધેલા કર્મો જીવને પિતાને ભેગવવા પડે છે. તે એ સ્વજને મારી પાસે હોય કે ન હોય તેને અફસોસ શા માટે કરવો જોઈએ.
- સમાધિભાવમાં બેઠેલા અરહ-નક શ્રાવક પિશાચનાં તોફાનથી સહેજ પણ ચલાયમાન ન થયા ત્યારે તે ભયંકર રૂપધારી પિશાચ જ્યાં અરહનક શ્રાવક બેઠાં હતાં ત્યાં આવ્યું. છતાં મનમાં સહેજ પણ ક્ષોભ નથી કે આ તે મારી પાસે આવ્યા. એમણે તે સાગારી સંથારે કર્યો છે કે હું આ કષ્ટમાંથી બચી જઈશ તે આહાર-પાણી વાપરીશ. અને ન બચું તે મારે બધું સરે... સરે. જે બધી ઝંઝટ છેડીને સ્વમાં લીન બની ગયા તેને મરણ આવે તે પણ શું ફીકર ? કેવી દઢ શ્રધા ! કેટલે આત્મવિશ્વાસ! પિશાચ અરહ-નક શ્રાવક પાસે આવ્યો. આવીને આ પ્રમાણે કહેવા લાગ્યો.
, “ મો કારકત્તા ! સરિસ્થિr =ાવ વિકિના” હે અરહનક! હે અપ્રાર્થિત પ્રાર્થિત ! હે મૃત્યુને ભેટવાની ઈચ્છા રાખનાર ! હે દુરંત પ્રાંતલક્ષણ! હે હીનપુણ્ય ચાતુર્દેશિક હે શ્રી, હી, ધી, કીર્તિ પરિવર્જિત ! હે કુળકલંકિત! ક્રોધથી ધમધમતો પિશાચ ખૂબ કડક શબ્દ બોલવા લાગ્યું. હે મૃત્યુને ભેટનારા ! હે કાળી ચૌદશના જન્મેલા ! તારું પુણ્ય ખતમ થઈ ગયું છે. તારી કીતિ ધૂળમાં મળી ગઈ છે એવા પુણ્યહીન! અને કુળને કલંક્તિ કરનાર ! આવા હદયભેદક શબ્દો જોરજોરથી બલવા લાગે. છતાં ગંભીર પુરૂષ સમતાપૂર્વક સહન કરે છે. જ્યારે શ્રાવકે કંઈ જવાબ ન આપે ત્યારે કહે છે હે કાળી ચૌદશના દિવસે જન્મેલા ! પુણ્ય વગરના અભાગીયા! તું મારી સામું જો. તને જે કહેવા માંગું છું તે તું ધ્યાન પૂર્વક સાંભળ. આમ બોલીને પિશાચ શું કહે છે.
- "णो खलु कप्पड़, तव सीलव्वयगुण वेरमण पच्चक्खाण पोसहोववासयाई चालित्तए वा खोलेत्तए वा खडित्तए वा, भंजित्तए वा उज्झित्तए वा परिच्चइत्तए वा।" હે અરહનક! તમે જે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત અંગીકાર કરેલા છે ને તેનું પાલન કરે છે. મિથ્યાત્વની નિવૃત્તિ એટલે કે મિથ્યાત્વ ટાળીને સમ્યકત્વ અંગીકાર કર્યું છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ ને પાખી એમ મહિનાની દશ તિથિના દિવસે હરિકાય–લીલેરી શાકનો ત્યાગ કરે છે. આમ, ચૌદશ, પુનમ, અને અમાસ વિગેરે પર્વના દિવસેમાં પૌષધવત કરો