________________
વાર ખિ કરીને તેનું કાટલું કાઢવું સાચું. એને જીવતે રાખ નથી. જીવતે રહેશે તે આપણે જીવનભર તેની ગુલામી કરવી પડશે. બીજી બાજુ પ્રદ્યુમ્નકુમારને તેના ભાઈએ ઉપર સહેજ પણ શંકા થતી નથી કે મને મારી નાંખવા માટે આ લેકે આ બધું કરે છે. કારણ કે જેની દષ્ટિ પવિત્ર છે તેને બધા પવિત્ર દેખાય છે. અને જેની દષ્ટિમાં વિષ ભરેલું છે તેને બધામાં વિષ દેખાય છે. ગમે તેવા સંગોમાં સજજન સજજનતા નથી છોડતા ને દુર્જન દુર્જનતા નથી છોડતા. ચમકતા પથ્થરને સે વર્ષ સુધી પાણીમાં રાખીને બહાર કાઢો અને પછી બીજા પથ્થર સાથે ઘસવામાં આવશે તે તેમાંથી અગ્નિ કરશે. તેમ દુર્જનને ગમે તેટલી શિખામણ આપે તે પણ તેની મતિ સુધરતી નથી. તે રીતે આ દુર્જન ભાઈએ પ્રદ્યુમ્નકુમારને મારી નાંખવા કેવી રમત રમે છે? તે કહે છે ભાઈ! હવે આપણે બીજી ગુફામાં જઈએ. ત્યાં પણ ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. એમ કહીને બીજી ભયંકર ગુફા તરફ પ્રદ્યુમ્નકુમારને લઈ ગયા.
બીજી ગુફામાં બીજો લાભ-બે ચામર, છત્ર, તલવાર અને વસ્ત્રો - પટી વમુખ બીજી ગુફાના દ્વાર પાસે આવીને કહે છે જે આ ગુફામાં પ્રવેશ કરશે તે ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરશે. માટે હું તેમાં જઈને હમણાં પાછો આવું છું. તમે બધા અહીં ઉભા રહે. એમ કહીને વા મુખે ગુફામાં જવા માટે ધીમું પગલું ભર્યું ત્યારે પ્રધુને કહ્યું-ટાભાઈ ! તમે આજ્ઞા આપે તે હું અંદર જાઉં. આપ બહાર ઉભા રહે. વા મુખને તે એટલું જોઈતું હતું. એટલે તેણે કહ્યું–ભલે ભાઈ! તું જા. અમને તે લાભ છે. રજા મળતાં પ્રદ્યુમ્નકુમારે અંદર જઈને ભયંકર ગર્જના કરી. તે સાંભળીને ગુફાના અધિષ્ઠાયક અસુરે આવીને કહ્યું –હે હીન પુણ્યવાળા ! તારી માને તું એરમાન દીકરે લાગે છે. તેથી તેને મરવા માટે મેક. તને ખબર નથી કે હું આ ગુફામાં આવનારને યમરાજા છું. ત્યારે પ્રદ્યુમ્નકુમારે શાંતિપૂર્વક જવાબ આપ્યો કે હું કંઈ ઓરમાન નથી. મારી માતાને એકને એક લાડીલે છું. ત્યારે અસુરે કહ્યું–તું નાનો બાળક છે. મને તારી દયા આવે છે. માટે હજુ કહું છું કે તારે જીવવું હોય તે જલદી ચાલ્યા જા. ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું કે તારે મારા ઉપર ગુસ્સો કરવાની કે મારી દયા ખાવાની જરૂર નથી. તારામાં જે તાકાત હોય તે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ત્યારે અસુરદેવ ગુસ્સે થઈને લડવા તૈયાર થયે. પ્રદ્યુમ્નકુમારે તેને રમકડાની જેમ પકડી લીધે ને ખૂબ માર માર્યો. તેથી તે પિતાની હાર કબૂલ કરીને પ્રદ્યુમ્નકુમારની ખૂબ પ્રશંસા કરવા લાગે ને તેના ઉપર પ્રસન્ન થઈને તેને ભેટ આપી.
આ દેવનું નામ કુસુમપાલ હતું. તેણે પ્રદ્યુમ્નકુમારનું પરાક્રમ જોઈને તેના ઉપર પ્રસન્ન થઈને તેને છત્ર, બે ચામર, એક તલવાર અને દિવ્ય વસ્ત્ર ભેટ