________________
વ્યાખ્યાન ન. ૦૬ ભાદરવા વદ ૧૪ ને બુધવાર
તા. ૨૨-૯-૭૬ વિતરાગ ભગવંતે ફરમાવે છે કે હે જીવાત્મા ! તું અનંતકાળથી ભાવનગરમાં મુસાફરી કરી રહ્યો છે. સંસારની મુસાફરી કરવા માટે તમારે ત્રણ ચીજની જરૂર પડે છે. પૈસા, ભાતું અને બી. આ ત્રણ ચીજે મુખ્ય જરૂરની છે. તેમ આ જીવને મોક્ષનગરી સુધી પહોંચવા માટેની મુસાફરીમાં પણ ત્રણ ચીજોની જરૂર પડે છે. એ ત્રણ ચીજે કઈ છે તે તમને ખબર છે ને ? ના.” તમારી મુસાફરીમાં શું જોઈએ તેની તમને ખબર હોય, પણ આત્માની મુસાફરીમાં શું જોઈએ તેની ખબર નહિ હેય. હું તમને કહું છું. “ીવન શાન રિઝાઈન ક્ષમા” સમ્યગ્ગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જીવને મોક્ષનગરીમાં પહોંચવા માટેના ત્રણ મુખ્ય સાધનો છે.'
જેમણે સંપૂર્ણ વીતરાગ દશાનો અનુભવ કર્યો છે તેવા મહાવીર પ્રભુએ પણ કહ્યું કે મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તો રત્નત્રયીની સાધના કરે. ૨નત્રયીની સાધના એ મુક્તિ માટેની શ્રેષ્ઠ સાધના છે. રત્નત્રયીમાં પ્રથમ નંબર છે સમ્યગદર્શનનો સમ્યગ્ગદર્શન એટલે એક પ્રકારની આત્માની રૂચી છે. જેમ તમે બજારમાં ગયા ત્યાં તમે કઈ એક નવીન ચીજ જોઈ અને તે તમને ગમી ગઈ. પછી તેને મેળવવાની કેવી ઝંખના જાગે છે ! આ ચીજ હું કેવી રીતે મેળવું? તેને માટે કે પ્રયત્ન કરું? આવી આત્માની તાલાવેલી તેનું નામ સમ્યગુદર્શન છે.
અંદર બેઠેલા ચેતનદેવની રૂચી જાગશે, લગની લાગશે તે એમ થશે કે હું જીવ! તું બહારમાં ઘણું ભમે, ને બહારનું ઘણું પાપે પણ જ્યાં સુધી અંદરમાં રહેલા આત્મતત્વને પામું નહિ ત્યાં સુધી આ મનુષ્ય જન્મ પામ્યાની સાર્થકતા નથી. અંદરની વસ્તુને ઓળખીને તેના તરફની રૂચી જાગવી તેનું નામ સમ્યગદર્શન છે. દર્શન એટલે રૂચી. તેની પ્રાપ્તિ વિના જીવન શુષ્ક લાગે. અંતરમાં ખોવાઈ ગયા સિવાય ભક્ત પણ ભગવાન બની શક્તા નથી. ભગવાન કંઈ એમ બની જવાતું નથી. અંદરની ઝંખના-રૂચી જાગવી જોઈએ.ઝંખના જાગે બીજ અંકુર બની ધરતીમાંથી બહાર નીકળે છે,
અમારી બહેનો બજારમાં ખરીદી કરવા માટે ગઈ. તેમાં એક સુંદર સાડી જોઈ તે લેવા માટે પાકીટ ખેલ્યું પણ પૂરા પૈસા નથી. હવે તેને સાડી લેવી જ છે. તેથી દુકાનદારને કહે છે આ સાડી મારી છે તેમ માની મૂકી રાખશો. હું કાલે લેવા આવીશ. બેલે કેટલી લગની છે ! બંધુઓ ! આત્મા માટે પણ તમને આવી તાલાવેલી લાગવી જોઈએ. કઈ પણ વસ્તુની રૂચી જાગ્યા બાદ એની પાછળ દુનિયા