________________
ચારા શિખર
6૧૫ “નાગકુમારે કહેલે પૂવવૃતાંત” :- હે કુમાર ! તમને સાંભળવાની ખૂબ ઈચ્છા છે તે હું કહું છું. તમે સાંભળે. આ વૈતાઢય પર્વત ઉપર લંકા નામની નગરી છે. ત્યાં કનકકેતુ નામને રાજા રાજ્ય કરે છે. તેને ખૂબ રૂપવંતી, અત્યંત ચતુર, સતીનાં ગુણેથી યુક્ત અને સૌમ્ય સ્વભાવવાળી અનિલા નામે રાણી છે. આ બંને સ્વર્ગ જેવાં અનુપમ સુખો ભેગવતાં સમય પસાર કરતાં હતા. એક વખત દેવલોકમાંથી આવીને એક દેવ અનિલા રાણીની કુક્ષીમાં આવ્યું. સવા નવ માસ પૂરા થતાં તેને જન્મ થયે. તે દેવકુમાર સમાન સુંદર હતું. તેનું નામ હિરણ્યકુમાર પાડવામાં આવ્યું. હિરણ્યકુમાર યુવાન થયો ત્યારે તેના પિતા કનકેતુ રાજાને વિચાર થયે કે મારે પુત્ર હવે રાજ્યનું પાલન કરે તે હોંશિયાર થઈ ગયો છે તે મારે હવે સંસારમાં શા માટે બેસી રહેવું જોઈએ ! પુત્રને રાજગાદી સંપીને આત્માનું કલ્યાણ કરવા માટે હું દીક્ષા લઉં. આમ વિચાર કરીને સંસાર તાપથી ઉદૃવિન બનીને પુત્રને રાજ્ય સોંપી ભાગવતી દીક્ષા અંગીકાર કરી, કનકકેતુ રાજા ઘણાં વર્ષો સુધી ઉગ્ર સંયમનું પાલન કરી, શાસ્ત્રનું ઘણું જ્ઞાન મેળવી, દુષ્કર તપશ્ચર્યા કરી કર્મોનો ક્ષય કરી મેક્ષે ગયા. | હિરણ્ય રાજાની વિદ્યા પ્રાપ્ત કરવાની સાધના :- હિરણ્યકુમાર રાજા બન્યા. પિતાની માફક સુંદર રીતે ન્યાય નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતાં હતાં. એક વખત તે પિતાના મહેલના ઉંચા શિખર ઉપર ચઢીને ચારે તરફ જોતા હતા. ત્યારે તેણે અનેક વિભૂતિઓથી શેતે, મેટી સેનાનો સ્વામી દૈત્યરાજાને જે. ને તેના મનમાં વિચાર થયે કે મારી પાસે આવું આશ્વર્ય નથી. તે હું સિદ્ધ વિદ્યાની આરાધના કરીને તેને પ્રસન્ન કરીને તેની પાસેથી વિદ્યાઓ પ્રાપ્ત કર્યું. આ વિચાર કરીને પિતાના નાનાભાઈને પિતાનું રાજ્ય સોંપીને વિદ્યા સાધવા માટે હિરણ્યરાજા સિધ્ધવનમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને ખૂબ તપ કરી ઘણી વિદ્યાઓ સિધ કરીને પિતાની લંકાનગરીમાં આવી સુખપૂર્વક રાજ્યના સુખ ભોગવવા લાગ્યા. આવા મહાન સુખને અનુભવ કરતાં કઈ સામાન્ય નિમિત્ત મળતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા. એટલે પિતાના પુત્રને રાજ્ય આપી નમિનાથ ભગવાનના સમવસરણમાં ગયા ને પ્રભુને વંદન કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરવા દીક્ષા આપવાની વિનંતી કરી. હવે તે હિરય રાજા દીક્ષા લેવા તત્પર થશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.