________________
હિ૦૮
શારદા પર સમ્યગ્ગદર્શન એટલે આત્માની રૂચી. સમ્યજ્ઞાન એટલે આત્માની ઓળખાણું અને સમ્યગૂચારિત્ર એટલે આત્માની રમણતાને અનુભવ. સમ્યગદર્શન આત્માને નવી દષ્ટિ આપે છે.
માની લે કે તમે તમારા કેઈ નેહીને ઘેર મળવા માટે ગયા. ત્યાં તમે સેનાને રત્નજડિત સુંદર ગ્લાસ જે. ડીવારે બીજે અજા માણસ આવે ને તેણે પણ એ ગ્લાસ જે. તમને એ ગ્લાસ જોઈને એ વિચાર થશે કે આ મારા સનેહીઓએ આ સુવર્ણને રત્નજડિત ગ્લાસ ભૂલથી બહાર કાઢીને મૂકયા લાગે છે. હું તેમને લઈને આપી દઉં. ત્યારે બીજે માણસ ચેરની દૃષ્ટિથી ગ્લાસને જોઈ રહ્યો છે. આ માણસે અહીંથી સહેજ દૂર જાય તે હું ગ્લાસ ઉઠાવીને રવાના થઈ જાઉં. એકને લેવાની ભાવના થાય છે જ્યારે બીજાને દેવાની ભાવના છે. આ રીતે સમ્યગ્ગદર્શનથી મિત્ર જેવી દષ્ટિ આવે છે ને હૃદયમાં પડેલી વિકાર ભરેલી વાસનાઓ દૂર થાય છે અને પૌગલિક પદાર્થો પ્રત્યે સમભાવ આવે છે. જેથી સંસારની વાસનાઓ આત્મામાં પ્રવેશતી નથી.
જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનમાં મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. તેમાં અત્યારે આપણે અરહનક શ્રાવકની વાત ચાલે છે. બંદર ઉપર બધી મંગલવિધિ થઈ ગઈ. ત્યારબાદ ચારણેએ મંગલધ્વનિ કર્યો.
"हं भो सव्वेसिम विमे अत्थसिध्धीओ उवढिताई फल्लाणाई पडियाई सव्वपावाई जुत्तो पूसओ विजओ मुहुत्तो अयं देसकालो।"
હે પિતવણિકે ! તમને બધાને અર્થની સિધ્ધિ થાય. તમારું સદા કલ્યાણ થાય. મંગલયાત્રાનાં તમારાં બધાં વિદને નાશ પામે. અત્યારે ચંદ્રની સાથે પુષ્પ નક્ષત્રને અનુકુળ ચોગ થઈ રહ્યો છે અને વિજય મુહર્તાને સમય ચાલી રહ્યો છે, એટલે પ્રસ્થાન માટે અત્યારને સમય શુભાવહ છે. આ પ્રમાણે સાંભળીને જે વહાણેનાં વચ્ચેના ભાગમાં અનેક જાતની વેચાણની વસ્તુઓ ભરેલી હતી અને અગ્રભાગમાં યાચિત જાતજાતની સંચાલન સામગ્રી ભરેલી હતી એવા વહાણને કિનારા ઉપરના થાંભલાનું બંધન ખોલીને મુક્ત કરવામાં આવ્યું.
સગાંસ્નેહીઓ અને જ્ઞાતિજને જે તેમને વળાવવા માટે આવ્યા હતા તેઓ બધાં કહે છે તમે વહેલાં ક્ષેમકુશળ પાછા આવજે. આવજો આવજેનાં અવાજો સાથે વહાણ દેખાયાં ત્યાં સુધી બધા અનિમેષ દૃષ્ટિથી વહાણ તરફ મીટ માંડીને જોઈ રહ્યા. એક મુહર્ત સુધી ત્યાં બેસી વહાણ દેખાતાં બંધ થયા પછી બધા પિતપિતાને ઘેર ચાલ્યા ગયા. લંગર છૂટતાં વહાણુ સડસડાટ ચાલવા લાગ્યા. વહાણ ચલાવનાર નાવિક લંગર છોડયાં વિના વહાણને ગમે તેટલાં હલેસા મારે તે પણ વહાણ આગળ