________________
દ્વારા લેખર
મદનકુમારને મારી નાંખવા માટે રચેલી કપટજાળ” : માતાઓને વચન આપીને બધા રાજકુમારો ભેગાં થયાં ને નક્કી કર્યું કે આપણે બધા પ્રદ્યુમ્ન સાથે ગાઢ મિત્રાચારી બાંધીએ. પછી દાવ અજમાવીએ તે સફળતા મળે. એમ નિર્ણય કરીને પ્રદ્યુમ્નકુમારને પ્રેમથી બોલાવવા ચલાવવા લાગ્યાં. પ્રદ્યુમ્નકુમાર તે સરળ હતે. એ પણ બધા ભાઈ એ સાથે આનંદ કિલ્લોલ કરવા લાગ્યું. એને ખબર નથી કે આ બધી કપટબાજી રમાય છે.
બધા કુમારે સગા ભાઈઓની જેમ પ્રેમથી હળી મળીને રહેવા લાગ્યા. તે એ પ્રેમ બતાવે છે કે જાણે દેહ જુદા છે પણ જીવ જુદા નથી. પ્રદ્યુમ્નકુમારને એટલે બધો હર્ષ થયે કે શું મારા ભાઈઓને મારા પ્રત્યે પ્રેમ છે? બધાને થયું કે હવે ખૂબ દસ્તી જામી છે. એટલે કહે છે ભાઈ! તું એક દિવસ અમારે ત્યાં જમવા માટે આવ તે આપણે ભેગા બેસીને જમીએ. પ્રદ્યુમ્નકુમાર કહે–ભલે, મને તે કઈ વાંધો નથી. હું જમવા આવીશ. પછી તમે મારે ત્યાં આવજે. બધાએ કબૂલ કર્યું.
બધા કુમારોએ ભારોભાર ઝેર નાંખીને તેને ભેજન તૈયાર કરાવ્યું ને તે ઝેર-મિશ્રિત ભેજનું પ્રદ્યુમ્નકુમારને પીરસ્યું, પણ જેનું પુણ્ય પ્રબળ છે તેને ઝેર શું કરી શકે ? ઝેર પણ અમૃત બની ગયું. તેને ઝેરની કેઈ અસર થઈ નહિ. ભગવાનનાં વચન છે કે રૂક્ષમણને તેને પુત્ર સોળ વર્ષે મળશે. જે આવા વિષપ્રગથી મરી જાય તે ભગવાનનાં વચન ખેટા પડે, પ્રદ્યુમ્નકુમારને ઝેરની અસર ન થઈ તેથી તેના ભાઈએ તેનાં ઉપર ખૂબ ગુસ્સે થયાં. આ કે વા જેવો છે કે તેને કંઈ અસર થતી નથી. હવે બીજો ઉપાય કરીએ. એક કાવત્રામાં ફાવ્યા નહિ. હવે તે લેકે બીજું કાવવું કરશે તેના ભાવ અવસરે.
se
વ્યાખ્યાન ન. ૭૫ ભાદરવા વદ ૧૩ ને મંગળવાર
તા. ર૧-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
વર્ષોથી વીતરાગ વાણીનું પાન કરવા છતાં હજુ આપણા આત્માને ઉધાર કેમ થતું નથી ? તેને અંતરના ઉંડાણથી ચિંતનપૂર્વક વિચાર કરશે તે સમજાશે કે હજુ આપણે આત્મા મિથ્યાત્વ મેહમાં પડે છે. માટે મિથ્યાત્વને ટાળવા વીતરાગ વાણી ઉપર શ્રદ્ધા કરે. મિથ્યાત્વ દૂર થતાં સમ્યગદર્શનને ગુણ પ્રગટ થશે. સમગ્રદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રિપુટીના સહારાથી જીવ મેક્ષમાં પહોંચી શકે છે. હવે તમને પ્રશ્ન થશે કે સમ્યગ્ગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એટલે શું ?