SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ સાસ્વા શિખર ७०३ છે. પણ તારી શું ઈચ્છા છે? ભલે કહ્યું. આપ જેવા રાજાને ત્યાં મારી દીકરી આવે તે કોને ન ગમે? મારી દીકરીને પરણાવવા રાજી છું. ત્યારે રાજાએ કહ્યું. ભાઈ! તારી દીકરી ભીલડી નથી પણ રાણી બનવાને ચગ્ય છે. તેનામાં માનવતાને દીપ ઝળહળે છે. આજે આ જંગલમાં જે મને તારી દીકરી ન મળી હતી તે હું જીવતે ન રહી શકત. તેણે મને જીવતદાન આપી મહાન ઉપકાર કર્યો છે. હું ઉપકારીને ઉપકાર કદી વિસરતો નથી. પારકા ઉપર ઉપકાર કરનાર અને પરમાર્થ દૃષ્ટિથી બીજાને જીવન આપનાર હંમેશા મહાન હોય છે. પણ જે કદી પરમાર્થનું કામ કરવામાં સમજ નથી તે મોટે રાજા હેય શ્રીમંત હોય કે ગરીબ હોય તે પણ તે તુચ્છ છે. દુનિયામાં મોટાનું પદ મળી જવાથી મહાન બનાતું નથી પણ પરમાર્થ આદિ ગુણે કેળવવાથી મહાન બની શકાય છે. માટે જે તમારી દીકરીને મારી સાથે પરણાવે તે તેને મારી રાણી બનાવીને રાજ્ય સાહાબીનાં મહાન સુખ આપીને હું તેના ઉપકારને બદલે વાળી શકું. ભલે તે વાત માન્ય કરી. એટલે ત્યાં ને ત્યાં રાજા સાથે પિતાની પુત્રીના ગાંધર્વ લગ્ન કર્યા. રાજા ભીલડી રાણીને લઈને પિતાના રાજ્યમાં આવ્યા. અને સર્વ શણગારથી તેને શેભીત બનાવી. આ બધું સુખ જોઈને ભીલડી રાણી વિચાર કરવા લાગી કે અહે પ્રભુ! ક્યાં મારી જંગલની ઝુંપડી અને કયાં આ સ્વર્ગ પુરી જે ભવ્ય રાજમહેલ ! કયાં લૂખે સૂકે રેટને છાશ અને કયાં નિત્ય નવા મેવા ને મિષ્ટાન્ન! કયાં ફાટયા તૂટયાં સાદા કપડાં ને ક્યાં મેંઘા ઝરીનાં વસ્ત્રો! કયાં મારા ચઠીના હાર અને કયાં આ હીરાને હાર ને મૂલ્યવાન દાગીના ! ભીલડી પિતાની પૂર્વ સ્થિતિને યાદ કરતાં પિતાની રૂમનાં બારણું બંધ કરી ભીલડીનાં કપડાં પહેરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે અહે પ્રભુ! તેં તે મને મહાન સુખમાં મૂકી દીધી. હું આ સુખને લાયક નથી. છતાં મારા પુણ્યબળે મને આવું મહાનસુખ મળ્યું છે પણ આ સુખને વિશ્વાસ કરવા જેવું નથી. મારું પુણ્ય હશે ત્યાં સુધી ટકશે. પુણ્ય ખલાસ થતાં ચાલ્યું જશે. કદાચ મારી જિંદગીપર્યત પુણ્યને દીપક જલતે રહેશે તે આયુષ્યને દીપક બુઝાઈ જશે તે આ રાજપાટ બધું અહીં રહી જશે. માટે મને આ રાજસુખનું કરી અભિમાન ન આવે, રાજ્યની સત્તામાં પડી હું પૂર્વની સ્થિતિનું ભાન ભૂલી કેઈને કચડી નાંખ્યું નહિ તેવી મને શક્તિ ને બુદ્ધિ આપજે મારે એવા દુર્ગુણેને સંગ કર નથી. કદાચ મને માન આવી જાય કે હું રાણી છું. મારે હવે કેઈની જરૂર નથી. તે સમયે તું મારું અભિમાન ઓગાળી નાંખજે. આ બધું જે કંઈ મને મળ્યું છે તે મારું નથી. જે પિતાનું નથી તેને ગુમાન શા કામને? જ્યારે મને માન આવે ત્યારે હું નમ્ર બની જાઉં તેવી મને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy