SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર શિખર દુઃખા સહન કરે છે. નાના અણસમજુ બાળકને કાઈ રોગ લાગુ પડે છે ત્યારે તેના માતા-પિતા તેને ડોકટર પાસે લઈ જઈ નિદાન કરાવીને દવા પીવડાવે છે. ત્યારે અણુસમજી બાળક કહે છે હું દવા નહિ પી. લાત મારીને દવા ઢાળી નાંખે છે. માતા ખાવાનું ન આપે તે રડે છે. કકળાટ કરે છે. આ બધું શા માટે કરે છે ? એને રાગનુ સ્વરૂપ અને રાગથી થતાં નુકશાન અંગેની જાણકારી નથી. એને ડૉકટર પાસે લઈ જાવ તે ડૉકટરને દેખીને ભાગી જાય. ડોકટરને દેખે ને જાણે દુશ્મનને દેખે છે. પણ જો દર્દનું જ્ઞાન થાય તા ડૉકટર વહાલા લાગે. તેમ જે જીવાને જન્મ-જરા અને મરણનાં દર્દીનો ત્રાસ લાગે તેને એ દર્દી નાબૂદ કરવાની દવા આપનાર જિનેશ્વર પ્રભુના સ ંતા વહાલા લાગે. અને એમનાં વચનામૃતાને ઔષધ જેવા ગણીને પી જાય એટલે આચરણમાં ઉતારે. એને વીતરાગ પ્રભુના વચના ઉપર દૃઢ શ્રઘ્ધા થાય. આપણા ચાલુ અધિકારમાં એવી જ વાત આવી છે. અરહન્નક આદિ ઘણાં વહેપારીએ સ્વદેશ છેડી પરદેશ ધન કમાવા જવા તૈયાર થયા છે. તેમાં અરહનક શ્રાવક કર્મ નાં સ્વરૂપને સમજનારા હતા. તેની પાસે ઘણી સંપત્તિ હતી. છતાં તેમાં àપાતા ન હતા. સમ્યગ્ર દૃષ્ટિ શ્રાવક સ`સારમાં રહે, ધન કમાય, કુટુંબનું પાલનપાષણ કરે પણ એમાં તેને રસ નથી હતા. એમને સંસારના કાચ કરવા પડે છે ને કરે છે, અને બીજા જીવાને સંસારના કામ કરવા છે ને કરે છે. આ બ ંનેની દૃષ્ટિમાં ફરક છે. એકને ન છૂટકે કરવુ પડે છે એટલે તેમાં રસ કે આનંદ નથી હાતા. અને ખીજાને કરવું છે ને કરે છે તેમાં આનંદ હાય છે ને રસપૂર્વક કાય કરે છે. આ બંનેના ક`ખંધનમાં ફરક પડે છે. એક જીવ રસપૂર્વક સંસારની ક્રિયા કરે છે તેને તીવ્ર ક્રમ ખંધાય છે. અને એ જ ક્રિયા ખીજો જીવ નિરસતાથી કરે છે તેને અપ કર્મ બંધાય છે. માટે સંસારમાં રહેવુ પડે ને રહે। તે અનાસકત ભાવથી રહે. બંધુઓ! અરહન્નકની હાડહાડ મીજામાં ધર્મના રંગ હતા. ધન કમાવા જાય છે પણ ધર્મને ભૂલ્યા નથી. એમને મન ધન કરતાં ધર્મની કિંમત વધારે હતી. એ ગમે ત્યાં જાય ચાહે દેશમાં જાય કે દેશાવર જાય પણ એમનાં ધર્મનાં નિત્ય નિયમ પહેલાં કરી લેતાં. ધર્માંના ઉપકરણા પથરણુ, મુહપત્તિ, ગુચ્છો સાથે રાખતા. આજે તા માણુસ દેશ છેડીને ધન કમાવા માટે પરદેશ જાય છે પણ ધર્મને ભૂલી જાય છે. બધા વહેપારીઓ ગાડા અને ગાડીઓમાં માલ ભરીને ગંભીરક નામના વહાણુમાં એસવાના બંદર પર આવી પહેાંચ્યા. ત્યાં પહેાંચીને તેમણે બધાએ પોતપાતાનાં ગાડા તથા ગાડીઓમાંથી ઉતરીને નવાં ઉપકરાથી વહાણુ તૈયાર કર્યુ”. વહાણને ખરાખર શણગારી તૈયાર કરીને ગાડા તથા ગાડીઓમાંથી વેચાણુ કરવાના માલ વહાણમાં
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy