________________
ધારદા પર મધ્યમ દરેકને માટે શ્રાવકના દ્વાર અભંગ હતા. તે દરેકની યથાશક્તિ સેવા કરતા હતા. સાચો શ્રાવક કે હેય?
" श्रध्धालुतां श्रातिपदार्थ चिन्तनाद, धनानि पात्रेषु वपत्यनारतम् । किरत्य पुण्जानि सुसाधुसेवना, तोपितं श्रावकमाहुरुत्तमा ॥"
જે તત્વાર્થના ચિંતન દ્વારા પિતાની શ્રધ્ધાને મજબૂત કરે છે, નિરંતર સત્પાત્રોમાં પિતાના ધનરૂપી બીજને વાવે છે અને શુધ્ધ સાધુની સેવા કરીને પાપ રૂપી ધૂળને દૂર ફેંકી દે છે તેને ઉત્તમપુરૂષે શ્રાવક કહે છે.
શ્રાવકે પિતાના ધનને સત્કાર્યોમાં સદુપયેગ કરનારા હતા પણ સંગ્રહવૃત્તિ ન હતી. આવા ઉદાર શ્રાવકે જિનશાસનમાં થયા છે. અરહનક શ્રાવક પણ ઉદાર દિલના હતા. જેની રગેરગે ધર્મને રંગ હતું. એમના દરેક વચનમાં વહેપારીઓને શ્રધ્ધા હતી. અરહનકજીએ કહ્યું કે પરદેશ કમાવા જવાથી આપણને ખૂબ લાભ થશે. એટલે ઘણાં જવા માટે તૈયાર થયા. જવાનું નકકી થયું એટલે ચારે પ્રકારનો માલ તેમણે ગાડા તથા ગાડીઓમાં ભરા. દરેકના હૈયામાં આનંદની છોળો ઉછળી રહી છે, કે આપણે વિદેશમાં જઈએ છીએ તે આપણું વિદેશની સફર સફળ બનશે. ત્યાં જઈને અઢળક ધન કમાઈશું. - બંધુઓ ! અરહનક પ્રમુખ શ્રાવકને પરદેશ કમાવા જવાને આનંદ છે. અહીં પણ વીતરાગના વહેપારીએ રૂપી સંતે વહેપાર કરવા માટે આવ્યા છે. અરહનક પ્રમુખ વહેપારીઓ ચાર પ્રકારને માલ લઈને જાય છે. સંતે પણ ચાર પ્રકારને લઈને આવ્યા છે. એ માલ જ્ઞાન-દર્શનચારિત્ર અને તપને છે. આ ઉંચી કવોલીટીને માલ છે. ભગવાને અમને વેચાણ કરવા મોકલ્યા છે. જે આ માલ ખરીદશે તેના ભવને બેડો પાર થઈ જશે. કર્મોને ક્ષય કરીને મોક્ષમાં જવાય તે આ માલ છે. પૂર્વે સત્કર્મો કરીને આવ્યા છીએ તે આ ભવમાં બધી સાનુકૂળતાએ મળી છે. તેને લાભ ઉઠાવી આ ભવમાં જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપનો માલ ખરીદીને એવી કમાણી કરી લે કે કર્મને ક્ષય કરીને શાશ્વત સ્થાન-મોક્ષની પ્રાપ્તિ થાય. આ અવસર ફરી ફરીને નહિ મળે.
અરહનક આદિ બધા વહેપારીઓએ બધે માલ ગાડા-ગાડીઓમાં ભરાવ્યું. ત્યારબાદ શુભ મુહુર્ત, શુભ તિથિ અને શુભ નક્ષત્ર હતું તે દિવસે તેમણે ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવી પિતાનાં સગાંસ્નેહીઓને અને જ્ઞાતિજનોને જમવાનું આમંત્રણ આપ્યું. “મિત્તળrફ ૦ માયા વેઢાઇ મુંગતિ નાવ ગાડુઇંતિ » ત્યારે આહાર તૈયાર થઈ ગયે ત્યારે તેમણે પોતાના મિત્ર, જ્ઞાતિ વિગેરે પરિજનોને જમવા માટે બેલાવીને જમાડયા. જમ્યા પછી તેમને તેઓએ પૂછયું–અમે બધા