________________
૬૮૫
શાબર તથા જેની રગેરગનાં જીવ–અજીવ આદિ નવતત્વની શ્રધ્ધા છે એ અરહ-નક શ્રાવક બધા વહેપારીઓમાં શિરોમણી છે તેણે બધા વહેપારીઓને ભેગા કરીને પરદેશ ધન કમાવા જવાની વાત કરી અને બધાને તેની વાત રૂચી. બધા વહેપારીઓ પરદેશ ધન કમાવા જવા માટે સંમત થયા. એ જમાનામાં ટ્રેઈન, પ્લેન કે મોટરે ન હતી. પણ ગાડા–ગાડી, વહાણ, રથ આદિ વાહનોથી વ્યવહાર ચાલતું હતું, તેથી દૂર દેશાવરની વાટે એક-બે માણસ જઈ શક્તા ન હતા. ઘણું માણસો ભેગા થઈને પરદેશ જતાં હતા. એ સમયમાં મહર્થિક વહેપારીઓમાં વિશાળતા ખૂબ હતી. એટલે
જ્યારે તેઓ પરદેશ જતા હતા ત્યારે નગરમાં જાહેરાત કરાવતા હતા કે અમે પરદેશ ધન કમાવા જઈએ છીએ તો જેને આવવું હોય તે ચાલો જેની પાસે ધનની સગવડ નહિ હેય તેને અમે ધન આપીશું. માર્ગમાં કેઈ બિમાર થશે તે તેને માટે સગવડ કરીશું. જેમની પાસે ભાતું નહિ હોય તેમને ભાતું આપીશું. અહીંથી રવાના થઈએ ત્યારથી જ્યાં સુધી સ્વદેશમાં પાછા ન આવીએ ત્યાં સુધીની બધી સગવડ અમે કરી આપીશું. માટે જેને આવવું હોય તે તૈયાર થઈ જાઓ.
બંધુઓ ! ક્યાં એ વહેપારીઓની ઉદારતા અને ક્યાં અત્યારના કહેવાતાં મિટા વહેપારીઓની સંકુચિતતા! આજે તે એક માતાની કુંખે જન્મેલાં બે સગા ભાઈઓ હોય તે પણ ભાઈ ભાઈને ધંધાની લાઈન બતાવે નહિ. એ આજને વહેપારી વર્ગ કંજુસ બની ગયું છે. આગળનાં માણસો કરકસર કરતાં પણ કંજુસ ન હતા. કરકસર અને કંજુસાઈમાં ફેર છે. કંજુસ માણસમાં સંગ્રહવૃત્તિ હોય છે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. જ્યારે કરકસર કરનાર માણસ પિતાના માજશેખમાં કાપ મૂકે. બે વસ્તુથી ચાલે તે ત્રીજી વસ્તુ વાપરે નહિ. ખોટા ખર્ચ ન કરે. આ રીતે કરકસર કરીને પૈસા બચાવે અને દીન દુઃખીઓના આંસુ લૂછવામાં, સ્વધર્મની સેવામાં છૂટા હાથે પૈસા વાપરે. આજે તે એક સ્વધર્મી ઘેર આવ્યું હોય તો એમ થાય કે જ્યારે જશે ? હાથમાંથી હજુ થેલી નીચે ન મૂકી હોય ને પૂછવામાં આવે કે ક્યારે જવાના છે? જેના આવતાની સાથે જવાની રાહ જોવાતી હોય ત્યાં આદર સત્કાર તો શું કરે? મેટા શ્રીમંતેના ઘેર મહેમાનને કલાસ હોય. ફસ્ટ કલાસ, સેંકડ કલાસ ને થર્ડ કલાસ. ટ્રેઈનમાં થર્ડ કલાસ નીકળી ગયો પણ શ્રીમતાના ઘરમાં ત્રણ કલાસ છે. જેને સત્કાર કરવાથી વહેપારમાં મેટે લાભ થવાનું છે તેને માટે માલપૂઆને દૂધપાક બનાવે, અને ગરીબ સામાન્ય સ્થિતિને મહેમાન આવે ત્યારે રોટલા ને અડદની દાળ તૈયાર હોય તે તે જમાડીને વિદાય કરી દે છે. એને ફરીને જમવા માટેનું આમંત્રણ કે વધુ શેકાવા માટે આગ્રહ પણ નહિ. અને શ્રીમંત સોદાગરને ન રોકાવું હોય તે પણ આગ્રહ કરી કરીને રેકે ને માલમલીદા જમાડે છે.
ભગવાનના શ્રાવકેને ત્યાં પહેલાં આવા ભેદભાવ ન હતા. ગરીબ, શ્રીમંત કે