SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર જગ્યાએ તમને કાંટ વાગે. એ કાંટે એવો વાગે કે એક મહિને ખાટલામાં સૂઈ રહેવું પડયું. ખૂબ પીડા ભોગવી સાજા થયા. બોલે, હવે બીજી વખત એ રસ્તેથી ચાલતાં સાવધાની રાખશે કે નહિ? નિગોદમાં આવે અનંતકાળ કાઢયે. જ્ઞાની કહે છે કે ઘણુ લાંબા કાળને આંતરે મનુષ્યપણું મળ્યું છે તે હવે આ મનુષ્યપણું હારી ન જવાય, ફરીને નિગોદમાં ફેંકાઈ ન જવાય તે માટે સાવધાન રહેવા જેવું ખરું કે નહિ ? અનંતકાળ સુધી આજીવ ભટક છે. ભટકતાં ભટક્તાં મહાન મુશ્કેલીથી આ માનવભવ મળે છે. તે વારંવાર નહિ મળે. “અજ્ઞાનપણે જીવ મનુષ્યપણું ઘણીવાર હારી ગયેલ છે ? કર્મ શત્રને કાપવા માટે મનુષ્યભવ એ તલવાર સમાન છે. કેઈ માણસનાં હાથમાં તલવાર આવી જાય, એ તલવારથી તણખલું કાપીને માને કે હું બહાદુર છું. તે તમે તેને બહાદૂર કહેશે ? “ના” તલવારથી તણખલું કાપી નાંખવામાં બહાદુરી નથી. તલવાર શત્રુથી પિતાનું રક્ષણ કરવા માટે છે, તેમ આ મનુષ્યપણાથી મેજમઝા ભેગવી, સત્તાથી બીજાને કચડી નાંખવા તેમાં બહાદુરી ન કહેવાય. તલવારથી શત્રુને જીતી મન મલકાવાય તેમ મનુષ્યભવ પામીને મેહનીય કર્મ સામે મેદાનમાં પડી મેહ શત્રુને છતાય તે મલકાવાનું પણ મહને હઠા નહિ અને મનુષ્ય ભવમાં આવીને મોજ મઝા માણી તો તેમાં મલકાવાનું નથી. માટે મહાન મુશ્કેલીથી અનંતા ભવોને આંતરે મળવાવાળું મનુષ્યપણું મળ્યું છે તે તેને સદુપયોગ કરી લે. આગળ આપણે કહી ગયા ને સૂક્ષ્મ નિગોદ એકેન્દ્રિયમાંથી બેનિદ્રયમાં આવવાનું પણ ઘણું મુશ્કેલ છે. બેઈન્દ્રિયથી લઈને પચેન્દ્રિય બધા ત્રસ કહેવાય છે. ત્રસકાયના થાળામાં જીવ વધુમાં વધુ બે હજાર સાગરેપમ અને સંખ્યાના વર્ષ રહી શકે છે. ત્રસકાયની કાયસ્થિતિ બે હજાર સાગરને સંખ્યાતા વર્ષ છે. એટલા કાળમાં જે જીવ મેક્ષ મેળવવાની સાધના ન કરે તે એ પાછો એકેન્દ્રિપમાં પટકાઈ જાય છે. આપણે આ મનુષ્યભવ પામ્યા છીએ. આ જન્મ જે હારી ગયા તે ફરીને મળે મુશ્કેલ છે. આચારંગ સૂત્રમાં ભગવાને કાચબાનો ન્યાય આપે છે. से बेमि से जहावि कुम्मे हरए विणिविट्ठचिते पछन्न पलासे उमग्गं से नो लहइ । भजंगा इव सन्निवेसं ना चयंती एवं एगे अणेगरुवेहि कुलेहि जाया, દિ સત્તા હુ ગતિ નિયાળો તે ન સમંતિ પુરાવા.ચારંગ સૂત્ર અને શેવાળ નામની વનસ્પતિથી આચ્છાદિત એવા કેઈ જળાશય, દ્રહ અથવા સરોવરમાં જેમ કેઈ કાચબે ગૃધ્ધ બનીને રહેલું હોય તેને પોતાના સ્થાનમાંથી બહાર આવવાને માર્ગ મોટા ભાગે પ્રાપ્ત થ નથી. જેમ વૃક્ષ પિતાના સ્થાનને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy