________________
શારદા શિખર
પ૭
વચમાં અસંખ્ય ભવ સ્થાવરનાં કરવા પડ્યા. જે નોન ભવ સહિત ભંવ હોય તે મરચી અને ભગવાન મહાવીરના ભવનું આંતરું કોડાકોડ સાગરોપમ છે. ર૭ ભવમાં એકેક ભવનું આયુષ્ય કેવી રીતે ગણશે ? દરેક ભવના ૩૩ સાગરોપમ કદાચ ગણઆવે તે ૮૦૦-૯૦૦ સાગરોપમ આવી જાય. પણ હવે એક વિચાર કરે. ૩૩ સાગરેપમની સ્થિતિવાળે જીવ ચાર અનુત્તર વિમાનની અપેક્ષાએ ફરીવાર ૩૩ સાગરેપમની સ્થિતિ પામી શકે પણ પછી ત્રીજા ભવમાં ૩૩ સાગરેપમની સ્થિતિ પામી શકે નહિ. નારકી મારીને ફરી નારકી થતાં નથી. ભગવાન મહાવીરના મેટા ભવ ૨૭ ગણીએ છીએ. બાકીને કાળ શેમાં પસાર કર્યો ? જીવ ત્રસપણે રહે તે બે હજાર સાગરને સંખ્યાતા વર્ષથી વધુ રહેતું નથી. મરીચી અને મહાવીર સ્વામીના ભવ વચ્ચે લગભગ ૧ ક્રોડાકોડ સાગરોપમનું આંતરું છે તે વ્યસન કાળ જીવને બહુ અલભ્ય છે. તે અપેક્ષાએ મહાવીર સ્વામીના જીવે સ્થાવરના સંખ્યાત અસંખ્યાત ભો કર્યા તે હવે આપણી તે શી વાત કરવી ? માટે આ રખડપટ્ટી ઓછી કરવા માટે કર્મબંધન અટકાવવા ખૂબ સાવધાની રાખે.
મનુષ્યપણે કેટલા કાળના અંતરે જીવ પામે છેઃ બંધુઓ! એકેન્દ્રિયમાંથી બેઈદ્રિયમાં આવવું તે પણ ઘણું મુશ્કેલ છે. ભાવનાશતકમાં કહ્યું છે કે
એકેન્દ્રિયમેં ફિરતે ફિરતે કુછ શુભ કર્મ ઉદય આવ્યા, તબ દેઈન્દ્રિય તેઈન્દ્રિયમેં, કાલ બહુત કષ્ટ પાયા. ફિર ચૌરેજિયમાં દુઃખ પાયા, પચેન્દ્રિય ગતિ ફિર પાઈ. વહાં નરક તિર્યંચ યોનિમેં, કષ્ટ સહા અતિ હે ભાઈ !
એકેન્દ્રિયમાં નિગોદમાં જીવને અનંત ઉત્સર્પિણીને અવસર્પિણીની કાયસ્થિતિ પૂરી થાય એટલે એને નિગોદનું ઘર છોડીને બહાર આવે છે. પુણ્ય પ્રકૃત્તિ બાંધે એવા એકેન્દ્રિયપણામાં મનુષ્યપણાને લાયક કર્મો બાંધવા ઘણાં મુશ્કેલ છે. સુક્ષ્મ નિગોદમાં જે કાયસ્થિતિ છે તેમાં મનુષ્યપણાને લાયક પુપાર્જન કરવું ઘણું મુશ્કેલ છે. આવી કાયસ્થિતિએ મારા ને તમારા જીવે અનંતી વખત ઉલંઘી છે. એકન્દ્રિયમાં અકામ નિર્જરા કરતાં કરતાં જીવ બેઈન્દ્રિય, તેઈન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં આવ્યો. ત્યાં કંઈક શુભ કર્મને ઉદય થતાં પંચેન્દ્રિય ગતિ મેળવી. પંચેન્દ્રિયમાં પણ નરક અને તિયચ નિમાં જીવે મહાન દુઃખો ભેગવ્યા છે. તે ગતિઓમાંથી પણ પસાર થઈને આજે મનુષ્ય ભવમાં આવ્યું છે. માનવભવમાં પણ આ પહેલ વહેલે આવ્યું છે એમ નથી. સંતે વીતરાગ વાણી દ્વારા પિકાર કરીને કહે છે હવે જે અનંત કાળ ભમવું ન હોય તે પ્રમાદ છોડે. કર્મબંધનથી અટકે, અવિરતિનું ઘર છોડી વિરતિના ઘરમાં આવો. વારંવાર ભૂલ ન કરશે. માની લે કે માર્ગમાં ચાલતાં કઈ