________________
શારા શિખર મા. બધાને આનંદ હતે પણ ઈન્દ્રપ્રભાને જરા પણ આનંદ નથી. આ તરફ એક મહિને પૂરો થયે એટલે મધુરાજાએ આવેલા રાજાઓને આભૂષણે અને વસ્ત્રો આપી તેમને યોગ્ય સત્કાર કરીને વિદાય કર્યા. હેમરથ રાજાને સત્કાર કરીને કહ્યુંતમે મારા મિત્ર છે. તમારા આવવાથી મને ખૂબ આનંદ થયે છે. મારી એક વાત સાંભળો. મેં બધાને વસ્ત્રાભૂષણે આપ્યા પણ આપની રાણી ઈન્દ્રપ્રભા માટે તે મેં બધા કરતાં મૂલ્યવાન દાગીના કરાવ્યા છે. પણ હજુ તૈયાર થયા નથી. તે આપ ખુશીથી બટપુર પધારે. કારણ કે રાજા વિનાનું રાજ્ય રેઢું કહેવાય. આ૫ મહિનાથી નીકળ્યા છે. જ્યારે દુશ્મન ચઢી આવે તેની ખબર ન પડે માટે આપ ત્યાં જઈને શત્રુથી રાજ્યની રક્ષા કરે. દાગીના તૈયાર થઈ જશે એટલે મારી જાતે ઈન્દ્રપ્રભાને સત્કાર કરીને આપની પાસે મોકલી આપીશ. આપ જરા પણ ચિંતા ન કરશે.
“ઈન્દ્રપ્રભાએ કરેલે પડકાર” - પવિત્ર હદયને હેમરથ રાજા મધુરાજાની કપટજાળને સમજી શકે નહિ. એને તે એમ જ લાગ્યું કે રાજાને મારા પ્રત્યે કેટલે પ્રેમ છે ! એટલે તેણે કહ્યું ભલે, હું તેને મૂકીને જઈશ. એમ કહીને હેમરથ રાજા ઈન્દ્રપ્રભા પાસે આવ્યો ને કહ્યું. મધુરાજાએ તારા માટે આભૂષણે ઘડાવવા આપ્યા છે તે હજુ તૈયાર થયા નથી. માટે આભૂષણે તૈયાર થઈ ગયા પછી મહારાજા તને પિતાની જાતે આપશે. પછી તેમના કંચુકી સાથે તેને ત્યાં મોકલી આપશે. ત્યારે તું આવજે. હું બટપુર જાઉં છું. આ સાંભળી ઈન્દ્રપ્રભા કહે છે નાથ ! મારે એના દાગીના જોઈતાં નથી ને મારે અહીં રહેવું નથી. હું તે તમારી સાથે આવું છું. ત્યારે રાજાએ કહ્યું-ઇન્દ્રપ્રભા ! તું આટલી બધી ચિંતા શા માટે કરે છે ? મધુરાજા આપણે ત્યાં આવ્યા ત્યારે આપણે બંનેએ તેમનું ખૂબ સારું સ્વાગત કર્યું હતું તેથી તેઓ તારું બધાથી સવાયું સ્વાગત કરવા ઈચ્છે છે. આમાં કાંઈ શંકા કરવાની જરૂર નથી. ત્યારે રાણીએ કહ્યું. સ્વામીનાથ ! તમે સમજતાં નથી કે આ સ્વાગત છે કે સ્વાર્થ છે ! તમે મને અહીં મૂકીને જશે પછી આ રાજા મને હેરાન કરશે. તે પણ હેમરથ રાજા માન્યા નહિ. ગમે તેમ ઈદુપ્રભાને સમજાવીને તેને ત્યાં મૂકી એકલે બટપુર ચાલે ગયે. કર્મની ગતિ વિચિત્ર છે. હવે કર્મરાજા કેવા નાચ નચાવશે તે વાત અવસરે.
આજે આપણે ત્યાં બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને ૨૯મે ઉપવાસ છે. અને બહેન ચેતના જેની ઉંમર ફક્ત ૧૫ વર્ષની છે તેને ૩૨ ઉપવાસનું પારણું છે. ધન્ય છે તપસ્વીઓને 8 શાંતિ.