________________
શારદા શિખર
}e
પદ્માવતી રાણીને નાગ ઉત્સવનો આનંદ છે. તેથી કૌટુબિક પુરૂષને પાંચ વણુનાં ઉત્તમ જાતિના સુંદર પુષ્પાથી મંડપ બનાવવાની આજ્ઞા આપી છે. સેવા અધી તૈયારી કરીને રાણીને ખખર આપશે તે ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર
--
મધુરાજા હેમરથ રાજાની રાણી ઈન્દુપ્રભામાં મુગ્ધ બન્યા, તે ઈન્દુપ્રભાને મેળવવાના વિચારમાં ખાવું-પીવું–સૂવું બધુ... ભૂલી ગયા ને એકદમ ઉદાસ થઈને બેઠો. મત્રીએ ખૂબ પૂછ્યું ત્યારે મધુરાજાએ શરમ છેાડી સત્ય વાત કહી દીધી. ત્યારે પ્રધાને રાજાને ઘણું સમજાવ્યા ને કહ્યું કે હું પણ આવા કાર્ય માં આપને સહાય નહિ કરું. આથી મધુરાજાએ ખૂબ ગુસ્સેા કરીને કહ્યું. તું મારી નજર સામેથી દૂર થા. મારે તારું મુખ જોવુ' નથી. હવે હું મરી જઈશ.
મંત્રી ખૂબ વિચિક્ષણ હતેા. તેણે વિચાર કરીને કહ્યું-મહારાજા ! આપણે હમણાં ભીમરાજાને જીતવા માટે જઈ રહ્યા છીએ. તેને જીતીને પાછા ફરતાં હું આપને એ રાણી મેળવવામાં સહાય કરીશ. પણ અત્યારે ખરાબ વિચાર લઈને જશે તે યુધ્ધમાં પરાજય થશે, જગતમાં અપકીતિ થશે ને શત્રુનો પાશ વધુ ચઢશે. માટે અત્યારે એ વિચારો મગજમાંથી દૂર કરીને સેનાને પ્રાત્સાહન આપી શત્રુને જીતી લેા. મંત્રીની વાત સાંભળી મધુરાજાએ ગુસ્સા કરીને કહ્યું કે તમે મને શું ડરાવા છે ? ભલે, મારી સેના ચાલી જાય, કીતિ જહાનમમાં જાય, મને સેનાની કે ધનની પડી નથી. મારે તા ઈન્સુપ્રભા જોઈ એ છે, માટે તમે એને માટે પ્રયત્ન કરો તે મારે જીવવુ છે નહિતર મરી જાઉ છું. ત્યારે ફરીને મંત્રીએ કહ્યું-શત્રુ ઉપર વિજય મેળવીને આવ્યા પછી આપની ઈચ્છા પૂરી થશે. રાજાએ કહ્યું કે તમે વચન આપે. કામાતુરને કાઈ પણ રીતે વિશ્વાસ આપવા જોઈએ. આમ વિચારી મંત્રીએ વચન આપ્યું.
“ મદાન્મત હાથી સામે કામાતુર સિ'હ :-મધુરાજા મેઢું સૈન્ય લઈને ભીમરાજાના નગર નજીક પહેાંચી ગયા. આ વાતની ખબર પડતાં નગર લૂંટાવાના ભયથી પ્રજા નાસભાગ કરવા લાગી. ભીમરાજા અભિમાનપૂર્વક ખેલવા લાગ્યા. આ જગતમાં મને જીતવા કાણુ સમર્થ છે? મેટા મોટા પ્રતાપી રાજાએ પણ મારા ઉપર આક્રમણ કરવાની હિંમત કરતા નથી. તે આ ખિચારો મધુરાજ મને શું કરી શકવાના છે ? આજ સુધીમાં કદી એવું સાંભળ્યું છે કે ખળવાનમાં બળવાન હાથી સિંહ ઉપર હુમ્લા કરી શકે ? ના. આમ કહી ભીમરાજાએ યુધ્ધની તૈયારી કરી. રણશીગા ફૂંકાયા. અને વચ્ચે ખૂનખાર જંગ મચ્યા.
'
46
પુણ્યવાનને વિજય લક્ષ્મીએ વરમાળા પહેરાવી” :–ખૂબ ભયંકર યુધ્ધ થયા પછી પોતાની ચતુરાઈથી મધુરાજાના સૈનિકોએ ભીમરાજને જીવતો પકડી લીધા. એટલે વિજય લક્ષ્મીએ મધુરાજને વરમાળા પહેરાવી. વિજયને વાવટા ફરકાવી મધુરાજા