SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા ખિર ભેગા કરે છે. એક દિવસ બંને રાણીના મહેલની બારીની નીચે બેસી વાત કરે છે. પુરૂષ રડતા રડતા બેલે છે તે મારા માટે કેટલું દુઃખ વેઠ્યું? કયાં તારા બંગલા ને જ્યાં મારી ઝૂંપડી ! ક્યાં તારા બધા સુખ અને ક્યાં મારા ઘરનાં દુઃખ! છતાં આવા સમયે તે મને બ્રહ્મચર્ય પાળવામાં જે સાથ આપે છે તે હું કદી નહિ ભૂલું. તેમ કહી બંને માણસ બધી વાત કરે છે ને કહે છે કે આપણે આ પગારમાં પૈસા ભરતા ૧૦ વર્ષ થશે. ત્યાં સુધી અખંડ બ્રહ્મચર્ય પાળીશું. બ્રહ્મચર્યના પ્રભાવથી મળેલું સન્માન -ટૂંકમાં બધી વાત રાણીએ સાંભળી અને તેને તેમના પ્રત્યે ખૂબ પ્રેમ જાગે. પછી તેમને લાવ્યા ને બધી વાત જાણવા કેશિષ કરી. છેવટમાં ન છૂટકે બધું કહ્યું. તેમની વાત સાંભળીને રાજા -રાણી પ્રસન્ન થયા અને તેમને હીરાને હાર આપે. આ કહે કે અમે ના લઈએ. ત્યારે રાજા કહે છે અમે ભેટ નથી દેતા પણ તમારી સેવા ઉપર પ્રસન્ન થયા છીએ. છેવટે ખૂબ કહેવાથી હાર લે છે ને પૈસા ચૂકવે છે. આથી મુસલમાન ભાઈ ખૂબ ખુશ થાય છે. ધન્ય છે તમને કે બહાર હોવા છતાં શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું છે. તેમ કહેતાં તેમના ચરણમાં નમી પડયો. મુસલમાન ભાઈ ખૂબ ધમીષ્ઠ બને છે. અને આ રમેશ તથા તેની પત્ની રમા બંને રાજાના માનીતા બને છે. તેમના બ્રહ્મચર્યના પ્રભાવથી રાજા ખૂબ પ્રસન્ન થાય છે. અને તે બંને ખૂબ સુખી થાય છે. બંધુઓ ! અહીં તમને સમજાય છે ને કે મુસલમાન ભાઈ પોતાની જ્ઞાતિથી છૂટે પડ પણ ધર્મથી છૂટે ન પડે. ધર્મને ખાતર તેણે સંસારના બધા સુખ જવા દીધા પણ ધર્મને ન જવા દીધો. બેલે, તમે વર્ષોથી ઉપાશ્રયમાં આવે છે, સત્સંગ કરે છે. તે તમારી આટલી શ્રધ્ધા મજબૂત ! ભાગ્યેાદયે તમને આ ઉત્તમ ધર્મ મળે છે. માટે દઢધમી અને પ્રિયધર્મી બને. રમેશ અને રમા પણ પિતાના વ્રતમાં દઢ રહ્યા ને બોલેલા વચનને વળગી રહ્યા છે પરિણામે રાજા-રાણીના માનીતા દીકરા-વહુ હોય તેવું સુખ મળ્યું. અને કન્યાના પિતાને પસ્તાવાને પાર ન રહ્યો. કહ્યું છે કે ખરેખર “શો gf સપનું, કુતિનારાનHD બ્રહ્મચર્ય એ સર્વશ્રેષ્ઠ આભૂષણ છે. બ્રહ્મચર્ય એ દુર્ગતિનો નાશ કરનાર છે. તે જીવને આ લેક અને પરલોકમાં સુખી કરનાર છે. રમેશ અને રમા વિચાર કરવા લાગ્યા કે બ્રહ્મચર્યનો કે પ્રભાવ છે! છ મહિના શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું તે તેમાં આપણું દુઃખ ટળી ગયું તે સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરીએ તે કે મહાન લાભ થાય ! આ બંને પવિત્ર આત્મા મેટા ભાગનું બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યા. ને પિતાનું જીવન પવિત્ર બનાવ્યું. ટૂંકમાં જે માનવના જીવનમાં ધર્મની સચોટ શ્રધ્ધા હોય તો બીજા ને પણ ધર્મ પમાડી શકે છે. અને સ્વ–પર કલ્યાણ સાધી શકે છે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy