SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શા દેખર વર્ષના રવાભાઈના મનમાં વિચાર થયે કે અહો ! જ્યાં પરિગ્રહને છોડવાની વાત છે ત્યાં અહીં તે ભેગું કરવાની વાત છે. પેલા મહાસતીજી તે એમ કહેતાં હતાં કે સંત તે કંચન અને કામિનીના ત્યાગી હોય, સંત પગમાં બૂટ, ચંપલ પહેરે નહિ, ગાડી–મેટર આદિ વાહનમાં બેસે નહિ, ત્યારે અહીં તે આ બધું છે. જ્યાં આરંભ અને પરિગ્રહ છે ત્યાં કલ્યાણ ક્યાંથી થાય ? જુએ, તેર વર્ષના બાલુડાને પણ ધર્મની પારખ કરતાં આવડી. એ આત્મા પૂર્વના કેવા સંસ્કાર લઈને આવ્યો હશે ! કે અહાહા. લઘુવયમાં કેટલું અદૂભૂત આત્મમંથન અને કલ્યાણની કામના! તેમનું મન ત્યાં દીક્ષા લેવા પાછું પડયું. એટલે આવ્યા વટામણું ને મહાસતીજીનાં ચરણમાં પડીને કહ્યું કે મને તમારે શિષ્ય બનાવે, મારે જલદી આત્મકલ્યાણ કરવું છે. એમની આંતરિક ઈચ્છા જોઈને મહાસતીજી સમજી ગયા કે આ કેઈ હળુકમી, સરળ, વિનયવંત અને આત્માથી જીવ લાગે છે. એટલે કહ્યું કે ભાઈ! જે તમારે જલ્દી આત્મકલ્યાણ કરવું હોય તે ત્યાગ વિના ત્રણ કાળમાં કલ્યાણ થવાનું નથી. પણ હું તે સાધ્વી છું. તમારે દીક્ષા લેવી હોય તે અમારા ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજસાહેબ ખંભાતમાં બિરાજે છે. તેમના ચરણમાં તમારી જીવનનાવ સમર્પણ કરીને આત્મકલ્યાણ કરો. રવાભાઈને ગુરૂ મિલનની પ્યાસ જાગી. હવે જલ્દી ગુરૂદેવ પાસે જવાની લગની લાગી. કયારે હું ગુરૂદેવની પાસે જાઉં! જ લગની લાગી છે કે અગની જાગી છે, તુમ મિલનની ગુરૂ પલેપલ ઝંખ્યા કરું તને કે લગની લાગી છે રવાભાઈની દીક્ષા લેવાની ઉત્કૃષ્ટ ભાવના જોઈને વટામણુના એક શ્રાવક ભાઈ તેમને ખંભાત પૂ. છગનલાલજી મહારાજ સાહેબ પાસે ખંભાત લઈ આવ્યા. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ પણ ક્ષત્રિય હતા. અને રવાભાઈ પણ ક્ષત્રિય હતા. ગુરૂને જોતાં રવાભાઈનું મન ઠરી ગયું અને પૂ. ગુરૂદેવનું મન પણ તેમના પ્રત્યે આકર્ષાયું. રવાભાઈ તે પૂ. ગુરૂદેવના ખોળામાં માથું મૂકી પગ પકડીને કહેવા લાગ્યા, હે મારા ગુરૂદેવ ! મને આ સંસાર દાવાનળ જે લાગે છે. મને તેમાંથી જલદી બહાર કાઢે. મને દીક્ષાના દાન આપી મારું ભવનું દરિદ્ર ટાળો. ગુરૂદેવ કહે છે ભાઈ! એમ દીક્ષા ન અપાય. તને સામાયિક આદિ કંઈ આવડે છે? રવાભાઈ કહે–ગુરૂદેવ ! મને કાંઈ નથી આવડતું. ગુરૂદેવ કહે-પહેલાં તમે અહીં રહે, અભ્યાસ કરો અને પછી તમારા માતા-પિતાની આજ્ઞા લઈને આવે પછી દીક્ષાની વાત. એટલે તેઓ ગુરૂદેવ પાસે રહી અભ્યાસ કરવા લાગ્યા. રવાભાઈની બુદ્ધિ એવી તીવ્ર હતી કે તેઓ ગુરૂની કૃપાથી એક મહિનામાં સામાયિક, પ્રતિકમણ, છકાયના બેલ, નવતત્ત્વ વિગેરે શીખી ગયા. પછી કહે છે ગુરૂદેવ ! હવે તે મારી ક્ષણ ક્ષણ લાખેણી જાય
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy