________________
શારદા ઉપર
“બાળકનું ભાવિ જોતાં મહાસતીજીના હૃદયમાં જાગેલી લાગણી” : મહાસતીજી આ બાર વર્ષના બાલુડાની ભાવના જોઈને વિચાર કરે છે અહા ! આ નાના બાળક છે અને તે જૈન નથી છતાં તેની જાણવાની કેટલી જિજ્ઞાસા છે ! તેમણે રવાભાઈને ભજનનાં ભાવ સમજાવ્યા. સાથે મનુષ્યભવની દુર્લભતા અને સંસારની અસારતા સમજાવતાં કહ્યું કે આ જગતમાં સર્વ જેને પિતાનું જીવન પ્રિય છે. માટે કઈ જીવને મારવા નહિ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરે અને વનસ્પતિમાં જીવે છે. લીલા ઝાડના પાંદડાં, ફૂલ-ફળ વિગેરે તેડવામાં ઘણું પાપ છે. આ ઉપદેશ સાંભળતાં રવાભાઈના રોમેરેામે તેની સારી અસર થઈ અને તેમને લાગ્યું કે ખરેખર, જે આત્માનું કલ્યાણ કરવું હોય તે જૈન ધર્મની દીક્ષા લેવી. તેમના હૃદયમાં વૈરાગ્યનાં બીજ વવાયા. પછી તેઓ પોતાને ઘેર આવ્યા. ઘણીવાર તેમને કાકાની સાથે ખેતરમાં જવું પડતું હતું. તેમાં કપાસની કુલ સીઝન આવી. ખેતરમાં કપાસના પાક ભરચક થયે હતો. કપાસ વીણવવા માટે તેઓ ઘણાં માણસોની સાથે ખેતરમાં આવ્યા. પિતે કપાસ વીણે છે ને બીજા માણસો પાસે વીણવે છે. ખીલેલા કાલામાંથી રૂ ખેંચતાં તેર વર્ષના રવાભાઈને મહાસતીજીનો ઉપદેશ યાદ આવ્યું. અહો ! પેલા મહાસતીજી તે એમ કહેતાં હતાં કે એક પાંદડું તેડવામાં પણ આટલું પાપ છે તે હું તો કેટલા કાળા તોડી રહ્યો છું ! મને કેટલું પાપ લાગશે ? પાપના ડરથી રવાભાઈનું હૃદય કંપી ઉઠયું. તેઓ ઘેર આવીને પિતાના કાકા-કાકીને કહે છે કે હવે મારે આ સંસારમાં રહેવું નથી. સંસારમાં રહું તે પાપ કરવું પડે ને! હું તે વટામણ જાઉં છું. ત્યાં જઈને જૈન ધર્મની દીક્ષા લઈશ.
“એક વખતના ઉપદેશથી જાગેલો રવાભાઈને આત્મા : તેર વર્ષના બાલુડાની વાત સાંભળી કાકા-કાકી કહે છે તારે જે સાધુ થવું હોય તે ખુશીથી થા. તેમાં અમારી ના નથી. પણ આપણે જૈન નથી. આપણે ધર્મ સ્વામીનારાયણનો છે. માટે તને જૈન સાધુ નહિ બનવા દઈએ. મરી જઈએ તે કબૂલ પણ જૈનના ઉપાશ્રયમાં કદી જવું નહિ. માટે તારે સાધુ થવું હોય તે ગઢડા જઈને સ્વામીજીનો પરિચય કર અને તેમને ચેલે બન. જેની રગે રગે વૈરાગ્યને તીવ્ર રંગ લાગે છે તેવા રવાભાઈ સ્વામીનારાયણના ગઢડા આવ્યા ને તેમના મોટા મહંતને મળ્યા. અને પોતાને સાધુ થવાના ભાવ જણાવ્યા. ત્યારે મહંતે પૂછયું. ભાઈ! તમે ક્યાંથી આવ્યા છે ને તમારે વ્યવસાય શું છે? ત્યારે રવાભાઈએ કહ્યું. હું ગલીયાણાને રહેવાસી છું. કુટુંબમાં કાકા-કાકી છે. અમે બે ભાઈ અને એક બહેન છીએ. અમારે જમીન જાગીર સારી છે. ખેતી અમારો વ્યવસાય છે. ત્યારે મહંતે કહ્યું. ભાઈ! તારા હિસ્સાની જેટલી મિલકત હોય તેટલી અમારી ગાદીમાં અર્પણ કરી દે તે અમે તને સાધુ બનાવીએ.
“રવાભાઈએ કરેલી ધમની પરીક્ષા : મહંતની વાત સાંભળીને તેર