________________
શારદા શિખર
૫e નથી. કારણ કે આને મારાથી કંઈ કહેવાતું નથી. અને આ રીતે ચાલશે તે ભવિષ્યમાં મારે મોટું નુકશાન ભોગવવું પડશે. તેના કરતાં એનાથી છૂટા થઈ જવું સારું છે. એમ વિચાર કરીને ભાગીદારને સમજાવી પાંચ-પચીસ હજારનું નુકશાન વેઠીને ઘર મળે પતાવટ કરીને ભાગીદારીથી તેને છૂટે કર્યો. તે છૂટે થયેલે ભાગીદાર જ્યાં ને ત્યાંથી પેઢીના નામે પૈસા ઉપાડવા લાગ્યા પણ ભરપાઈ કરતો નથી. ત્યારે લેણદારે પિઢી ઉપર પૈસા લેવા માટે આવે છે. ત્યારે પેઢીને માલિક કહે કે મેં તમારે ત્યાંથી પૈસા ઉપાડયા નથી ને ક્યાંથી આપુ? ત્યારે કહે છે કે તમારો ભાગીદાર આટલા પૈસા લઈ ગયા છે. ત્યારે તેણે કહ્યું કે એને તે મેં ભાગીદારીમાંથી છૂટે કર્યો છે, હું પૈસા નહિ આપું. ત્યારે તેણીયાત કેટે ચઢે છે. ભાગીદારને કેર્ટમાં હાજર થવું પડે છે. ન્યાયાધીશ પાસે લેણુયાત ચોપડામાં લેણું બતાવે છે. ત્યારે ભાગીદાર કહે છે મારે એની સાથે કંઈ લેવા દેવા નથી. હું તેનાથી છૂટો થયેલ છે. ત્યારે ન્યાયાધીશ પૂછે છે કે તમે એનાથી છૂટા થયાં છે તે ગર્વમેન્ટનો દસ્તાવેજ કરાવ્યું હશે ને ? એની પાસેથી છૂટા થયા તેનું તમે સ્ટેમ્પના કાગળ ઉપર લખાણ તે કરાવ્યું હશે ને ? ત્યારે કહે છે કે ના, મેં લખાણ નથી કરાવ્યું પણ આટલું નુકશાન વેઠીને મેં એને છૂટે કર્યો છે. ત્યારે ન્યાયાધીશ કહે છે કે એ કંઈ ચાલે નહિ. અમારે તે લખાણ જોઈએ. જે લખાણ ન હોય તો તમારે એનાં નાણાં ભરપાઈ કરવા પડશે. કોર્ટમાં આ ચુકાદ થયે ને ભાગીદારને નાણાં ચૂકવવા પડયા. આ રીતે ભગવાન કહે છે કે તમે વસ્તુને ત્યાગ કરો, ઘણાં નિયમોનું પાલન કરે પણ જ્યાં સુધી પચ્ચખાણ નથી કર્યા ત્યાં સુધી જેમ પેલે ભાગીદાર છૂટ થયે પણ ગર્વમેન્ટનો દસ્તાવેજ ન કરાવ્યું તે ભાગીદારે નાણાં ઉપાડ્યા ને દેવું તેને ભરવું પડ્યું તેમ તમે ઉપગ નથી કરતા છતાં તેની ક્રિયા રૂપે આવેલું પાપ તમારે ભોગવવું પડશે. વ્રત-પ્રત્યાખ્યાન એ વીતરાગનો દસ્તાવેજ છે. માટે જે આવી નુકશાની જોગવવી ન હોય સંત રૂપી સરકાર પાસે વ્રત-પ્રત્યાખ્યાન રૂપી દસ્તાવેજ કરાવી લે. જે પ્રત્યાખ્યાન નહિ કર્યા હોય તે જ્યારે પણ દંડાવાને વખત આવશે.
તમે બે મિત્રો છે. એક મિત્ર તમને કહે કે ચાલ હોટલમાં, હવે તમે ના પાડે તો બેટું લાગે પણ જો તમારે પચ્ચખાણ હશે ને ના પાડશે તે ખોટું નહિ લાગે ને પાપથી અટકશે. આપણે મલ્લીનાથ ભગવાનનો અધિકાર ચાલે છે. મિથિલા નગરીમાં કુંભરાજાની પ્રભાવંતી રાણીની કુંખે મલીકુમારીનો જન્મ થયે. મલ્લીકુમારી તીર્થકર નામ કર્મ બાંધીને આવ્યા છે. તીર્થંકર પ્રભુને પુય પ્રભાવ અલૌકિક હોય છે. તેમનો જન્મ મહોત્સવ ઉજવવા દે અને ઈન્દ્રો આવ્યા. અને તેમના પિતા કુંભરાજાએ પણ તેમનો જન્મ મહોત્સવ ઉજવ્યું. હવે તેમનું નામ મલ્લીકુમારી શા માટે પડયું ? તે સાંભળે,