________________
શારદા શિખર હૃદયમાં લખી દે કે આજથી મારે કેઈની સાથે નવું વર બાંધવું નથી અને જેની સાથે જુનું વૈર છે તેનું વિસર્જન કરી તેની સાથે હું સ્નેહનું સર્જન કરું છું. આ ભાવ દરેક આત્માના દિલમાં જાગે તે આજનું સંવત્સરી પર્વ ઉજવ્યું સફળ થાય અને આ દાવાનળથી સળગતે સંસાર સ્વર્ગ સમાન બની જાય. આ સંવત્સરી પર્વ ક્ષમાને સંદેશ લઈને દર વર્ષે એક વખત આવે છે. તે આ પર્વાધિરાજને સંદેશે હદયમાં ઝીલી લઈ કષાયની કાલિમાને ક્ષમાના પવિત્ર જળથી ધોઈને આત્માને પવિત્ર અને નિર્મળ બનાવજે.
સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પહેલાં તમારે જેની જેની સાથે વૈર થયા હોય તેને ખમાવી લેજો. સામી વ્યક્તિ ખમાવે કે ન ખમાવે પણ તમે તે જરૂર તેની પાસે ક્ષમા માંગી લેજે. આપણે ત્યાં આ સતીઓનાં તપને નિમિત્તે પિતાના આત્માને જાગૃત કરી સ્વ કલ્યાણ માટે ભાઈ બહેને સજોડે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવા તૈયાર થયા છે તેમને પચ્ચખાણ આપું છું. આજે ક્ષમા વિષે ઘણું કહેવાયું છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૭ ભાદરવા સુદ ૭ને મંગળવાર
તા. ૩૧-૮-૭ અનંત કરૂણાના સાગર સર્વજ્ઞ ભગવંતની શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત વીતરાગની વાણું મેક્ષમાં જવાની નીસરણી છે. એ નીસરણીને સહારે લઈ અનેક જીએ સિધિનું શિખર સર કર્યું, અને અવ્યાબાધ સુખને પામ્યા. આ માનવ જીવનની સફળતા સિાધના પાને ચઢવા માટે છે, પણ જોગ વિલાસમાં મસ્ત બનવા માટે નથી. પરંતુ ભેગને ત્યાગ અને ત્યાગને રાગ કરવામાં છે.
જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનની વાત ચાલે છે. તેમાં પ્રભાદેવી સુખશયામાં અર્ધનિદ્રા અને અર્ધ જાગૃત અવસ્થામાં સૂતા હતા તે વખતે તેમણે ચૌદ મહાસ્વપ્ન જોયા. તે ચૌદ સ્વપ્ન જોઈને પ્રભાવતી રાણી જાગ્રત થયાં ને જાગીને તેમણે ધર્મ જાઝિકા કરી અને સવાર પડતાં રાણી ક્યાં આવ્યા?
___ "तए णं सा पभावई देवी जेणेव कुंभराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव भत्तार कहणं सुमिणपाठग पुच्छा जाव विहरन्ति ।"
પ્રભાવતી રાણી જ્યાં તેમના પતિ કુંભરાજા સૂતા હતા ત્યાં આવ્યા. આવીને હાથ જોડીને નમ્રતાપૂર્વક કહે છે તે સ્વામીનાથ ! આજે રાત્રે મેં આવા ચૌદ સ્વપ્ન જોયાં છે. આ રાજાની રાણી છે છતાં પણ તેમનામાં કેટલે વિનય છે! જ્યારે કઈ