SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૫૬૯ દિલમાંથી વર ચાલ્યું ગયું છે. તે તમારા અંતરમાં મૈત્રીભાવ આવી ગયો છે. તમને ધન્યવાદ છે કે તમોએ અમારા મૈત્રીભાવને પ્રયતન સફળ બનાવ્યું. આપણું વચ્ચે જે કાંઈ બન્યું તે અહીં દાટી દેવાનું. આપણાં ચાર સિવાય કઈ જાણે નહિ. હવે આપણે બધા સાથે રહીશું. હું રાજાને કહીને તમેને કેઈ સારા હોદ્દા ઉપર બેસાડી દઈશ. અને આપણે બધાં સાથે રહીને મૈત્રીભાવ કેળવી સુકૃત્યની સાધના કરી આપણું માનવજીવન સફળ બનાવીશું. કવિની પત્ની કહે છે દિયરીયાઓ ! તમારા ભાઈ જે કહે છે તે સત્ય છે. એ તે દેવને અવતાર છે. એમનું હૃદય વિશાળ છે. એટલે તમે જરાપણ હિંમત હારશે નહિ. અમારાથી જુદાઈ પણ રાખશે નહિ. અને તમારા ભાઈના સંગમાં રહીને જેટલાં ગુણે મળે તેટલાં લઈ લે. જુઓ, તમારા ભાઈના સહવાસમાં રહેવાથી મારું જીવન પણ કેટલું પલ્ટાઈ ગયું ! હું પરણીને આવી ત્યારે વરની આગ શાંત કરી મૈત્રીભાવ કેળવવા માટે મારા પ્રાણનું બલિદાન આપવા માટે તૈયાર થાઉં તેવું આત્મબળ મારામાં ન હતું. હું તે પથ્થર જેવી હતી. આ તમારા ભાઈને રૂડે પ્રતાપ છે કે તેમણે મને પથરા જેવીને ઘડીને મનહર મૂર્તિ જેવી બનાવી. અને મારા જીવનનું સુંદર ઘડતર કર્યું છે. તે તમે એમના સંસર્ગમાં રહેશે તે તમારા જીવનનું પણ સારું ઘડતર થશે. ચાલે, હવે આપણે બધા ઘેર જઈએ. એમ કહીને કવિની પત્નીએ રડતાં બંને ભાઈઓને ઉભા કર્યા. બંને ભાઈઓ કહે છે ભાઈ-ભાભી તમેને અમારું મુખ બતાવતાં પણ શરમ આવે છે. તે દુનિયાને તે અમે કેવી રીતે અમારું મુખ બતાવી શકીએ ! અમે તો દેશમાં ચાલ્યા જઈશું. ભાભી કહે છે ભાઈ! એમ ન જવાય. જે બન્યું તે બન્યું. તેને ભૂલી જાઓ ને કંઈ બન્યું નથી એમ સમજી લે. વૈર ને ઝેરને જલાવી દઈ, કષાય અને દ્વેષને દૂર કરીને, હૈયું ફુલ જેવું કમળ બનાવીને એકબીજાને ખમાવી લઈએ. અને જીવનને ન પડે શરૂ કરીએ. તમે તે અમારા સગા ભાઈ છે માટે મનમાં જરા પણ ઓછું લાવશે નહિ, ને જરા પણ ગભરાશો નહિ. ત્યારે ભાઈએ પણ કહ્યું કે હું તે આજે મારા જીવનને ધન્યતાને દિવસ માનું છું કે આ પરદેશમાં પણ દેવવંશી ત જેવા મોટાભાઈને મેળાપ થ. કવિરત્નની ઉદારતા : કવિરન બીજે દિવસે પિતાના બે ભાઈઓને રાજાની પાસે લઈ ગયાં ને કહ્યું કે સાહેબ ! આ સંગીતકારો મારા કાકાના દીકરા ભાઈ થાય છે. અમે ઘણાં વર્ષોથી દેશ છોડીને અહીં આવ્યા છીએ તેથી મેં એમને ઓળખ્યા નહિ. કાલે જ ઓળખાણ થઈ. તે હું આપને એક નમ્ર વિનંતી કરું છું કે આપ આ મારા ભાઈઓને કેઈ સારા હોદ્દા પર રાખે. કવિરત્નને માટે ७२
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy