________________
શારદા શિખર બે ભાઈઓને પશ્ચાતાપ અને કપાત :- મારવા માટે આવેલા બંને ભાઈઓ ભાઈ-ભાભીના ચરણમાં પડી કાળે કલ્પાંત કરવા લાગ્યા. અહે, મોટા ભાઈ અને ભાભી માતા-પિતા સમાન છે. અમે અધમ પાપી છીએ. અમે બાળક બુદ્ધિ કરી આવેશમાં આવીને આટલે દૂરથી આપને મારવા માટે આવ્યા. અરે ! અમે આપને ઓળખ્યાં નહિ. ક્યાં આપની ઉદારતા, ક્ષમા અને કયાં અમારી અધમતા ! અમે બંને ગૂંડા બનીને આપને મારવા માટે આવ્યા છીએ. તેની માર્ગમાં આપને ખબર પડી. તે વખતે આપે ધાર્યું હોત તે અમને મારી નાંખવા સમર્થ હતા. વળી અમે તે આવ્યા ત્યારથી જોઈએ છીએ કે આપ રાજાને કેટલા માનનીય છે ! આપે રાજાસાહેબને આ વાતની જાણ કરી હતી તે અમને જિંદગીભર જેલમાં પૂરાવી શકત, ફાંસીની સજા કરાવી શક્ત. છતાં આપે એવું કાંઈ નહિ કરતાં આપણું કુટુંબ પરંપરામાંથી વૈરને અંત લાવવા માટે આપનું જીવન કુરબાન કરવાની ઉદારતા કરી અમારા જેવા નીચ અને પાપીઓ ઉપર આપ બંનેએ અનહદ મૈત્રીભાવ રાખીને વાત્સલ્યના વહેણ વહાવ્યાં. તેમાં પણ અમારા ભાભી સાહેબની ઉદારતાને અને તેમની દીર્ધદર્શિતાને તે કેટકેટી ધન્યવાદ આપવા ઘટે છે. કારણ કે તેમણે રાજાને ચાડી તે ન ખાધી પણ ઉપરથી અમને બચાવી લેવાની દીર્ધદષ્ટિ વાપરી અને વૈરની પરંપરા અટકાવવા માટે પોતે બળી મરવાનો નિર્ણય કર્યો. આપ બંને દેવ જેવાં છે ને અમે મનુષ્યના રૂપમાં રાક્ષસ છીએ. આટલું બોલતાં પિતાના પાપને પશ્ચાતાપ કરતાં બંનેની આંખમાં દડદડ આંસુ વહેવા લાગ્યા, તેઓ ભાઈ-ભાભીના ચરણમાં પડીને કહે છે અમે પાપી–કર જીવવાને લાયક નથી. અમારા જેવા પાપીએથી આ પૃથ્વી ઉપર ભાર વધી ગયા છે. અમે આ ભૂમિને ભાર હળવે કરવાં આપઘાત કરીને મરી જઈશું. એમ કહી મરવા માટે તલવાર હાથમાં લઈને પિતાના ગળા પર ફેરવવા જાય છે. ત્યાં કવિરને તેમના હાથમાંથી તલવાર ઝૂંટવી લીધી ને હૈયાનાં હેતથી પ્રેમભરેલાં શબ્દથી બંને ભાઈઓને સમજાવીને શાંત કર્યા.
કવિરત્નને ઉપદેશ” - બંને ભાઈઓને કહે છે ભાઈ! આપણાંથી આપઘાત ન કરાય. આપઘાત એ મોટામાં મેટું પાપ છે. “આપઘાતથી જીવનને અંત આવશે પણ પાપને અંત નહિ આવે. અને જે પાપનો અંત કર્યા વિના મરી જઈશું તે બીજા જન્મમાં કેટલાય દુઃખે ભેગવવા પડશે અને જન્મ-મરણ કરતાં ભાવમાં ભમવું પડશે. પાપ કર્મોને નાશ કરવા માટે મનુષ્ય જન્મ જે બીજો એક પણ જન્મ નથી. મનુષ્ય જન્મમાં દાન, શીયળ, તપ અને ભાવ, તેમજ પરોપકાર, સંયમ આદિ સુકૃત્ય કરીને પાપને અંત લાવી શકાય છે. આવી કર્મોને ક્ષય કરવાની ઉત્તમ તક આપઘાત કરીને કેમ ગુમાવાય ? હે મારા વીરે ! હવે તમે રડો નહિ. તમે પણ દેવ જેવાં બની ગયા છે. કારણ કે હવે તમારા