________________
* ૫૫
શારદા શિખર શિષ્ય સત્યભૂતિ મુનિ ગૌચરી માટે જતાં હતા. ત્યાં બે બ્રાહ્મણપુત્રો મુનિ સાથે માર્ગમાં વાદ કરવા લાગ્યા. બાદમાં બે બ્રાહ્મણપુત્રોને મુનિએ પૂછયું કે તમે પૂર્વભવમાં કેણ હતા? તે મને કહે. ત્યારે તેમણે કહ્યું પૂર્વભવમાં અમે કેણ હતાં તે અમે જાણતાં નથી. જો તમે જાણતા હો તે અમને કહે. એટલે હવે સત્યભૂતિ મુનિ તે બને અભિમાની બ્રાહ્મણપુત્રને પૂર્વભવની વાત કહે છે.
વિપ્ર આ ગામમાં પ્રવર નામને એક બ્રાહાણ રહેતું હતું. તે ખેતી કરીને તેનું ગુજરાન ચલાવતે હતે. તે એક દિવસ હળ લઈને ખેતરમાં ખેડવા માટે ગયા હતું ત્યારે આકાશમાં ઘનઘોર વાદળાં ચઢી આવ્યા. જોરશોરથી મેઘની ગર્જનાઓ થવા લાગી. તેથી પ્રવર બ્રાહ્મણ તેનું ગાડું, હળ બધું ખેતરમાં મૂકીને ઘેર આવે. સાત દિવસ અને સાત રાત્રી સુધી મૂશળધાર વરસાદ વરસ્ય. આવા વરસાદમાં મનુષ્ય તે ઘરમાં જે હોય તે ખાઈ લે પણ બિચારા પશુઓની શી દશા થાય? બિચારા પશુઓ ભૂખથી પીડાવા લાગ્યા. આઠમે દિવસે વરસાદ બંધ રહ્યા પછી બે શિયાળ પ્રવર બ્રાહ્મણના ખેતરમાં આવ્યા. તે ખૂબ ભૂખ્યા થયા હતા તે બ્રાહ્મણના ગાડાને ચામડાની નાડી બાંધેલી હતી, તે સાત દિવસનાં ભૂખ્યા શિયાળીયા તે ચામડાની નાડીને દાંત વડે કાપીને ખાઈ ગયા. સાત દિવસના ભૂખ્યા શિયાળીયા એકદમ ચામડાની નાડી ખાવાથી તેમના પેટમાં આફરે ચઢય. પેટ ફૂલીને ઢમઢેલ થઈ ગયું ને ત્યાં ને ત્યાં બંને શિયાળ મરણ પામ્યા. અને એ બને શિયાળીયાં મરણ પામીને તમે આ બ્રાહ્મણના પુત્રો થયા.
આ તરફ વર્ષા બંધ થયા પછી પ્રવર બ્રાહ્મણ ખેતરમાં આવ્યું. પોતાના ગાડાની નાડી કેઈ ખાઈ જવાથી ખૂબ ગુસ્સે થયે. તેણે બે શિયાળને ત્યાં મરેલાં જોયા. તેને લાગ્યું કે આ શિયાળ જ મારા ગાડાની નાડી ખાઈ ગયા હશે. તેથી ગુસ્સામાં તેણે એ બંને શિયાળની ચામડી ઉતરાવીને એણે ખેતરમાં રહેવા માટે બાંધેલા છાપરા ઉપર લટકાવી દીધી. આ વાત જે તમારા માનવામાં ન આવતી હોય તે ખેતરમાં જઈને તપાસ કરે. ખાત્રી કરવા માટે ઘણાં લેકે ખેતરમાં જોવા ગયા. અને ખેડૂતને પૂછતાં સત્ય વાતની ખાત્રી થઈ. લોકે બેલવા લાગ્યા. પૂર્વભવના શિયાળીયા બ્રાહ્મણને ઘેર પુત્ર તરીકે આવીને જન્મ્યા છે. તેથી તેઓને ખૂબ દુખ થયું. એક તે સત્યભૂતિ મુનિ પાસે હારી ગયા હતા તેનું દિલમાં ખૂબ દુઃખ હતું ને બીજું કે આમ બાલવા લાગ્યા.
પિતાએ કાઢેલા વેણુ- શાસ્ત્રથી હાર્યા તે શસ્ત્ર હતું ને?’: આ બંને બ્રાહ્મણપુત્રો પિતાના જ્ઞાનને ઘમંડ લઈને ફરતા હતાં, પણ જૈન મુનિ પાસે હારી જવાથી ઉદાસ થઈને ઘેર આવ્યા. એના પિતાએ ઉદાસીનતાનું કારણ પૂછયું ત્યારે