SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ શારદા ખિર માટે સોનાનું રત્નજડિત પાંજરું કરાવ્યું. સુચના એને સેનાના રત્નજડિત પિંજરામાં રાખતી ને રોજ તેને દાડમની કળીઓ અને મેવા ખવડાવતી હતી. બધા કરતાં એને પિપટ ખૂબ વહાલે હતે, ધીમે ધીમે એને પિપટ પ્રત્યે એટલે બધે રાગ થઈ ગયે કે પિપટ વિના એને ક્યાંય ગમતું ન હતું. ખાતા–પીતાં, હરતાં ફરતાં ને સૂતા પિપટ એની પાસે જ જોઈએ. ક્યાંય બહાર ફરવા માટે જાય તે પણ સાથે લઈ જતી. આ સુચના જ્યારે પિતાના નગરમાં સંત-સતીજીએ પધારે ત્યારે તેમના દર્શનનો લાભ લેતી હતી. એને પિપટ એટલે બધે વહાલે હતું કે દર્શન કરવા માટે જતી તે પણ પોપટને સાથે લઈ જતી હતી. એક વખત તે ગામમાં મહાન જ્ઞાની સંત પધાર્યા. સુલોચના પિતાના પ્યારા પિપટને સાથે લઈને દર્શન કરવા ગઈ. સંતના દર્શન કર્યા, વ્યાખ્યાન વાણી સાંભળી. સંતની વાણી સાંભળતાં જેમ મનુષ્યને આનંદ આવે છે તેમ આ પોપટને પણ ખૂબ આનંદ થયે. તે સંતને લળી લળીને વંદન કરવા લાગ્યું. બંધુઓ ! મનુષ્યને તે સંતની વાણી સાંભળીને આનંદ થાય ને ઉત્કૃષ્ટ ભાવથી સંતને વંદન કરે. પણ અહીં સંતની વાણી સાંભળતાં પૂર્વના સંસ્કારને કારણે પોપટને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે વિચારવા લાગ્યો કે અહો! મેં પૂર્વભવમાં કેવી સુંદર આરાધના કરી હતી પણ પરિગ્રહની મૂછ અને લેકમાં સારા કહેવડાવવા માટે માયા કપટ કરી વ્રતની વિરાધના કરી હતી તેથી પિપટ થયે. જાણ્યા પછી પિપટને વિરાધના શલ્યની જેમ ડંખવા લાગી. પણ તિચચના ભવમાં એ બીજું શું કરી શકે ? છતાં તેણે એ નિર્ણય કર્યો કે રેજ સવારમાં જ્યાં સુધી સંતના દર્શન ન કરું ત્યાં સુધી મારે કંઈ ખાવું-પીવું નહિ. સુચના દરરોજ પિપટને દર્શન કરવા લઈ જતી પણ એક દિવસ તે સંતના દર્શન કરવા જઈ શકી નહિ. પિટને તે દર્શન કરવાનો નિયમ હતું, અને તે ચટપટી લાગી કે જ્યારે પાંજરું ખુલે ને હું દર્શન કરવા જાઉં ! આ તે દર્શન કરવાની ભાવના છે અને બીજી દષ્ટિથી સ્વેચ્છાપૂર્વક વનમાં વિહરતા પિપટને આ રતનજડિત પાંજરામાં મળતું બધું સુખ અને રાજકુમારીના લાડ હોવા છતાં તેને પાંજરું બંધનરૂપ લાગતું. તેમાંથી છૂટવાને રસ્તો શોધતે. સુલોચનાને પોપટ ખૂબ વહાલે તેથી તેને જરાય છૂટે ન મૂકે. તેને પાંજરામાં દાડમની કળીઓ ખવડાવતી હતી. તેમાં દાડમ લેવાં જતાં પાંજરું ખુલ્લું રહી ગયું. પિોપટ લાગ જોઈને પાંજરામાંથી ઉડી ગયે. પિટને નહિ જોતાં કુંવરી ખૂબ રડવા લાગી. રાગબંધન કેવી દશા કરે છે? જુઓ, રાગનું બંધન કેવું ભયંકર છે ! રાગ માનવીને કેટલું રૂદન કરાવે છે ! સુચના પોપટ પાછળ મૂરવા લાગી. ખાવા પીવાનો ત્યાગ કર્યો. રાજાને આ વાતની ખબર પડતાં પુત્રી પાસે આવીને કહ્યું-બેટા !
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy