SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર પ૯ હું ઉડી જાઉં. પણ તમને બંધનથી મુક્ત થવાનું મન થાય છે? તમને બંધન ખટકે છે? અજ્ઞાની જીવને બંધન ખટકતું નથી, પણ જ્ઞાની આત્માઓને સંસારનાં ગમે તેટલાં સુખ મળે, સુખની સામગ્રી મળે, તે પણ તેની દષ્ટિએ બધું બંધન દેખાય છે. એ તે એમ જ વિચાર કરે છે કે મારા પુણ્યના ઉદયથી આ બધી સામગ્રી મળી છે પણ તેમાં મારે રાચવા જેવું નથી. આ મનુષ્યભવમાં એ પુરૂષાર્થ કરી લઉં કે મારો આત્મા સદાને માટે બંધનમાંથી મુક્ત બની જાય. ઢોરને ખીલેથી છોડવામાં આવે ને પોપટને પિંજરમાંથી મુક્ત કરે તો પણ એ દ્રવ્ય મુક્તિ છે. પણ ઘાતી અને અઘાતી એ આઠ કર્મોના બંધનમાંથી જીવની મુક્તિ થાય તે ભાવમુકિત છે. અજ્ઞાની જીવને આવી દષ્ટિ હોતી નથી. એ તે જેમ કરોળિયે જાળ બાંધે છે ને તે પિતાની બનાવેલી જાળમાં પિતે સપડાય છે તેમ મોહમાં ઘેરાયેલા અજ્ઞાની જીવ પણ સંસારની માયા રૂપી જાળને તેડવાને બદલે તેમાં વધુ ને વધુ ફસાતે જાય છે. કારણ કે હું બંધનથી બંધાયેલ છું એવું લાગ્યું નથી. સંસારના સુખ ભલે તમને સારાં લાગે પણ જ્ઞાનીની દષ્ટિએ કર્મના બંધને બંધાવનારા છે. આવું સમજી બંધન તેડવાને પુરૂષાર્થ કરે. કારણ કે આપણી જિંદગી ખૂબ ક્ષણિક છે. આંસુથી લખેલા અક્ષર તરત સૂકાઈ જાય તેમ જ્ઞાની કહે છે કે તારી જિંદગી પણ આંસુથી લખેલાં અક્ષર જેવી છે. જિંદગી ક્યારે વિલય થઈ જશે તેની ખબર નથી. કયારે આ કુટુંબ પરિવારને રડતા મૂકીને ચાલ્યા જવું પડશે તેની ખબર નથી. સૂર્યને સવારે ઉદય ને સાંજે અસ્ત છે. પણ આ જીવનને સૂર્ય કયારે અસ્ત થશે તેની ખબર નથી. આ વાતને સમજી રાગ-દ્વેષની માયાજાળને તોડી નાંખે. પિપટ જેવા પ્રાણુને પિંજરું બંધન લાગ્યું કે તેણે રસ્તે શોધવા માંડ. એક પિપટ જંગલમાં સ્વતંત્રપણે વિચરતે હતો, વનફળ ખાઈને આનંદ કિલ્લોલ કરતે હતે. એની ભાષા ખૂબ મધુર હતી. તે વૃક્ષની ડાળી ઉપર બેસીને એવી મધુર ભાષાથી બોલતું હતું કે તે સાંભળીને શિકારી ખુશ છે. એને વિચાર છે કે આ પિપટ તે બહુ સુંદર છે. ને વિવિધ પ્રકારની ભાષા બોલે છે. વળી તેના બોલવામાં મીઠાશ કેટલી બધી છે ! આ પિપટ જે રાજાને ભેટ આપું તે રાજા મારા ઉપર ખુશ થઈને સારું ઈનામ આપશે. આમ વિચારીને શિકારીએ તેની ચતુરાઈથી વૃક્ષની ડાળી ઉપર સ્વતંત્ર પણે બેઠેલા પોપટને પકડો. કર્મવશ પોપટ પકડાઈ ગયો. શિકારી તેને પિંજરામાં પૂરીને રાજા પાસે લાવ્યો ને રાજાને ભેટ આપે. રાજા પણ પિપટ જોઈને ખુશ થયાં ને પોપટને રાખી લીધે. તેના બદલામાં રાજાએ શિકારીને ઘણું ધન આપ્યું. આ રાજાનું નામ નરવિકમ રાજા હતું. રાજાએ તે પિપટ પિતાની વહાલી પુત્રી સુચનાને આપે. પિપટની મીઠી મધુરી ભાષા સાંભળીને સુચના ખુશ થઈ જતી. તેને પોપટ ખૂબ ગમી ગયે, સુલોચનાએ પિોપટ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy