________________
શારદા શિખર
૫૭ એકલા વિચર્યા. અને ગમે તેવા ક્ષુદ્ર-ઝેરી જંતુઓના ત્રાસ, મનુષ્યો અને તિયાના ત્રાસ, અને સંગમ જેવા દેવનાં ઉપસર્ગોને સમતાપૂર્વક શાંતિથી, આનંદથી ને પ્રેમથી સહન કર્યા. દેહને રાગ દૂર કર્યો અને આત્માના જ્ઞાન-દર્શન ચારિત્ર રૂપ ગુણેને ઉત્તરોત્તર વિકાસ કરી તેમાં લીન રહ્યા. પણ પિતાના તરફથી કઈ પણ જીવને ત્રાસ દુઃખ આપ્યા નહિ કે કદી કઈ ઉપર ક્રોધ કર્યો નહિ. આવી પ્રભુની અજોડ સાધના હતી.
આપણું ભારત ભૂમિનું એ મહાન સદ્ભાગ્ય છે કે આવા કરૂણાના સાગર પ્રભુ આ ભૂમિમાં જન્મ્યા. અને વિશ્વને સાચું સુખ અને શાંતિનું ભાન કરાવી આત્માની ઉન્નતિને સાચો રાહ બતાવી ગયા. જગતના દરેક જીવમાં દયા-પ્રેમક્ષમા–સદાચાર, સંયમ, સંતેષ વિગેરે ગુણોને વિકાસ થાય તે માટે સતત બેયને ધધ વહાવ્યું. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુએ ગ્રામાનુગ્રામ વિચરી અનેક જીવને પ્રતિબંધ પમાડી સંસાર સાગરથી તાર્યા છે. અને જીવનના અંતિમ સમય સુધી અપ્રમત્તપણે દેશના આપી છે. આ ઉપરથી આપણે એ સમજવાનું છે કે પ્રમાદને ત્યાગ કરી સત્કાર્યમાં સદા ક્રિયાશીલ રહેવું અને પરહિત કાજે તત્પર રહેવું. એ ભગવાનના જીવનમાંથી આપણને બોધ મળે છે.
- ભગવાન મહાવીરને અહિંસાવાદ, અનેકાંતવાદ, અને અપરિગ્રહવાદ આ ત્રણે વાદે ભારતની પ્રજાને મહામૂલી ભેટ છે. આધુનિક યુગનાં અનેક જાતનાં સંઘર્ષણને જન્મ આપનાર મિથ્યાવાદને ત્યાગ કરીને જે માનવ ભગવાને બતાવેલાં આ ત્રણે વાદેને સ્વીકાર કરે તે આધિ-વ્યાધિ-અને ઉપાધિથી ઉકળી રહેલા જગતમાં પરમ શાંતિનું સામ્રાજ્ય સ્થપાય. ભગવાન મહાવીરસ્વામીએ મોટા મહારાજાઓને, વિજેતાઓને, ધનવાનને, અને સામાન્ય મનુષ્યોને સરખે ઉપદેશ આપી ધર્મને માર્ગે વાળ્યા. તેમાં ઘણાં મનુષ્યએ સંસારનો ત્યાગ કરી પ્રભુના ચરણમાં જીવન સમર્પણ કરી દીક્ષા લીધી. આ ઉપરથી આપણે સમજી શકીએ. છીએ કે પ્રભુને ઉપદેશ કે અમેઘ ‘ને અસરકારક હતે. મનુષ્ય જન્મ પામીને પ્રબળ પુરૂષાર્થ કરી, ઉપસર્ગો અને 'પરિષહોની સામે ઝઝૂમીને પ્રભુ જનમાંથી જિન બન્યા, જીવમાંથી શીવ બન્યા 'અને સાધકમાંથી સિદ્ધ બન્યા. અને તેમણે આપણને જીવનનું ધ્યેય શું છે તે શીખવાડયું. ભગવાને જગતના જીને જીવવાને એક આદર્શ આપ્યો અને જીવન કેમ છવાય તે જીવી બતાવ્યું. જે મનુષ્ય ભગવાનની આજ્ઞાનુસાર જીવન જીવે છે તે એક દિવસ ભગવાન જે પદને પામ્યા છે તે નિર્વાણપદને અવશ્યમેવ પામે છે. પછી તેમને આ સંસારમાં આવવાનું રહેતું નથી. અને મોક્ષમાં અનંત આત્મિક અવ્યાબાધ સુખને મહાન આનંદ અનુભવે છે. - બંધુઓ ! મહાવીર ભગવાનની અહિંસાની રેશની ભારતના ખૂણે ખૂણે ઝળહળે,