SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ શારદા શિખર શેભે. બ્રાહ્મણને ત્યાં શોભે નહિ. હરિણગમવી દેવતાએ તે પ્રમાણે કર્યું. ત્યારે દેવાનંદાના મુખમાંથી ચૌદ સ્વપ્ના નીકળીને ત્રિશલામાતાને ત્યાં જવા લાગ્યા. ૮રા રાત્રી ભગવાન દેવાનંદા માતાની કુક્ષીમાં રહ્યા. દેવાનંદાને સરા : પિતાના મુખમાંથી સ્વને બહાર નીકળતાં જઈ દેવાનંદામાતાને ખૂબ દુઃખ થયું. તે રડવા લાગ્યા. બંધુએ ! આ બાબતમાં પણ કર્મને સંકેત છે. પૂર્વભવમાં દેવાનંદા અને ત્રિશલામાતા દેરાણી જેઠાણી હતા. ત્યારે દેવાનંદા જેઠાણી હતાં. તેમણે દેરાણીના રત્નને ડઓ ચારી લીધું હતું. તેથી આ ભવમાં રનથી પણ અધિક મૂલ્યવાન તીર્થંકર પ્રભુ જે પુત્ર રન ચેરાઈ ગયે. દેવાનંદા રડવા લાગ્યા ને ત્રિશલામાતા હરખાયા. તેમણે સિદ્ધાર્થ રાજાને સ્વપ્ન સબંધી વાત કરી. સવાર થતાં સ્વપ્ન પાઠકેને બોલાવી સિધ્ધાર્થ રાજાએ સ્વપ્નનું ફળ પૂછયું. સ્વપ્ન પાઠકેએ કહ્યું કે જગત ઉધારક તીર્થંકર પ્રભુ ત્રિશલામાતાની કુક્ષીથી જન્મ લેશે. દીકરાની લાગણું માતાની સમજમાં ન આવતા દુઃખી થયેલા ત્રિશલા માતાઃ ક્ષત્રિયકુંડ નગરમાં આનંદ આનંદ છવાયે. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી સિધ્ધાર્થ રાજાના ભંડારમાં સમૃદ્ધિ વધવા લાગી, ધન-ધાન્યની વૃદ્ધિ થવા લાગી. મંગલ વાજિંત્રે વાગવા લાગ્યા. પ્રભુના મનમાં થયું કે હું હલનચલન કરું છું તેથી મારી માતાને દુઃખ થાય છે. એમ વિચારી હલનચલન બંધ કર્યું. ત્યારે માતાને થયું કે મારે ગર્ભ ચેરાઈ ગયે. ત્રિશલામાતા રડવા શૂરવા લાગ્યા. મંગલ વાજિંત્રે ને શરણાઈઓ વાગતી બંધ કરાવી. પ્રભુ તે ત્રણ જ્ઞાનના ધણી હતા. તેમણે જ્ઞાન દ્વારા જાણ્યું કે માતાને શાતા ઉપજાવતાં આશાતા થઈ. એ રડે છે. એથી પ્રભુએ હલનચલન શરૂ કર્યું. એટલે પુનઃ આનંદ આનંદ છવાઈ ગયો. માતા ખૂબ કાળજી પૂર્વક ગર્ભનું પાલન કરવા લાગ્યા. આમ કરતાં સવાનવ માસ પૂરા થતાં ચૈત્ર સુદ તેરસની રાત્રે મધ્યરાત્રીના સમયે ત્રિશલામાતાએ મહાવીર પ્રભુને જન્મ આપે. પુણ્યવાન આત્માઓનો જન્મ દિવસે થતું નથી. કારણ કે આવા મહાન પુરૂષો માતાની એબ કેઈને જેવા દેતાં નથી. તેમજ એવા પુણ્યવાન પુત્રને જન્મ થાય છે ત્યારે માતાને કષ્ટ પણ પડતું નથી. ચૈત્ર સુદ તેરસની રાત્રે શુભ નક્ષત્ર ને ગ્રહને યોગ હતે તે સમયે પ્રભુને જન્મ થતાં ક્ષત્રિયકુંડ નગરમાં સર્વત્ર આનંદ આનંદ પ્રસરી ગયે. તીર્થંકર પ્રભુને જન્મ મહોત્સવ ઉજવવા દે અને ઈન્દ્રો આવ્યા. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી ધન-ધાન્યની વૃધ્ધિ થઈ હતી. એક જન્મે રાજદુલારી, દુનિયાને તારણહારો, વર્ધમાનનું નામ ધરીને, પ્રગટયો તેજ સિતારો રે. પૃથ્વી પરથી અંધકારના, વાદળ જાણે વિખરાયાં, (૨)
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy