________________
આ શિખર
પરંપ કારણ કે જ્યાં સુધી જીવના માથે ભવના ફેરા છે ત્યાં સુધી ભય છે. જીવ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકત્વ પામે તે જરૂર ભવને અંત આવે.
મિથ્યાત્વના કાતિલ ઝેરનું જે જીવ વમન કરે છે તેને સંસાર કટ થઈ જાય છે. જન્મ-મરણનું મૂળ કારણ મિથ્યાત્વ છે. સાચી માન્યતા તે સમક્તિ અને વિપરીત માન્યતા તે મિથ્યાત્વ છે. જે જીવ મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યકત્વ પામે તેને સંસાર પરિમિત થઈ જાય. અને તે જીવ વહેલું કે મોડો જરૂર મોક્ષમાં પહોંચવાનો છે. જ્યાં સુધી જીવ સમ્યક્ત્વ નથી પામ્યા ત્યાં સુધી તે ભવમાં ભૂલ પડેલે યાત્રી છે. આ ભવભ્રમણ અટકાવવા માટે સંત-સતીજી કહે છે કે તમે જેમ બને તેમ સંસારને રાગ છેડી ધર્મારાધના કરો. જો તમે કંઈ ન કરી શકતા હે તે એટલું કરે કે ગામમાં સંત બિરાજતાં હોય તે તેમનાં દર્શન અવશ્ય કરવા. તેમાં કેટલું લાભ થાય તે જાણે છે?
એક વખત કઈ જ્ઞાની સંત ગામ બહાર ઉદ્યાનમાં પધાર્યા. એક શ્રધ્ધાળુ શ્રાવક સંતને વંદન કરવા જતું હતું. માર્ગમાં એક મિશ્ર દષ્ટિવાળે મિત્ર મળે. તેણે પૂછયું કે મિત્ર! તમે ક્યાં જઈ રહ્યા છો ? ત્યારે શ્રાવકે કહ્યું મારા જ્ઞાની ગુરૂ પધાર્યા છે તેમના દર્શન કરવા માટે જાઉં છું. ત્યારે તે મિત્રે કહ્યું-ગુરૂને દર્શન કરવાથી શું લાભ થાય? શ્રાવકે કહ્યું–મહાન લાભ થાય. ત્યારે મિશ્ર દષ્ટિવાળા મિત્રે કહ્યું–તે હું તમારી સાથે દર્શન કરવા આવી શકું? શ્રાવકે કહ્યું-હા. અમારા ધર્મમાં કઈ પ્રતિબંધ કે ભેદભાવ નથી. ખુશીથી ચાલે. એટલે પેલા મિત્રે સંતદર્શન કરવા માટે ઉત્કૃષ્ટ ભાવથી પગ ઉપાડયો. એટલામાં બીજે મહાન મિથ્યાત્વી મિત્ર મળે. તેણે પૂછયું. તમે બંને કયાં જાવ છે? ત્યારે મિશ્ર દષ્ટિવાળો મિત્ર કહે છે કે અમે સંતના દર્શન કરવા જઈએ છીએ. ત્યારે તે મિથ્યાત્વીએ કહ્યું કે એ જૈનના સાધુડાને શું વંદન કરવા છે? એ તે નાન–મંજન આદિ કરતા નથી. ગંધાતા ને ગાબરા હોય છે એમને વંદન કરવાથી શું લાભ થાય છે? એટલે પેલે મિશ્ર દષ્ટિવાળે પાછા હઠી ગયે. વંદન કરવા ન ગયો. શ્રાવકે ગુરૂને વંદન કરીને વિનયપૂર્વક પૂછયું–ગુરૂદેવ ! મિશ્ર દષ્ટીવાળાએ વંદન કરવા પગ ઉપાડયે તેને શું લાભ થયે? જ્ઞાની ગુરૂએ કહ્યું. જે કાળા અડદ જે હતું તે છડેલી દાળ જે સફેદ બની ગયો. પછી તેને ઉગવાપણું રહેતું નથી. તેમ જે જીવ મિથ્યાત્વનું ફોતરું ઉખાડીને છડેલી દાળ જે સફેદ-સમક્તિી બની જાય છે તેને ભવમાં ભમવાપણું રહેતું નથી. તેને અર્ધપુદ્ગલપરાવર્તન માત્ર સંસાર બાકી રહ્યા.
દેવાનુપ્રિયે ! જુએ સંતના દર્શન તે કર્યા નથી. માત્ર વંદન કરવા એક પગ ઉપાડો તેમાં કેટલું લાભ થશે ? તમારા સંસારના કામ કરવા ઘણીવાર પગ