SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર મા! હું મા–દીકરી જીવન વીતાવે છે. દયાળુ શેઠ માતાના ચરણમાં પડીને કહે છે તારા દીકરા છું. મારા જીવનને કૃતાર્થ બનાવવા તું મને તારી સેવા આપ. મધુએ ! તમે પણ આવા દયાળુ અને ને દુઃખી ભાઈ-બહેનોનાં આંસુ લૂછતાં શીખો. જ્યારે માનવીના હૃદયમાં હિંસાની ભાવના નથી હાતી ત્યારે સંસારના સવ જીવા પ્રત્યે તેને સ્નેહ અને દયાની ભાવના હાય છે. અહીં મને એક નાનું દૃષ્ટાંત યાદ આવે છે. આપનો સમય થઈ ગયા છે તેથી ટૂંકમાં કહું છું..... સાંભળેા. મહારાષ્ટ્રના એક ગામમાં દામાજી નામના એક ખૂબ દયાળુ માણસ હતા. તે ફાઈનુ પણ કંઇ દુઃખ જોવે તે તેનુ હૃદય પીગળી જતું. અને તેને દુઃખથી છેડાવવા માટે પ્રયત્ન કરતા. તેમને એક નિયમ હતા કે પેાતાને આંગણે આવેલ કાઈપણ અતિથિને તે ભૂખ્યા પાછે। જવા દેતા ન હતા. એકવાર એક માસ સંચાગવશાત ત્યાં આવી પહોંચ્યા. દામાજીએ ખૂબ આગ્રહપૂર્વક તેને જમવા માટે આસન પર બેસાડયેા. ત્યાં શું અન્યું. દામાજીએ તે અતિથિને જમવા માટે થાળી મૂકી ત્યાં તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દામાજી આ જોઈ ને આશ્ચયપૂર્વક મેલ્યા ભાઈ! તને શું દુ:ખ છે? તું શા માટે રડે છે ? અતિથિએ કહ્યું–મને કંઈ દુઃખ નથી. પરંતુ મારા ગામમાં દુષ્કાળ પડયા છે. તેથી મને એ વિચાર આવ્યે કે હું અહીંયા પેટ ભરીને ભેાજન કરું ને મારા ખાળકા તો ત્યાં ભૂખ્યા હશે ! અતિથિની વાત સાંભળી દામાજીની આંખો પણ આંસુથી છલકાઈ ગઈ. તેમણે મહેમાનને સમજાવીને જમાડયા અને જતી વખતે તેમને અનાજ ખાંધી આપ્યું કે જેથી તે ત્યાં જઈને પોતાના બાળકને જમાડી શકે. આ માણસે પેાતાના ગામમાં જઈ ને દામાજીની ખૂબ પ્રશ'સા કરી. તેથી તે ગામના અનેક માણસેા દામાજીને ત્યાં જવા લાગ્યા. પરંતુ દામાજી આ બધાને કેવી રીતે જમાડી શકે ? કારણ કે તેમની પાસે તેટલું અનાજ નહાતુ. જો કે તેને ત્યાં અનાજના કોઠાર ભરેલા હતા પણ તે ખધા રાજ્યના હતા. તેથી દામાજી ખૂબ મૂંઝવણમાં પડી ગયા. આખરે તેમણે નિશ્ચય કર્યો કે અન્નના અધિકારી તે ભૂખ્યા માણસ છે. તેથી તેમને અન્ન આપ્યું જોઈ એ. તે માટે રાજા મને જે દંડ કરશે તે હું હસતા ચહેરે ભાગવી લઈશ. આમ વિચાર કરીને તેમણે રાજ્યના કાઠાર ખોલી નાખ્યા ને બધાને અનાજ આપવાનું શરૂ કર્યુ”. લેાકાની તે કતાર લગવા માંડી. અને બધા અનાજ લઈને દામાજીને આશીર્વાદ દેવા લાગ્યા. ભૂખથી પીડાતા કંઈક માનવી મૃત્યુમાંથી ખચી ગયા. રાજાને આ વાતની ખબર પડવાથી દામાજીને પકડવા પેાલીસેસને મેાકલ્યા. દામાજી તેા રાજી ખુશીથી સિપાઈ એની સાથે આવ્યા. આ વાતની આખા ગામમાં જાણ થઈ ગઈ. એક શ્રીમંત માણસને આ ખબર પડતાં તે રાજા પાસે જઈ ને કહે છે, હું મહારાજા!
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy