________________
868
શારદા શિખર
આયુષ્યને દીપક કયારે બૂઝાઈ જશે. તેની કાઈ ને ખબર નથી. છતાં જીવને જ્યાં ત્યાં કેટલી બધી મમતા છે ! એક મકાન બંધાવતા હૈ। તે વખતે બાંધનારને કહે છે કે ભલે પૈસા વધારે થાય પણ તમે મારુ' મકાન એવુ' મજમૂત ખાંધો કે ૧૦૦ વર્ષો જાય તેા પણ તેમાંથી એક કાંકરી ખરે નહિ. મકાનની કાંકરી ૧૦૦ વર્ષે ખરે નહિ તેની તું ભલામણ કરે છે પણ જ્ઞાની કહે છે કે તારી જિંદગીની કાંકરી ૧૦૦ વર્ષ સુધી નહિ ખરે તેની ખાત્રી છે ? ( શ્રોતામાંથી અવાજ :- ના. ) છતાં જીવ-માહ-માયા અને મમતામાં કેટલું ભાન ભૂલ્યા છે ? જેની પાસે પૈસાની રેલમછેલ છે તેવા માનવી સંસાર સુખને માટે લાખો રૂપિયા વાપરે છે પણ ધર્મના કાયમાં પૈસા વાપરતાં તેનું મન કચવાય છે. પણ યાદ રાખજે કે તુ' જેને મારા કરીને માને છે તે કેાઈ તારા નથી. અંતે તે તને બધા ઢગે દેનારા છે. તારા માનેલા સાથીદારોને સ્નેહ કયારે સૂકાઈ જશે તેની ખબર છે ? જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી આ સ્નેહની સરવાણી છે. જ્યાં તમારા લક્ષ્મીનેા ભંડાર લૂંટાઈ જશે ત્યાં સ્નેહની સરવાણી સૂકાઈ જશે. કારણ કે આ સંસારમાં જ્યાં જુએ ત્યાં પૈસાની પ્રધાનતા છે. એટલે પૈસાદાર પૂજાય છે ને ગરીબના સામુ' કઇ જોતું નથી. ગરીબ માણસ ગુણવાન હોવા છતાં દુનિયા તેને તુચ્છકારે છે. પણ ઘણી વખત ગરીબ કેટલા અમીર હાય છે. તે ગરીબાઇમાં પણ માનવતા છેાડતા નથી. તે વિષે એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક વિધવા માતા છે. તેને એક દીકરે અને દીકરી છે. કમ ચેાગે ખાઈને વિધવાપણાનું દુઃખ તેા આવ્યુ. પણ સાથે સાથે લક્ષ્મીદેવીએ પણ વિદાય લીધેલી છે. આજે તમે જાણા છે ને કે માનવની પાસે ધન હાય તેા સેંકડા સગા થતાં આવે, પણ જેની પાસે ધન નથી તેનું આ દુનિયામાં કોઇ સગુ' નથી. મામા મામા રહેતા નથી ને કાકા કાકા રહેતા નથી. એવી દશા છે આ બહેનની. બિચારી ઘઉંટીના પૈડા ફેરવી માંડ ત્રણ જણનું જીવન ગુજારે છે. “ ખાવાના ખાટા ને કામ કરવાના સાચા '' એ કહેવત અનુસાર થતાં ખાઈનું શરીર દિવસે દિવસે ઘસાતુ ગયું. વગર ઘડપણે ઘડપણની રેખાએ તરી વળી. ઘણી વખત એવા પણ પ્રસંગ બનતા કે ખાળક સહિત મા સાંજે ભૂખી સૂઈ જાય. અહાહા.....જ્યાં છે ત્યાં લક્ષ્મીદેવી ભરપૂર છે ને નથી ત્યાં કાંઈ નથી.
ખાનારુ જ્યાં કોઈ નથી ત્યાં અન્ન તણાં ભડાર, પાચન જેને થાય નહિ ત્યાં માલપૂઆ તૈયાર, ટીના એક ટુકડા માટે કાઈ કરે તકરાર, ભૂખ્યા પેટે સૂઈ જાય છે બાળક બેસુમાર, મળે વધુ માનવથી અહીં શ્રીમતાના શ્વાનને શુ કહેવુ' ભગવાનને.